Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 21 એપ્રિલે લાલ કિલ્લા ખાતે શ્રી ગુરુ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પરબની ઉજવણીમાં ભાગ લેશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 એપ્રિલ 2022ના રોજ રાત્રે લગભગ 9:15 વાગ્યે નવી દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે શ્રી ગુરુ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પર્વની ઉજવણીમાં ભાગ લેશે. તેઓ સભાને સંબોધશે અને આ પ્રસંગે એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડશે.

આ કાર્યક્રમનું આયોજન ભારત સરકાર દ્વારા દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. બે દિવસીય (20 અને 21 એપ્રિલ) કાર્યક્રમ દરમિયાન દેશના વિવિધ ભાગોમાંથી રાગીઓ અને બાળકો ‘શબદ કીર્તન’માં ભાગ લેશે. ગુરુ તેગ બહાદુરજીના જીવનને દર્શાવતો ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ યોજાશે. આ ઉપરાંત શીખોની પરંપરાગત માર્શલ આર્ટ ‘ગતકા’નું પણ આયોજન કરવામાં આવશે.

આ કાર્યક્રમ નવમા શીખ ગુરુ ગુરુ તેગ બહાદુરજીના ઉપદેશોને પ્રકાશિત કરવા પર કેન્દ્રીત છે, જેમણે વિશ્વના ઇતિહાસમાં ધર્મ અને માનવીય મૂલ્યો, આદર્શો અને સિદ્ધાંતોની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. મુઘલ શાસક ઔરંગઝેબના આદેશ પર કાશ્મીરી પંડિતોની ધાર્મિક સ્વતંત્રતાનું સમર્થન કરવા બદલ તેમને ફાંસી આપવામાં આવી હતી. તેમની પુણ્યતિથિ દર વર્ષે 24 નવેમ્બરના રોજ શહીદી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દિલ્હીમાં ગુરુદ્વારા સીસ ગંજ સાહિબ અને ગુરુદ્વારા રકાબ ગંજ તેમના પવિત્ર બલિદાન સાથે સંકળાયેલા છે. તેમનો વારસો રાષ્ટ્ર માટે એક મહાન એકીકૃત શક્તિ તરીકે કામ કરે છે.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com