હનુમાન જયંતિના અવસરે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 એપ્રિલ, 2022ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના મોરબીમાં હનુમાનજીની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરશે.
આ પ્રતિમા #Hanumanji4dham પ્રોજેક્ટના ભાગરૂપે દેશભરમાં ચારે દિશામાં સ્થાપિત કરવામાં આવી રહેલી 4 પ્રતિમાઓમાંથી બીજી પ્રતિમા છે. મોરબીમાં પરમ પૂજ્ય બાપુ કેશવાનંદજીના આશ્રમમાં પશ્ચિમમાં તેની સ્થાપના કરવામાં આવી છે.
શ્રેણીની પ્રથમ પ્રતિમા 2010 માં ઉત્તરમાં શિમલામાં સ્થાપિત કરવામાં આવી હતી. રામેશ્વરમમાં દક્ષિણમાં પ્રતિમા પર કામ શરૂ કરવામાં આવ્યું છે.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com