પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બર, 2021ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સરદારધામ ભવનનું લોકાર્પણ અને સરદારધામ ફેઝ- II કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન કરશે.
સરદારધામ શૈક્ષણિક અને સામાજિક પરિવર્તન, સમાજના નબળા વર્ગના ઉત્થાન અને યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા તરફ કામ કરી રહ્યું છે. અમદાવાદમાં સ્થપાયેલ સરદારધામ ભવનમાં આધુનિક સુવિધાઓ સાથે વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક સુવિધાઓનો સમાવેશ થાય છે. આર્થિક માપદંડને ધ્યાનમાં લીધા વગર કન્યા છાત્રાલયમાં 2000 છોકરીઓ માટે છાત્રાવાસની સુવિધા હશે.
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com