Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી સેન્ટ પિટર્સબર્ગમાં 18મી વાર્ષિક ભારત-રશિયા શિખર પરિષદમાં પ્રમુખ પુટિનને મળ્યા

પ્રધાનમંત્રી સેન્ટ પિટર્સબર્ગમાં 18મી વાર્ષિક ભારત-રશિયા શિખર પરિષદમાં પ્રમુખ પુટિનને મળ્યા

પ્રધાનમંત્રી સેન્ટ પિટર્સબર્ગમાં 18મી વાર્ષિક ભારત-રશિયા શિખર પરિષદમાં પ્રમુખ પુટિનને મળ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સેન્ટ પિટર્સબર્ગ ખાતે યોજાયેલી 18મી વાર્ષિક ભારત-રશિયા શિખર પરિષદમાં પ્રમુખ પુટિનને મળ્યા હતા.

શિખર પરિષદના અંતે મીડિયાને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ પ્રમુખ પુટિનને વર્ષ 2001માં જ્યારે તે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તેમણે સેન્ટ પિટર્સબર્ગ ખાતે લીધેલી તેમની પ્રથમ મુલાકાતની યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો સાંસ્કૃતિક બાબતોથી માંડીને સંરક્ષણ (સંસ્કૃતિથી સુરક્ષા) સુધીની બાબતોને આવરી લે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે બંને દેશો વચ્ચેના 70 વર્ષ જૂના રાજદ્વારી સંબંધો વિવિધ દ્વિપક્ષી બાબતો ઉપરાંત વૈશ્વિક મુદ્દાઓના ઉચ્ચ પ્રકારના સમન્વયને પણ આવરી લે છે.

પ્રધાનમંત્રીએ આજે જાહેર કરાયેલા સેન્ટ પિટર્સબર્ગ ઘોષણાપત્રને વિશ્વની અશાંતિ, પરસ્પર અવલંબન અને એકબીજા સાથે જોડાયેલી દુનિયામાં સ્થિરતાના સિમાચિન્હરૂપ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે SPIEFમાં મહેમાન દેશ તરીકે ભારતની સામેલગીરી અને આવતીકાલે તેમના પ્રવચન દ્વારા બે દેશો વચ્ચેનો આર્થિક સહયોગ વધુ મજબૂત થશે.

પ્રધાન મંત્રીએ ઊર્જા ક્ષેત્રે થયેલા સહયોગને ભારત અને રશિયા વચ્ચેના સંબંધોમાં પરિસ્થિતિ પલટનાર મુખ્ય પરિબળ તરીકે ઓળખાવ્યો હતો અને જણાવ્યું હતું કે આજે થયેલી ચર્ચા અને લેવાયેલા નિર્ણયોને પરિણામે ન્યૂક્લિયર, હાઈડ્રોકાર્બન, અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં સહયોગ મજબૂત બન્યો છે. આ સંદર્ભમાં તેમણે ન્યૂક્લિયર પ્લાન્ટના યુનિટ 5 અને યુનિટ 6નો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે વ્યાપારી અને વાણિજિયક સંબંધો વધારવા માટે ખાનગી ક્ષેત્રનું મહત્વ છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ભારત અને રશિયા વર્ષ 2025 સુધીમાં 30 અબજ યુએસ ડોલર જેટલો વેપાર હાંસલ કરવાની નિકટ પહોંચ્યા છે.

કનેકટિવિટીના મુદ્દે વાત કરતા ઈન્ટરનેશનલ નોર્થ-ટ્રાન્સપોર્ટ કોરિડોરના સંદર્ભમાં બંને દેશો વચ્ચેના સહયોગ અંગે ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જે અન્ય બાબતોનો ઉલ્લેખ કર્યો હતો તેમાં સ્ટાર્ટઅપ તથા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન માટે “બ્રીજ ટૂ ઈનોવેશન” અને હવે પછી હાથ ધરાનારી યુરેશિયન ઈકોનોમિક યુનિયન અંગે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો સમાવેશ થતો હતો.

સમય જતા સબળ પૂરવાર થયેલા ભારત અને રશિયા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો અંગે વાત કરતા પ્રધાનમંત્રી મોદીએ આગામી પ્રથમ ટ્રાઈ સર્વિસીસ એક્સરસાઈઝ – ઈન્દ્ર 2017નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સંયુક્ત ક્ષેત્રે સંરક્ષણ ઉત્પાદનનો ઉલ્લેખ કરતા કામોવ 226 હેલિકોપ્ટર્સ અને ફ્રીગેટસનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ સરહદની પેલે પારથી પ્રસરતા આતંકવાદને નિયંત્રણ કરવા બાબતે ભારતને બિનશરતી સહયોગનો ઉલ્લેખ કરીને આ સહયોગને આવકાર આપ્યો હતો.

સાંસકૃતિક બાબતોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રી મોદીએ ભારતમાં રશિયન સંસ્કૃતિ અંગે ઊંડી જાણકારી તથા રશિયામાં યોગ એને આર્યુવેદનો પણ ઉલ્લેખ કર્યો હતો અને આ બાબતે સંતોષની ઊંડી લાગણી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ ભારત અને રશિયા વચ્ચેના સંબંધોમાં વૃદ્ધિ બાબતે પ્રમુખ પુટિનની આગેવાની આવકારી હતી અને તેમના પ્રયાસોની પ્રસંશા કરી હતી.

તેમણે જાહેરાત કરી હતી કે તાજેતરમાં નવી દિલ્હીના એક માર્ગનું થોડા સમય પહેલાં અવસાન પામેલા એલેકઝાન્ડર કડાકીનના નામે ફેરનામકરણ કરવામાં આવ્યું છે.

આ અગાઉ બંને દેશોના સીઈઓને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ રશિયન કંપનીઓને ભારતના ન્યૂક્લિયર એનર્જી, રેલવે જેમ્સ અને જવેલરી, પરંપરાગત જ્ઞાન, અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન જેવા અર્થતંત્રના મહત્વના ક્ષેત્રોમાં મૂડીરોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું.

આ અગાઉ આજે પ્રધાનમંત્રીએ પિકારોવસ્કોઈ સ્મારક ખાતે બેટલ ઓફ લેનિનગ્રાડના ઐતિહાસિક સંરક્ષકો અને બહાદૂર સૈનિકોને અંજલિ આપી હતી.

AP/J.Khunt/TR