Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી 3જી ફેબ્રુઆરીએ વિશ્વ શાંતિ માટે કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તનમાં ભાગ લેશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3જી ફેબ્રુઆરી 2023ના રોજ સાંજે 4:30 વાગ્યે વડિયો કોન્ફરન્સિંગ દ્વારા આસામના બારપેટા ખાતે કૃષ્ણગુરુ સેવાશ્રમ ખાતે આયોજિત વિશ્વ શાંતિ માટે કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તનમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી શ્રી કૃષ્ણગુરુ સેવાશ્રમના ભક્તોને પણ સંબોધિત કરશે.

પરમગુરુ કૃષ્ણગુરુ ઈશ્વરે વર્ષ 1974માં નાસાત્રા, બરપેટા આસામ ખાતે કૃષ્ણગુરુ સેવાશ્રમની સ્થાપના કરી. તેઓ મહાવૈષ્ણવ મનોહરદેવના નવમા વંશજ છે, જેઓ મહાન વૈષ્ણવ સંત શ્રી શંકરદેવના અનુયાયી હતા. વિશ્વ શાંતિ માટે કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તન 6ઠ્ઠી જાન્યુઆરીથી કૃષ્ણગુરુ સેવાશ્રમ ખાતે એક મહિના સુધી ચાલતું કીર્તન છે.

YP/GP/JD