Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી 25મી ફેબ્રુઆરીએ ‘બારિસુ કન્નડ ડિમ દિમાવા’ સાંસ્કૃતિક ઉત્સવનું ઉદ્ઘાટન કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25મી ફેબ્રુઆરી, 2023ના રોજ સાંજે 5 વાગ્યે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે ‘બારીસુ કન્નડ ડિમ દિમાવા’ સાંસ્કૃતિક ઉત્સવનું ઉદ્ઘાટન કરશે.  પ્રધાનમંત્રી શ્રી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી શ્રીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના વિઝનને અનુરૂપ, કર્ણાટકની સંસ્કૃતિ, પરંપરાઓ અને ઈતિહાસની ઉજવણી કરવા માટે ‘બારીસુ કન્નડ દિમ દિમાવા’ સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.  આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ આયોજિત આ ઉત્સવ સેંકડો કલાકારોને નૃત્ય, સંગીત, નાટક, કવિતા વગેરે દ્વારા કર્ણાટકની સાંસ્કૃતિક વારસો દર્શાવવાની તક પૂરી પાડશે.

YP/GP/JD