પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19મી ઑક્ટોબર, 2023ના રોજ બપોરે 4:30 વાગ્યે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રમાં 511 પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રોનું લોકાર્પણ કરશે. મહારાષ્ટ્રના 34 ગ્રામીણ જિલ્લાઓમાં આ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી રહી છે.
ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રો ગ્રામીણ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા માટે વિવિધ ક્ષેત્રોમાં કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમો યોજશે. દરેક કેન્દ્ર ઓછામાં ઓછા બે વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં લગભગ 100 યુવાનોને તાલીમ આપશે. રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ પરિષદ હેઠળ સૂચિબદ્ધ ઉદ્યોગ ભાગીદારો અને એજન્સીઓ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. આ કેન્દ્રોની સ્થાપનાથી પ્રદેશને વધુ સક્ષમ અને કુશળ માનવશક્તિ વિકસાવવા માટે નોંધપાત્ર પ્રગતિ કરવામાં મદદ મળશે.
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com