Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી 18મી મેના રોજ ઓડિશામાં શિલાન્યાસ કરશે અને રૂ. 8000 કરોડથી વધુની કિંમતના અનેક રેલવે પ્રોજેક્ટ્સને સમર્પિત કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઓડિશામાં 18મી મેના રોજ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શિલાન્યાસ કરશે અને રૂ. 8000 કરોડથી વધુના મૂલ્યના અનેક રેલવે પ્રોજેક્ટ્સનું સમર્પણ કરશે.

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી પુરી અને હાવડા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને પણ લીલી ઝંડી બતાવશે. આ ટ્રેન ઓડિશાના ખોરધા, કટક, જાજપુર, ભદ્રક, બાલાસોર જિલ્લાઓ અને પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુર, પૂર્વા મેદિનીપુર જિલ્લાઓમાંથી પસાર થશે. આ ટ્રેન રેલ વપરાશકર્તાઓને ઝડપી, આરામદાયક અને અનુકૂળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે, પ્રવાસનને વેગ આપશે અને પ્રદેશમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે.

પ્રધાનમંત્રી પુરી અને કટક રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસનો શિલાન્યાસ કરશે. પુનઃવિકાસિત સ્ટેશનોમાં રેલ મુસાફરોને વિશ્વ કક્ષાનો અનુભવ પ્રદાન કરતી તમામ આધુનિક સુવિધાઓ હશે.

પ્રધાનમંત્રી ઓડિશામાં રેલ નેટવર્કના 100% વિદ્યુતીકરણને સમર્પિત કરશે. આનાથી સંચાલન અને જાળવણી ખર્ચમાં ઘટાડો થશે અને આયાતી કાચા તેલ પર નિર્ભરતા ઘટશે.

પ્રધાનમંત્રી સંબલપુર-તિતલાગઢ રેલ લાઇનના ડબલિંગ; અંગુલ-સુકિંદા વચ્ચે નવી બ્રોડગેજ રેલ લાઇન; મનોહરપુર-રાઉરકેલા-ઝારસુગુડા-જામગાને જોડતી ત્રીજી લાઇન અને બિછુપલી-ઝરતર્ભા વચ્ચેની નવી બ્રોડગેજ લાઇનને પણ સમર્પિત કરશે. આ ઓડિશામાં સ્ટીલ, પાવર અને માઇનિંગ ક્ષેત્રોમાં ઝડપી ઔદ્યોગિક વિકાસના પરિણામે વધતી ટ્રાફિકની માંગને પૂરી કરશે અને આ રેલ વિભાગોમાં પેસેન્જર ટ્રાફિક પરના દબાણને ઓછું કરવામાં પણ મદદ કરશે.

YP/GP/JD