Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ મહામહિમ અબ્દેલ ફત્તહ અલ-સીસી વચ્ચે ટેલીફોનિક વાર્તાલાપ થયો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇજિપ્તના રાષ્ટ્રપતિ મહામહિમ અબ્દેલ ફત્તહ અલ-સીસી ને ટેલીફોન કરીને તેમને તેમજ ઇજિપ્તના લોકોને ઇદ-ઉલ-ફિત્ર નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.

ઇજિપ્તના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી શ્રી મોદીનો શુભેચ્છા સંદેશ સ્વીકારી વિશ્વની બે સૌથી જુની સંસ્કૃતિઓ ઇજિપ્ત અને ભારતનો ઉલ્લેખ કરી બંને દેશો વચ્ચે ખૂબ જ ઝડપથી ઘનિષ્ઠ થઇ રહેલા દ્વિપક્ષીય સંબંધો અંગે ખુશી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ કોવિડ-19 મહામારી દરમિયાન ઇજિપ્તમાં વસતા ભારતીય નાગરિકોની સલામતી અને સુખાકારી માટે ઇજિપ્તના સત્તાધીશોએ આપેલા સહાકાર બદલ તેમની પ્રશંસા કરી હતી.

અગાઉ, આ વર્ષે પ્રધાનમંત્રી શ્રી મોદીની ઇજિપ્તની મુલાકાતનું આયોજન હતું પરંતુ કોવિડ-19 મહામારીના કારણે તે મુલાકાત મુલતવી રાખવામાં આવી છે. આ પૂર્વાયોજિત મુલાકાતનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ ઇચ્છા વ્યક્ત કરી હતી કે, સંજોગો અનુકૂળ થાય પછી તેઓ વહેલામાં વહેલી તકે રાષ્ટ્રપતિ સીસી ને મળવા માટે ઇચ્છુક છે.

GP/DS