પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શ્રીમતી શેખ હસિનાને ફોન કરીને ઇદ-ઉલ-ફિત્રની શુભેચ્છાઓ પાઠવી હતી.
બંને નેતાઓએ પોત પોતાના દેશોમાં અમ્ફાન વાવાઝોડાના કારણે સર્જાયેલા નુકસાનના મૂલ્યાંકન અંગે વાતચીત કરી હતી. આ ઉપરાંત બંને દેશના નેતાઓ વચ્ચે કોવિડ મહામારીની પરિસ્થિતિ અને આ સંબંધે બંને દેશો વચ્ચે ચાલી રહેલા સહકાર અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ પડકારોનો સામનો કરવા માટે બાંગ્લાદેશને ભારત તરફથી સહાયતા પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું હતું.
પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસિના અને બાંગ્લાદેશના મૈત્રીપૂર્ણ લોકોને સારા આરોગ્ય અને સુખાકારીની શુભેચ્છા પાઠવી હતી.
**********
GP/DS
Spoke to PM Sheikh Hasina to wish her and the friendly people of Bangladesh, a happy & prosperous Eid-ul-Fitr. We discussed the impact of cyclone Amphan and the present COVID-19 situation. Reiterated India’s continued support to Bangladesh in this challenging time.
— Narendra Modi (@narendramodi) May 25, 2020