પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇથિયોપિયાના પ્રધાનમંત્રી મહામહિમ ડો. અબિય અહમદને ફોન કર્યો હતો.
પ્રધાનમંત્રીએ ભારત અને ઇથિયોપિયા વચ્ચે ગાઢ સંબંધો યાદ કર્યા હતા તથા બંને દેશો વચ્ચે ઉત્કૃષ્ટ વિકાસલક્ષી ભાગીદારી વિશે વાત કરી હતી.
બંને નેતાઓએ કોવિડ-19 રોગચાળા દ્વારા ઊભા થયેલા સ્થાનિક, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પડકાર પર ચર્ચા કરી હતી તેમજ આરોગ્યલક્ષી કટોકટી દરમિયાન એકબીજાને સાથ સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ ડો. અબિય અહેમદ અલીને ઇથિયોપિયાને ટેકો આપવાની તેમજ રોગચાળાની આર્થિક અસરને દૂર કરવા અને આવશ્યક દવાઓનો પુરવઠો સુનિશ્ચિત કરવાની ખાતરી આપી હતી.
પ્રધાનમંત્રીએ ભારતના નાગરિક અને પોતાના તરફથી કોવિડ-19 સામે લડતમાં સફળતા મેળવવા ઇથિયોપિયાના લોકોને શુભેચ્છા પાઠવી હતી.
GP/DS
Spoke to PM Dr. Abiy Ahmed Ali. We discussed the COVID-19 situation. India stands in solidarity with our friends in Ethiopia as well as other countries in Africa, and will be a reliable partner to provide essential medical supplies and other assistance to handle the crisis.
— Narendra Modi (@narendramodi) May 6, 2020