પ્રધાનમંત્રીએ પોતાના શુભેચ્છા સંદેશમાં કહ્યું કે, “હું ચીનના લોકોને તેમના રાષ્ટ્રીય દિવસની
શુભકામના પાઠવું છું.”
પ્રધાનમંત્રી શ્રી મોદીનો સંદેશ
“ચીનના પ્રિય ભાઈઓ અને બહેનો,
રાષ્ટ્રીય દિવસ પર આપ સૌને શુભકામના
ભારત અને ચીનની વચ્ચે વર્ષોથી મજબૂત સંબંધો છે. બંને દેશો મળીને આ દુનિયાને વધુ સારૂં બનાવી શકે છે.
ભારત અને ચીનના વિકાસમાં એશિયાઈ સદીના સપના પૂર્ણ કરવાનો જબરદસ્ત અવસર છે.
રાષ્ટ્રપતિ શી ની સપ્ટેમ્બર 2014ની ભારત યાત્રા પર અને મારી મે-2015ની ચીન યાત્રાએ ભારત-ચીનની વચ્ચેની ભાગીદારી વધારવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે. રાષ્ટ્રપતિ શી અને પ્રધાનમંત્રી લીની સાથે વાતચીતની યાદો હજુ પણ મારા મનમાં તાજી છે.
હું પહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આપ લોકોના સક્રિય ઉત્સાહ અને ભાગીદારી માટે આપને શુભકામના આપું છું.
મને પૂર્ણ વિશ્વાસ છે આવનારા દિવસોમાં આપણા સંબંધો વધુ મજબૂત થશે. અમારી એ કામના છે કે માનવતાને સમૃદ્ધ કરવા અને લોકોના વિકાસ માટે બંને દેશો આગળ પણ મળીને કામ કરતા રહેશે.”
આપનો
નરેન્દ્ર મોદી
AP/J.Khunt/GP
在中国国庆日,我向中国人民表示祝贺 pic.twitter.com/7S1i4sWeRD
— Narendra Modi (@narendramodi) October 1, 2015
My greetings to the people of China on their National Day. pic.twitter.com/JP4TX1SDvw
— Narendra Modi (@narendramodi) October 1, 2015