Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સનાં પ્રધાનમંત્રી મળ્યાં


સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સનાં પ્રધાનમંત્રી માનનીય ડૉ. રાલ્ફ એવરાર્ડ ગોન્ઝાલ્વિસ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં. પ્રધાનમંત્રી ગોન્ઝાલ્વિસ સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સનાં એવા પ્રથમ પ્રધાનમંત્રી છે, જેઓ ભારતની મુલાકાતે આવ્યાં હોય. પ્રધાનમંત્રી ગોન્ઝાલ્વિસ ગઈ કાલે નવી દિલ્હીમાં આયોજિત ‘ડેઝર્ટિફિકેશનને અટકાવવા સંયુક્ત રાષ્ટ્રનાં સંમેલન’ પર આયોજિત ઉચ્ચ સ્તરીય બેઠકમાં સામેલ થયા હતા.

પ્રધાનમંત્રી ગોન્ઝાલ્વિસે સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સની સાથે સાથે કેરિબિયન અને લેટિન અમેરિકાનાં વિસ્તારમાં પણ ભારત માટે વ્યાપક સદભાવના હોવાની વાત વ્યક્ત કરી હતી. તેમણે આ વિસ્તારની સાથે ભારતનાં વિકાસ સહયોગની સાથે કુદરતી આપત્તિઓ પછી ભારત તરફથી ત્વરિત સહાયતા મળવાની પ્રશંસા પણ કરી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મંચ પર સહયોગ સહિત બંને દેશો વચ્ચે ગાઢ સહયોગની રૂપરેખા વ્યક્ત કરી હતી અને એની સાથે સાથે તેમણે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદનાં એક અસ્થાયી સભ્ય સ્વરૂપે ‘અત્યાર સુધીનાં સૌથી નાનાં દેશ’ સ્વરૂપે ચૂંટાવા બદલ સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સને અભિનંદન આપ્યાં હતાં.

બંને રાજનેતાઓએ ભારત તથા સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ વચ્ચે કૌશલ્ય વિકાસ, તાલીમ, શિક્ષણ, નાણાકીય, સંસ્કૃતિ અને આપત્તિ નિવારણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર સંમતિ વ્યક્ત કરી હતી.

RP