Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1996ની શ્રીલંકાની ક્રિકેટ ટીમ સાથે વાતચીત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે શ્રીલંકાના કોલંબોમાં 1996ની શ્રીલંકાની ક્રિકેટ ટીમ સાથે વાતચીત કરી હતી. નિખાલસ વાતચીત દરમિયાન ક્રિકેટરોએ પ્રધાનમંત્રીને મળવા બદલ ખુશી અને આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ તેમને મળવા બદલ ખુશી પણ વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, ભારતીય લોકો આજે પણ ટીમનાં અસરકારક દેખાવને યાદ કરે છે, ખાસ કરીને એ યાદગાર વિજય કે જેણે કાયમી છાપ છોડી હતી. તેમણે ઉમેર્યું કે તેમની સિદ્ધિ રાષ્ટ્ર સાથે ગુંજી રહી છે.

શ્રી મોદીએ વર્ષ 2010માં અમદાવાદમાં એક મેચમાં ભાગ લીધો હોવાની ઘટના યાદ કરી હતી, જેમાં તેમણે શ્રીલંકાના એક ક્રિકેટરને અમ્પાયરિંગ કરતા જોયા હતા. તેમણે ભારતના 1983ના વિશ્વ કપ વિજય અને 1996માં શ્રીલંકાની ટીમ દ્વારા વિશ્વકપમાં મેળવેલા વિજયની પરિવર્તનશીલ અસર પર પ્રકાશ પાડ્યો હતો અને આ સિમાચિહ્નોએ કેવી રીતે ક્રિકેટ વિશ્વને નવો આકાર આપ્યો તેના પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ટી-20 ક્રિકેટની ઉત્ક્રાંતિનો તાત્કાલીન શ્રીલંકાની ક્રિકેટ ટીમે 1996ની મેચોમાં જે નવીન રમતશૈલી પ્રદર્શિત કરી હતી, તેના પરથી શોધી શકાય છે. તેમણે તેમના હાલના પ્રયત્નો વિશે અન્ય લોકો પાસેથી સાંભળવામાં રસ દાખવ્યો અને પૂછપરછ કરી કે શું તેઓ હજી પણ ક્રિકેટ અને કોચિંગની ભૂમિકામાં સામેલ છે.

વર્ષ 1996માં થયેલા બોમ્બ વિસ્ફોટો છતાં શ્રીલંકામાં ભાગ લેવાના ભારતના નિર્ણયનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ શ્રીલંકાના મુશ્કેલ સમયમાં ભારતની એકતા માટે દર્શાવેલી પ્રશંસા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારત દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલી સહનશીલ ખેલદિલી પર ટિપ્પણી કરી હતી અને શ્રીલંકાને હચમચાવી નાખનારા 1996ના બોમ્બ વિસ્ફોટો સહિતની પ્રતિકૂળતાઓ પર કેવી રીતે વિજય મેળવ્યો તેના પર ભાર મૂક્યો હતો. તેમણે 2019ના ચર્ચ બોમ્બ વિસ્ફોટો પછી શ્રીલંકાની તેમની પોતાની મુલાકાતની નોંધ લીધી હતી, જેણે તેમને આવું કરનાર પ્રથમ વૈશ્વિક નેતા બનાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય ક્રિકેટ ટીમે પણ 2019માં તરત જ પ્રવાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આનંદ અને દુઃખ એમ બંનેમાં શ્રીલંકાની પડખે ઊભા રહેવાની ભારતની અડગ ભાવના અને કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો, જે દેશના સ્થાયી મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે.

શ્રી સનથ જયસૂર્યા, જેઓ હાલમાં શ્રીલંકાની પુરુષ ક્રિકેટ ટીમના કોચ છે, તેમણે શ્રીલંકાની તાજેતરની નાણાકીય કટોકટી દરમિયાન તેમને સતત સાથસહકાર આપવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે પ્રધાનમંત્રીને વધુમાં વિનંતી કરી હતી કે, શું ભારત શ્રીલંકાના જાફનામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોનું આયોજન કરવા માટે ક્રિકેટ ગ્રાઉન્ડની સ્થાપના કરવામાં મદદરૂપ થવા શક્યતાઓ ચકાસી શકે કે જે શ્રીલંકાના ઉત્તરપૂર્વીય ક્ષેત્રના મહત્વાકાંક્ષી ક્રિકેટરો અને લોકોને મદદરૂપ થશે.

પ્રધાનમંત્રીએ શ્રી જયસૂર્યાએ કરેલી ટિપ્પણીની પ્રશંસા કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ભારત પડોશી પ્રથમની નીતિ પ્રત્યે કટિબદ્ધ છે. તેમણે મ્યાનમારમાં તાજેતરમાં આવેલા ધરતીકંપને ટાંકીને પડોશી દેશોમાં કટોકટી સામે ભારતની ઝડપી પ્રતિક્રિયા પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં ભારતે પ્રથમ પ્રતિભાવ આપનાર તરીકે કામ કર્યું હતું. તેમણે એક રાષ્ટ્ર તરીકે ભારતની જવાબદારીની ભાવના પર ટિપ્પણી કરી હતી, જેથી તે પડોશી અને મૈત્રીપૂર્ણ દેશોની સુખાકારીને પ્રાથમિકતા આપે. શ્રી મોદીએ શ્રીલંકાની આર્થિક કટોકટી દરમિયાન તેને સતત સાથસહકાર આપવા પર પણ ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, ભારત શ્રીલંકાને પડકારોનો સામનો કરવા માટે મદદ કરવાની જવાબદારી તરીકે જુએ છે. તેમણે કેટલાક નવા પ્રોજેક્ટ્સની જાહેરાતનો ઉલ્લેખ કર્યો હતો અને જાફના માટે શ્રી જયસૂર્યાની ચિંતાની પ્રશંસા કરી હતી, અને ત્યાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોના આયોજનના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ખાતરી આપી હતી કે તેમની ટીમ આ સૂચનની નોંધ લેશે અને તેની શક્યતા શોધશે.

પ્રધાનમંત્રીએ દરેકની સાથે પુનઃજોડાણ સાધવાની, જૂની યાદો તાજી કરવાની અને પરિચિત ચહેરાઓ જોવાની તક આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે શ્રીલંકા સાથે ભારતના સ્થાયી સંબંધોની પુષ્ટિ કરીને સમાપન કર્યું હતું અને શ્રીલંકાના ક્રિકેટ સમુદાય દ્વારા હાથ ધરવામાં આવેલી કોઈપણ પહેલ માટે સંપૂર્ણ ટેકો આપવાનું વચન આપ્યું હતું.

AP/IJ/GP/JD