પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીનાં વેબિનારને સંબોધન કર્યું હતું. બજેટ પછી વેબિનારમાં ભાગીદારીના મહત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં જોડાવા બદલ તમામનો આભાર માન્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વર્ષનું બજેટ સરકારની ત્રીજી ટર્મનું પ્રથમ પૂર્ણ બજેટ છે. જેમાં નીતિઓમાં સાતત્યતા અને વિકસિત ભારત માટે વિઝનના નવા વિસ્તરણને દર્શાવવામાં આવ્યું છે. તેમણે બજેટ અગાઉ તમામ હિતધારકો પાસેથી મૂલ્યવાન ઇનપુટ્સ અને સૂચનોનો સ્વીકાર કર્યો હતો, જે ખૂબ જ મદદરૂપ થયા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ બજેટને વધુ અસરકારક બનાવવામાં હોદ્દેદારોની ભૂમિકા વધુ નિર્ણાયક બની છે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “વિકસિત ભારતનાં લક્ષ્યાંક પ્રત્યેનો અમારો સંકલ્પ ખૂબ જ સ્પષ્ટ છે અને સંયુક્તપણે આપણે એક એવા ભારતનું નિર્માણ કરી રહ્યાં છીએ, જ્યાં ખેડૂતો સમૃદ્ધ અને સશક્ત હોય.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈ પણ ખેડૂત પાછળ ન રહી જાય અને દરેક ખેડૂતને આગળ ન લઈ જાય એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે કૃષિને વિકાસનું પ્રથમ એન્જિન માનવામાં આવે છે, જે ખેડૂતોને ગૌરવનું સ્થાન આપે છે. તેમણે જણાવ્યું હતું કે, “ભારત એક સાથે બે મુખ્ય લક્ષ્યાંકો તરફ કામ કરી રહ્યું છેઃ કૃષિ ક્ષેત્રનો વિકાસ અને ગામડાઓની સમૃદ્ધિ.”
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, છ વર્ષ અગાઉ લાગુ થયેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાએ ખેડૂતોને આશરે રૂ. 3.75 લાખ કરોડની સહાય કરી છે અને આ રકમ 11 કરોડ ખેડૂતોનાં ખાતામાં સીધી હસ્તાંતરિત કરવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વાર્ષિક રૂ.6,000ની નાણાકીય સહાયથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આ યોજનાનો લાભ સમગ્ર દેશનાં ખેડૂતો સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવા માટે ખેડૂત–કેન્દ્રિત ડિજિટલ માળખું ઊભું કરવામાં આવ્યું છે. જેથી વચેટિયાઓ કે લીકેજ માટેનાં કોઈ પણ અવકાશને દૂર કરી શકાય. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આ પ્રકારની યોજનાઓની સફળતા નિષ્ણાતો અને સ્વપ્નદ્રષ્ટા વ્યક્તિઓનાં સાથસહકારથી શક્ય છે. તેમણે તેમનાં યોગદાનની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, કોઈ પણ યોજનાનો અમલ તેમની મદદથી સંપૂર્ણ તાકાત અને પારદર્શકતા સાથે થઈ શકે છે. તેમણે તેમનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે, સરકાર હવે આ વર્ષનાં અંદાજપત્રમાં થયેલી જાહેરાતોનો અમલ કરવા ઝડપથી કામ કરી રહી છે, જેથી તેઓ સતત સહકાર ઇચ્છતાં રહ્યાં છે.
ભારતનું કૃષિ ઉત્પાદન વિક્રમજનક સ્તરે પહોંચ્યું છે એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 10-11 વર્ષ અગાઉ કૃષિ ઉત્પાદન આશરે 26.5 કરોડ ટન હતું, જે હવે વધીને 330 મિલિયન ટન થયું છે. એ જ રીતે, બાગાયતી ઉત્પાદન 350 મિલિયન ટનને વટાવી ગયું છે. તેમણે આ સફળતાનો શ્રેય બિયારણથી બજાર, કૃષિ સુધારા, ખેડૂત સશક્તિકરણ અને મજબૂત મૂલ્ય શ્રૃંખલા સુધીના સરકારના અભિગમને આપ્યો હતો. શ્રી મોદીએ દેશની કૃષિ સંભવિતતાનો સંપૂર્ણ ઉપયોગ કરવાની અને વધુ મોટા લક્ષ્યાંકો હાંસલ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આ દિશામાં અંદાજપત્રમાં પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 100 સૌથી ઓછા ઉત્પાદક કૃષિ જિલ્લાઓનાં વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ વિકાસનાં વિવિધ માપદંડો પર, જોડાણ, સમન્વય અને સ્વસ્થ સ્પર્ધાથી લાભ મેળવવા, મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓનાં કાર્યક્રમનાં સકારાત્મક પરિણામોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે દરેકને આ જિલ્લાઓમાંથી પ્રાપ્ત થયેલા પરિણામોનો અભ્યાસ કરવા અને પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાને આગળ વધારવા માટેનાં બોધપાઠનો ઉપયોગ કરવા અપીલ કરી હતી, જે આ 100 જિલ્લાઓમાં ખેડૂતોની આવક વધારવામાં મદદરૂપ થશે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તાજેતરનાં વર્ષોમાં થયેલા પ્રયાસોથી દેશમાં કઠોળનું ઉત્પાદન વધ્યું છે, જો કે, સ્થાનિક વપરાશનો 20 ટકા હિસ્સો હજુ પણ આયાત પર નિર્ભર છે, જેના કારણે કઠોળના ઉત્પાદનમાં વધારો કરવાની જરૂર છે. અહીં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતે ચણા અને મગમાં આત્મનિર્ભરતા હાંસલ કરી છે, ત્યારે વટાણા, કાળા ચણા અને મસૂરની દાળના ઉત્પાદનમાં ઝડપ લાવવાની જરૂર છે. પલ્સ ઉત્પાદનને વેગ આપવા માટે, અદ્યતન બિયારણનો પુરવઠો જાળવવો અને સંકર જાતોને પ્રોત્સાહન આપવું જરૂરી છે, તેમણે જણાવ્યું હતું કે, આબોહવા પરિવર્તન, બજારની અનિશ્ચિતતા અને ભાવમાં વધઘટ જેવા પડકારોને પહોંચી વળવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
પાછલા દાયકામાં આઇસીએઆરએ તેના સંવર્ધન કાર્યક્રમમાં આધુનિક સાધનો અને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે અને તેના પરિણામે વર્ષ 2014થી 2024 વચ્ચે અનાજ, તેલીબિયાં, કઠોળ, ઘાસચારો અને શેરડી સહિત પાકની 2,900 નવી જાતો વિકસાવવામાં આવી છે એ બાબતનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ એ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો કે, આ નવી જાતો ખેડૂતોને વાજબી દરે ઉપલબ્ધ થાય અને હવામાનની અસરને કારણે તેમનાં ઉત્પાદનને કોઈ અસર ન થાય. તેમણે આ વર્ષના બજેટમાં ઊંચી ઉપજ આપતા બિયારણો માટે રાષ્ટ્રીય મિશનની જાહેરાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ખાનગી ક્ષેત્રનાં સહભાગીઓને આ બિયારણનાં પ્રસાર પર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી હતી, જેથી તેઓ બીજ શૃંખલાનો ભાગ બનીને નાના ખેડૂતો સુધી પહોંચે એ સુનિશ્ચિત કરે.
શ્રી મોદીએ નોંધ્યું હતું કે, અત્યારે લોકોમાં પોષણ વિશે જાગૃતિ વધી રહી છે અને તેમણે ભારમૂક્યો હતો કે, વધતી જતી માગને પહોંચી વળવા બાગાયત, ડેરી અને મત્સ્યપાલનનાં ઉત્પાદનો જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર રોકાણ કરવામાં આવ્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ફળો અને શાકભાજીના ઉત્પાદનને વેગ આપવા વિવિધ કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે તથા બિહારમાં મખાના બોર્ડની રચના કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે તમામ હિતધારકોને વિવિધ પોષકતત્વો ધરાવતા ખાદ્યપદાર્થોને પ્રોત્સાહન આપવા નવી રીતો શોધવા, દેશના દરેક ખૂણે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેમની પહોંચ સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.
મત્સ્યપાલન ક્ષેત્રનાં મૂલ્ય શૃંખલા, માળખાગત સુવિધા અને આધુનિકીકરણને મજબૂત કરવાનાં ઉદ્દેશ સાથે વર્ષ 2019માં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના શરૂ કરવાની યાદ અપાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પહેલથી મત્સ્યપાલન ક્ષેત્રમાં ઉત્પાદન, ઉત્પાદકતા અને લણણી પછીનાં વ્યવસ્થાપનમાં સુધારો થયો છે, ત્યારે વિવિધ યોજનાઓ મારફતે આ ક્ષેત્રમાં રોકાણમાં વધારો થયો છે, જેના પરિણામે મત્સ્ય ઉત્પાદન અને નિકાસ બમણી થઈ છે. તેમણે ભારતીય વિશિષ્ટ આર્થિક ઝોન અને ખુલ્લા સમુદ્રમાં સ્થાયી માછીમારીને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તથા આ ઉદ્દેશ માટે એક યોજના તૈયાર કરવામાં આવશે. શ્રી મોદીએ હિતધારકોને આ ક્ષેત્રમાં વેપાર–વાણિજ્ય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા વિચારો પર વિચારમંથન કરવા અને શક્ય તેટલી વહેલી તકે તેના પર કામ કરવાનું શરૂ કરવા અપીલ કરી હતી. તેમણે પરંપરાગત માછીમારોનાં હિતોનું રક્ષણ કરવાનાં મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અમારી સરકાર ગ્રામીણ અર્થતંત્રને સમૃદ્ધ કરવા માટે પ્રતિબદ્ધ છે.” તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના–ગ્રામીણ હેઠળ કરોડો ગરીબોને મકાનો પૂરાં પાડવામાં આવી રહ્યાં છે અને સ્વામીત્વ યોજનાએ મિલકત માલિકોને ‘રેકોર્ડ ઑફ રાઇટ્સ‘ આપ્યાં છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, સ્વ–સહાય જૂથોની આર્થિક તાકાતમાં વધારો થયો છે અને તેમને વધારાનો સાથસહકાર મળ્યો છે. તેમણે નોંધ્યું હતું કે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી નાના ખેડૂતો અને વ્યાવસાયિકોને લાભ થયો છે. 3 કરોડ લખપતિ દીદીઓનું નિર્માણ કરવાના લક્ષ્યાંક પર ભાર મૂકીને શ્રી મોદીએ એ વાત પર ભાર મૂક્યો હતો કે, જ્યારે 1.25 કરોડ મહિલાઓ લખપતિ દીદી બની ચૂકી છે, ત્યારે શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગ્રામીણ સમૃદ્ધિ અને વિકાસલક્ષી કાર્યક્રમો માટે આ બજેટમાં થયેલી જાહેરાતોએ રોજગારીની અનેક નવી તકો ઊભી કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, કૌશલ્ય અને ટેકનોલોજીમાં રોકાણ નવી તકો ઊભી કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ દરેકને હાલ ચાલી રહેલી યોજનાઓને વધારે અસરકારક કેવી રીતે બનાવી શકાય તેની ચર્ચા કરવા અપીલ કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેમનાં સૂચનો અને પ્રદાનથી સકારાત્મક પરિણામો હાંસલ થશે. તેમણે અંતમાં જણાવ્યું હતું કે, દરેકની સક્રિય ભાગીદારી ગામડાઓને સશક્ત બનાવશે અને ગ્રામીણ પરિવારોને સમૃદ્ધ બનાવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વેબિનાર બજેટની યોજનાઓના ઝડપી અમલીકરણને સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. તેમણે બજેટના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે એક સાથે કામ કરવા માટે સામેલ તમામ હિસ્સેદારોને વિનંતી કરી.
This year’s Union Budget aims to make the agriculture sector more resilient and prosperous. Addressing a webinar on ‘Agriculture and Rural Prosperity.’ https://t.co/5ounXdOelZ
— Narendra Modi (@narendramodi) March 1, 2025
विकसित भारत के लक्ष्य की ओर बढ़ रहे भारत के संकल्प बहुत स्पष्ट हैं।
हम सभी मिलकर एक ऐसे भारत के निर्माण में जुटे हैं, जहां किसान समृद्ध हो, सशक्त हो: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 1, 2025
हमने कृषि को विकास का पहला इंजन मानते हुए अपने अन्नदाताओं को गौरवपूर्ण स्थान दिया है।
हम दो बड़े लक्ष्यों की ओर एक साथ बढ़ रहे हैं – पहला, कृषि सेक्टर का विकास और दूसरा, हमारे गांवों की समृद्धि: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 1, 2025
हमने बजट में ‘पीएम धन धान्य कृषि योजना’ का ऐलान किया है।
इसके तहत देश के 100 सबसे कम कृषि उत्पादकता वाले जिले… low productivity वाले जिलों के विकास पर फोकस किया जाएगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 1, 2025
आज लोगों में पोषण को लेकर काफी जागरूकता बढ़ी है।
इसलिए, बागवानी, डेयरी और फिशरी प्रोडक्ट्स की बढ़ती मांग को देखते हुए इन सेक्टर्स में काफी इंवेस्टमेंट किया गया है। फल और सब्जियों का उत्पादन बढ़ाने के लिए अनेक कार्यक्रम चलाये जा रहे हैं।
बिहार में मखाना बोर्ड के गठन की घोषणा भी…
— PMO India (@PMOIndia) March 1, 2025
हमारी सरकार ग्रामीण अर्थव्यवस्था को समृद्ध बनाने के लिए प्रतिबद्ध है।
पीएम आवास योजना-ग्रामीण के तहत करोड़ों गरीबों को घर दिया जा रहा है, स्वामित्व योजना से संपत्ति मालिकों को ‘Record of Rights’ मिला है: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 1, 2025
AP/IJ/GP/JT