પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના ગુવાહાટીમાં ઝુમોઈર બિનાંદિની 2025 નામના મેગા ઝુમોઈર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ઊર્જા, ઉત્સાહ અને ઉત્સાહથી ભરપૂર વાતાવરણ ઊભું થયું હતું. તેમણે ઝુમોઇરના તમામ કલાકારો દ્વારા કરવામાં આવેલી પ્રભાવશાળી તૈયારીઓની નોંધ લીધી હતી, જેમાં ચાના બગીચાઓની સુગંધ અને સુંદરતા પ્રતિબિંબિત થાય છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, જે રીતે ઝુમોઈર અને ચાના બગીચાના કલ્ચર સાથે લોકોનો વિશેષ સંબંધ છે, તેવી જ રીતે તેઓ પણ આ જ પ્રકારનો સંબંધ ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે ઝુમોઈર નૃત્ય કરતા આટલી મોટી સંખ્યામાં કલાકારો એક વિક્રમ સર્જશે. વર્ષ 2023માં આસામની તેમની મુલાકાતને યાદ કરીને જ્યારે બિહુ નૃત્યની રજૂઆત કરતા 11,000 કલાકારોને જોડીને રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. ત્યારે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ તેમના માટે અવિસ્મરણીય સ્મૃતિ હતી. તેમણે ઉમેર્યું હતું કે, તેઓ આ પ્રકારની રોમાંચક કામગીરીની અપેક્ષા રાખતા હતા. તેમણે આસામ સરકાર અને તેનાં મુખ્યમંત્રીને ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન કરવા બદલ અભિનંદન આપ્યાં હતાં. તેમણે નોંધ્યું હતું કે, આજનો દિવસ આસામ માટે ગર્વનો દિવસ છે, જેમાં ટી કોમ્યુનિટી અને આદિવાસી લોકો આ ઉજવણીમાં સહભાગી થયા છે. તેમણે આ ખાસ દિવસે દરેકને શુભકામનાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આ પ્રકારનાં ભવ્ય કાર્યક્રમો આસામનાં ગૌરવનો પુરાવો હોવાની સાથે ભારતની મહાન વિવિધતાને પણ પ્રદર્શિત કરે છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, એક સમય હતો, જ્યારે વિકાસ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ આસામ અને ઉત્તરપૂર્વનાં દેશોની અવગણના કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, હવે તેઓ પોતે પૂર્વોત્તર સંસ્કૃતિના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, તેઓ આસામનાં કાઝીરંગામાં રોકાનારા પ્રથમ પ્રધાનમંત્રી છે અને દુનિયામાં તેની જૈવવિવિધતાને પ્રોત્સાહન આપશે. તેમણે એમ પણ નોંધ્યું હતું કે, થોડાં મહિના અગાઉ આસામી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો, આ માન્યતાની ;eયુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે, જે તેમની સરકારનાં પ્રયાસોને આભારી છે.
આસામનાં ગૌરવ વિશે વાત કરતાં મુઘલો સામે આસામની સંસ્કૃતિ અને ઓળખનું રક્ષણ કરનાર બહાદુર યોદ્ધા લચિત બોરફૂકનની 400મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી પર પ્રકાશ પાડ્યો હતો અને ઉલ્લેખ કર્યો હતો કે, પ્રજાસત્તાક દિવસની પરેડમાં તેમનાં ટેબ્લોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આસામમાં લચિત બોરફૂકનની 125 ફૂટની કાંસાની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આદિવાસી સમાજની ધરોહરને વધાવવા માટે જનજાતીય ગૌરવ દિવસની શરૂઆતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આદિવાસી બહાદુરોનાં યોગદાનને અમર બનાવવા માટે દેશભરમાં આદિવાસી સંગ્રહાલયોની સ્થાપના થઈ રહી છે.
તેમની સરકાર આસામનો વિકાસ કરી રહી છે અને ‘ટી ટ્રાઈબ્સ‘ સમુદાયની સેવા કરી રહી છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ આસામ ચા નિગમનાં કામદારોને તેમની આવક વધારવા માટે બોનસની જાહેરાત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ચાના બગીચાઓમાં આશરે 1.5 લાખ મહિલાઓને આપવામાં આવતી સહાય પર ભાર મૂક્યો હતો, જેમને ગર્ભાવસ્થા દરમિયાન નાણાકીય ચિંતાઓ દૂર કરવા માટે રૂ. 15,000 મળે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ ઉપરાંત આસામ સરકાર ચાના બગીચાઓમાં 350થી વધારે આયુષ્યમાન આરોગ્ય મંદિરો પરિવારોના સ્વાસ્થ્ય માટે ખોલી રહી છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, ટી ટ્રાઈબ્સનાં બાળકો માટે 100થી વધારે આદર્શ ચાનાં બગીચાની શાળાઓ ખોલવામાં આવી છે, જેમાં અન્ય 100 શાળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે ટી ટ્રાઈબ્સના યુવાનો માટે ઓબીસી ક્વોટામાં 3 ટકા અનામતની જોગવાઈ અને આસામ સરકાર દ્વારા આપવામાં આવતી સ્વરોજગારી માટે ₹25,000ની સહાયનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ચા ઉદ્યોગ અને એનાં કામદારોનો વિકાસ આસામનાં સંપૂર્ણ વિકાસને વેગ આપશે અને પૂર્વોત્તરને નવી ઊંચાઈએ લઈ જશે. તેમણે તમામ સહભાગીઓને તેમના આગામી પ્રદર્શન માટે આભાર માન્યો અને તેમને શુભેચ્છા પાઠવી.
આ કાર્યક્રમમાં આસામના રાજ્યપાલ શ્રી લક્ષ્મણ પ્રસાદ આચાર્ય, આસામના મુખ્યમંત્રી શ્રી હિમંત બિસ્વા શર્મા, કેન્દ્રીય મંત્રીઓ ડૉ. એસ. જયશંકર, શ્રી સર્બાનંદ સોનોવાલ, ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી પવિત્ર માર્ગેરીતા સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
પાર્શ્વ ભાગ
ઝુમોઇર બિનંદિની (મેગા ઝુમોઇર) 2025, એક અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમ છે જેમાં 8,000 કલાકારો ઝુમોઇર નૃત્યમાં ભાગ લે છે, જે આસામના ટી ટ્રાઈબ્સ અને આદિવાસી સમુદાયોનું લોકનૃત્ય છે જે સમાવેશીતા, એકતા અને સાંસ્કૃતિક ગૌરવની ભાવનાને મૂર્તિમંત કરે છે, અને આસામના સમન્વયાત્મક સાંસ્કૃતિક મિશ્રણનું પ્રતીક છે. મેગા ઝુમોઇર કાર્યક્રમ ચા ઉદ્યોગના 200 વર્ષ અને આસામમાં ઔદ્યોગિકીકરણના 200 વર્ષનું પણ પ્રતીક છે.
Delighted to be amongst the wonderful people of Assam at the vibrant Jhumoir Binandini programme. Grateful for the warmth and affection. https://t.co/fER1Jfg2cf
— Narendra Modi (@narendramodi) February 24, 2025
AP/IJ/GP/JD
Delighted to be amongst the wonderful people of Assam at the vibrant Jhumoir Binandini programme. Grateful for the warmth and affection. https://t.co/fER1Jfg2cf
— Narendra Modi (@narendramodi) February 24, 2025
PM @narendramodi participated in the Jhumoir Binandini programme in Guwahati, Assam. Here are a few glimpses. pic.twitter.com/e4ffqf5EJm
— PMO India (@PMOIndia) February 24, 2025
Every moment of Jhumoir Binandini was pure magic! This was an experience that touched the soul.
— Narendra Modi (@narendramodi) February 24, 2025
As we celebrate 200 years of Assam Tea, this programme beautifully merges history, culture and emotion.
The culture of the tea tribes, their spirit and their deep connection to the… pic.twitter.com/7BxtdNyCqB
I call upon people across India to know more about Jhumoir and the exceptional culture of the tea tribes. Today’s programme will be remembered as a monumental effort in this direction. pic.twitter.com/2DXEfYFRcB
— Narendra Modi (@narendramodi) February 24, 2025
ঝুমইৰ বিনন্দিনীৰ প্ৰতিটো মুহূৰ্ত যাদুৰ দৰে লাগিল! এয়া এক অন্তৰস্পৰ্শী অভিজ্ঞতা আছিল।
— Narendra Modi (@narendramodi) February 24, 2025
আমি অসমৰ চাহৰ ২০০ বছৰ উদযাপন কৰাৰ সময়ত এই অনুষ্ঠানত ইতিহাস, সংস্কৃতি আৰু আৱেগৰ সুন্দৰ মিশ্ৰণ ঘটিছে।
চাহ জনগোষ্ঠীৰ সংস্কৃতি, তেওঁলোকৰ উদ্যম আৰু এই ভূমিৰ সৈতে তেওঁলোকৰ গভীৰ সংযোগ সকলো আজি… pic.twitter.com/0j44v8vgi5
ভাৰতবৰ্ষৰ সকলো জনসাধাৰণক ঝুমইৰ আৰু চাহ জনজাতিসকলৰ ব্যতিক্ৰমী সংস্কৃতিৰ বিষয়ে অধিক জানিবলৈ আহ্বান জনাইছো। আজিৰ অনুষ্ঠানটো এই দিশত এক মহত্বপূৰ্ণ প্ৰচেষ্টা হিচাপে স্মৰণীয় হৈ থাকিব। pic.twitter.com/knn8Em1dq7
— Narendra Modi (@narendramodi) February 24, 2025