પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેરિસમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોન સાથે એઆઈ એક્શન સમિટની સહ–અધ્યક્ષતા કરી હતી. 6-7 ફેબ્રુઆરીના રોજ સાયન્સ ડેઝ સાથે શરૂ થયેલી આ એક સપ્તાહ લાંબી સમિટ, ત્યારબાદ 8-9 ફેબ્રુઆરીએ કલ્ચરલ વીકએન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સમાપન એક ઉચ્ચ–સ્તરીય સેગમેન્ટમાં થયું હતું, જેમાં વૈશ્વિક નેતાઓ, નીતિ ઘડવૈયાઓ અને ઉદ્યોગના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.
હાઈ–લેવલ સેગમેન્ટની શરૂઆત રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા 10 ફેબ્રુઆરીના રોજ એલિસી પેલેસ ખાતે આયોજિત ડિનરથી થઈ હતી, જેમાં રાજ્ય અને સરકારના વડાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નેતાઓ, મુખ્ય એઆઇ કંપનીઓના સીઇઓ અને અન્ય પ્રતિષ્ઠિત સહભાગીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
આજે પૂર્ણ અધિવેશનમાં રાષ્ટ્રપતિ મેક્રોને પ્રધાનમંત્રીને સમિટના સહ–અધ્યક્ષ તરીકે પ્રારંભિક સંબોધન કરવા આમંત્રણ આપ્યું હતું. પોતાનાં સંબોધનમાં પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, દુનિયા એઆઇ યુગની શરૂઆતમાં હતી, જ્યાં આ ટેકનોલોજી ઝડપથી માનવતા માટે આચારસંહિતા લખી રહી હતી તથા આપણા રાજકારણ, અર્થતંત્ર, સુરક્ષા અને સમાજને પુનઃ આકાર આપી રહી હતી. અસરની દ્રષ્ટિએ એઆઈ માનવ ઇતિહાસમાં અન્ય તકનીકી સીમાચિહ્નોથી ખૂબ જ અલગ છે તે વાત પર ભાર મૂકીને, તેમણે શાસન અને ધોરણો સ્થાપિત કરવા માટે સામૂહિક વૈશ્વિક પ્રયત્નો માટે હાકલ કરી હતી. જે સમાન મૂલ્યોને જાળવી રાખે છે, જોખમોને સંબોધિત કરે છે અને વિશ્વાસનું નિર્માણ કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે શાસન એ માત્ર જોખમોનું સંચાલન કરવા વિશે જ નહીં, પણ નવીનતાને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક સારા માટે તેને જમાવવા વિશે પણ છે. આ સંબંધમાં તેમણે તમામ માટે, ખાસ કરીને ગ્લોબલ સાઉથ માટે એઆઇની પહોંચ સુનિશ્ચિત કરવા માટે હિમાયત કરી હતી. તેમણે ટેકનોલોજી અને તેના લોકો–કેન્દ્રિત એપ્લિકેશન્સનું લોકશાહીકરણ કરવાનું આહ્વાન કર્યું હતું. જેથી સ્થાયી વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવા વાસ્તવિકતા બની શકે. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન જેવી પહેલો મારફતે ભારત–ફ્રાંસની સ્થાયી ભાગીદારીની સફળતા તરફ ઇશારો કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એ સ્વાભાવિક છે કે બંને દેશો સ્માર્ટ અને જવાબદાર ભવિષ્ય માટે નવીનતાની ભાગીદારીનું નિર્માણ કરવા હાથ મિલાવી રહ્યાં હોય.
પ્રધાનમંત્રીએ ખુલ્લી અને સુલભ ટેકનોલોજી પર આધારિત 1.4 અબજ નાગરિકો માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં ભારતની સફળતા પર પ્રકાશ પાડ્યો હતો. ભારતનાં એઆઇ અભિયાન વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારત તેની વિવિધતાને ધ્યાનમાં રાખીને એઆઇ માટે તેનું પોતાનું લાર્જ લેંગ્વેજ મોડલ તૈયાર કરી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, એઆઇનો લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવા ભારત પોતાનાં અનુભવો વહેંચવા તૈયાર છે. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, ભારત આગામી એઆઇ સમિટનું યજમાન બનશે. પ્રધાનમંત્રીનું સંપૂર્ણ સંબોધન અહીં [પ્રારંભિક સંબોધન; સમાપન સંબોધન] જોઈ શકાય છે.
સમિટનું સમાપન નેતાઓના નિવેદનને સ્વીકારવાની સાથે થયું હતું. આ શિખર સંમેલનમાં મહત્ત્વપૂર્ણ વિષયો પર ચર્ચા થઈ હતી, જેમાં સમાવેશને સુનિશ્ચિત કરવા એઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વધારે સુલભતા, જાહેર હિત માટે એઆઇ, એઆઇનો જવાબદાર ઉપયોગ, એઆઇને વધારે વૈવિધ્યપૂર્ણ અને સ્થાયી બનાવવા તથા એઆઇનું સલામત અને વિશ્વસનીય શાસન સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે.
Addressing the AI Action Summit in Paris. https://t.co/l9VUC88Cc8
— Narendra Modi (@narendramodi) February 11, 2025
AI is writing the code for humanity in this century. pic.twitter.com/dpCdazKoKZ
— PMO India (@PMOIndia) February 11, 2025
There is a need for collective global efforts to establish governance and standards that uphold our shared values, address risks and build trust. pic.twitter.com/E4kb640Qjk
— PMO India (@PMOIndia) February 11, 2025
AI can help transform millions of lives by improving health, education, agriculture and so much more. pic.twitter.com/IcVPKDdgpk
— PMO India (@PMOIndia) February 11, 2025
We need to invest in skilling and re-skilling our people for an AI-driven future. pic.twitter.com/WIFgF28Ze3
— PMO India (@PMOIndia) February 11, 2025
We are developing AI applications for public good. pic.twitter.com/WM7Pn0N5jv
— PMO India (@PMOIndia) February 11, 2025
India is ready to share its experience and expertise to ensure that the AI future is for Good, and for All. pic.twitter.com/it92oTnL8E
— PMO India (@PMOIndia) February 11, 2025
AP/IJ/GP/JD