નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી પર, જેને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સંસદનાં સેન્ટ્રલ હોલમાં યુવાન મિત્રો સાથે ખાસ વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને પૂછ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં દેશનું લક્ષ્ય શું હતું, જેના જવાબમાં એક વિદ્યાર્થીએ અત્યંત આત્મવિશ્વાસ સાથે ભારતને વિકસિત રાષ્ટ્ર (વિકસિત ભારત) બનાવવા જવાબ આપ્યો હતો. જ્યારે પ્રધાનમંત્રી દ્વારા પૂછવામાં આવ્યું કે ફક્ત 2047 સુધી જ શા માટે, ત્યારે અન્ય એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે “ત્યાં સુધીમાં, આપણી વર્તમાન પેઢી રાષ્ટ્રની સેવા માટે તૈયાર થઈ જશે જ્યારે ભારત તેની સ્વતંત્રતાની શતાબ્દી ઉજવશે.”
પછી શ્રી મોદીએ વિદ્યાર્થીઓને આજનાં મહત્ત્વ વિશે પૂછ્યું હતું, જેનો જવાબ આપ્યો હતો કે, નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી છે, જેમનો જન્મ ઓડિશાનાં કટકમાં થયો હતો. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, નેતાજી બોઝની જન્મજયંતીની ઉજવણી કરવા કટકમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે એક અન્ય વિદ્યાર્થીને પૂછ્યું કે નેતાજીની કઈ કહેવત તમને સૌથી વધુ પ્રેરિત કરે છે, જેના જવાબમાં તેમણે જવાબ આપ્યો, “મને લોહી આપો અને હું તમને સ્વતંત્રતાનું વચન આપું છું”. તેમણે વધુમાં સમજાવ્યું કે નેતાજી બોઝે તેમના દેશને અન્ય બધાથી ઉપર રાખીને સાચા નેતૃત્વનું પ્રદર્શન કર્યું હતું અને આ સમર્પણ આપણને ખૂબ પ્રેરણા આપતું રહે છે. ત્યારબાદ પ્રધાનમંત્રીએ પૂછ્યું હતું કે, આ પ્રેરણાથી તમે કયાં પગલાં લો છો, જેના જવાબમાં વિદ્યાર્થિનીએ જવાબ આપ્યો હતો કે, તે દેશનાં કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે પ્રેરિત છે, જે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી)નો એક ભાગ છે. ત્યારબાદ પ્રધાનમંત્રીએ બાળકીને પૂછ્યું કે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે ભારતમાં શું પહેલ કરવામાં આવી છે, જેના જવાબમાં તેમણે કહ્યું કે ઇલેક્ટ્રિક વાહનો અને બસો શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી 1,200થી વધારે ઇલેક્ટ્રિક બસો દિલ્હીમાં કાર્યરત છે અને વધારે બસો શરૂ કરવામાં આવશે.
પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને પીએમ સૂર્યગઢ યોજના વિશે આબોહવામાં પરિવર્તનનો સામનો કરવાનાં સાધન તરીકે સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે આ યોજનાના ભાગરૂપે ઘરની છત પર સોલર પેનલ લગાવવામાં આવી હતી, જે સૌર ઊર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરશે, જેથી વીજળીનું બિલ ભરવાની જરૂરિયાત દૂર થશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ ઇ-વાહનોને ચાર્જ કરવા માટે થઈ શકે છે, જેથી અશ્મિભૂત ઇંધણ પરનાં ખર્ચને દૂર કરી શકાય છે અને પ્રદૂષણને કાબૂમાં કરી શકાય છે. શ્રી મોદીએ વિદ્યાર્થીઓને વધુમાં જણાવ્યું હતું કે, વ્યક્તિગત ઉપયોગ પછી ઘર આંગણે પેદા થનારી કોઈ પણ વધારાની વીજળીનું વેચાણ સરકારને કરી શકાશે, જે તમારી પાસેથી વીજળી ખરીદશે અને નાણાકીય વળતર પ્રદાન કરશે. તેમણે ઉમેર્યું કે આનો અર્થ એ છે કે તમે ઘરે વીજળી ઉત્પન્ન કરી શકો છો અને તેને નફા માટે વેચી શકો છો.
Paid homage to Netaji Subhas Chandra Bose. Don’t miss the special interaction with my young friends! pic.twitter.com/M6Fg3Npp1r
— Narendra Modi (@narendramodi) January 23, 2025
AP/IJ/GP/JD
Paid homage to Netaji Subhas Chandra Bose. Don’t miss the special interaction with my young friends! pic.twitter.com/M6Fg3Npp1r
— Narendra Modi (@narendramodi) January 23, 2025