Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય હવામાન વિભાગના 150માં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય હવામાન વિભાગના 150માં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના 150માં સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, આઇએમડીનાં 150 વર્ષ માત્ર વિભાગની સફરનું પ્રતિનિધિત્વ નથી કરતાં, પણ ભારતમાં આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીની ગૌરવવંતી સફરનું પણ પ્રતિનિધિત્વ કરે છે. તેમણે પ્રશંસા કરી કે આઇએમડીએ દોઢ સદીઓમાં લાખો ભારતીયોની સેવા કરી છે અને તે ભારતની વૈજ્ઞાનિક પ્રગતિનું પ્રતીક બની ગયું છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આઇએમડીની ઉપલબ્ધિઓ વિશે આજે એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, વર્ષ 2047માં આઇએમડીનાં ભવિષ્યની રૂપરેખા આપતો વિઝન ડોક્યુમેન્ટ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ભારત આઝાદીનાં 100 વર્ષની ઉજવણી કરશે. તેમણે આઇએમડીનાં 150 વર્ષનાં મહત્ત્વપૂર્ણ પ્રસંગે નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આઇએમડીએ તેની 150 વર્ષની સફરનાં ભાગરૂપે યુવાનોને જોડવા માટે રાષ્ટ્રીય હવામાન વિજ્ઞાન ઓલિમ્પિયાડનું આયોજન કર્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, હજારો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેનાથી હવામાન વિજ્ઞાનમાં તેમનો રસ વધશે. શ્રી મોદીએ થોડા સમય અગાઉ કાર્યક્રમ સ્થળ પર આયોજિત પ્રદર્શનમાં યુવાનો સાથેનાં પોતાનાં સંવાદને યાદ કર્યો હતો અને પ્રસંગે સામેલ થયેલા તમામ યુવાનોને અભિનંદન આપ્યાં હતાં.

મકરસંક્રાંતિની ખૂબ નજીક 15મી જાન્યુઆરી, 1875ના રોજ આઇએમડીની સ્થાપના કરવામાં આવી હતી બાબત પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ કહ્યું હતું કે, “આપણે સૌ ભારતની પરંપરામાં મકરસંક્રાંતિના મહત્ત્વને જાણીએ છીએ.” તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતના વતની તરીકે તેમનો પ્રિય તહેવાર મકરસંક્રાંતિ રહેતો હતો. અંગે વધુ જણાવતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, મકરસંક્રાંતિએ સૂર્યનું મકર રાશિમાં ગોચર અને તેના ઉત્તર તરફના સ્થળાંતરને ચિહ્નિત કર્યું હતું, જે ઉત્તરાયણ તરીકે ઓળખાય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, સમયગાળો ઉત્તર ગોળાર્ધમાં સૂર્યપ્રકાશમાં ક્રમશઃ વધારો સૂચવે છે, જે ખેતી માટેની તૈયારીઓ તરફ દોરી જાય છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, મકરસંક્રાંતિ સમગ્ર ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી વિવિધ સાંસ્કૃતિક અભિવ્યક્તિઓ સાથે ઉજવવામાં આવે છે. તેમણે પ્રસંગે તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “કોઈ પણ દેશની વૈજ્ઞાનિક સંસ્થાઓની પ્રગતિ વિજ્ઞાન પ્રત્યેની તેની જાગૃતિને પ્રતિબિંબિત કરે છે.” તેમણે નોંધ્યું હતું કે, વૈજ્ઞાનિક સંસ્થાઓમાં સંશોધન અને નવીનતા નવા ભારતનાં દ્રષ્ટિકોણનો અભિન્ન ભાગ છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં એક દાયકામાં આઇએમડીનાં માળખાગત સુવિધા અને ટેકનોલોજીમાં અભૂતપૂર્વ વિસ્તરણ થયું છે, જેમાં ડોપ્લર વેધર રડાર, ઓટોમેટિક વેધર સ્ટેશનો, રનવે વેધર મોનિટરિંગ સિસ્ટમ અને જિલ્લાવાર વરસાદ મોનિટરિંગ સ્ટેશનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, જે તમામને અપગ્રેડ કરવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતમાં હવામાન શાસ્ત્રને અંતરિક્ષ અને ડિજિટલ ટેકનોલોજીથી ઘણો લાભ થાય છે. તેમણે નોંધ્યું હતું કે એન્ટાર્કટિકામાં ભારત બે હવામાનશાસ્ત્રીય વેધશાળાઓ ધરાવે છે, જેનું નામ મૈત્રી અને ભારતી છે અને ગયા વર્ષે, સુપર કમ્પ્યુટર્સ આર્ક અને અરુણિકાને રજૂ કરવામાં આવ્યા હતા, જે આઇએમડીની વિશ્વસનીયતામાં વધારો કરે છે. પ્રધાનમંત્રીએમિશન મૌસમશરૂ કરવાની જાહેરાત કરી હતી, જે ભારતની સ્થાયી ભવિષ્ય અને ભવિષ્યની સજ્જતા પ્રત્યેની કટિબદ્ધતાનું પ્રતીક છે, જે સુનિશ્ચિત કરે છે કે દેશ તમામ હવામાનની સ્થિતિ માટે તૈયાર છે અને આબોહવાસ્માર્ટ રાષ્ટ્ર બની રહ્યો છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિજ્ઞાનની પ્રાસંગિકતા માત્ર નવી ઊંચાઈઓ સુધી પહોંચવામાં નહીં, પણ સામાન્ય વ્યક્તિનાં જીવનની સરળતાને સુધારવામાં પણ રહેલી છે. તેમણે જણાવ્યું હતું કે આઇએમડીએ હવામાનની સચોટ માહિતી દરેક સુધી પહોંચે તેની ખાતરી કરીને માપદંડ પર આગળ વધ્યું છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘તમામ માટે વહેલાસર ચેતવણીપહેલ હવે 90 ટકાથી વધારે વસતિને આવરી લે છે. તેમણે નોંધ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ ભૂતકાળના અને આગામી 10 દિવસના હવામાનની માહિતી કોઈ પણ સમયે મેળવી શકે છે, જેની આગાહીઓ વોટ્સએપ પર પણ ઉપલબ્ધ છે. તેમણે ઉમેર્યું કેમેઘદૂત મોબાઇલ એપ્લિકેશનતમામ સ્થાનિક ભાષાઓમાં હવામાનની માહિતી પ્રદાન કરે છે. શ્રી મોદીએ ધ્યાન દોર્યું હતું કે, 10 વર્ષ અગાઉ ફક્ત 10 ટકા ખેડૂતો અને પશુપાલકોએ હવામાનને લગતી સલાહોનો ઉપયોગ કર્યો હતો, પણ અત્યારે સંખ્યા વધીને 50 ટકાથી વધારે થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે વીજળીની ચેતવણીઓ હવે મોબાઇલ ફોન્સ પર શક્ય છે. પ્રધાનમંત્રીએ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, અગાઉ લાખો દરિયાઈ માછીમારોનાં પરિવારો જ્યારે દરિયામાં જતાં હતાં, ત્યારે તેઓ ચિંતિત હતાં, પણ હવે આઇએમડીનાં સાથસહકાર સાથે માછીમારોને સમયસર ચેતવણીઓ મળે છે. તેમણે ઉમેર્યું હતું કે, રિયલટાઇમ અપડેટ્સ સલામતી વધારે છે તથા કૃષિ અને બ્લૂ ઇકોનોમી જેવા ક્ષેત્રોને મજબૂત કરે છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “કોઈ પણ દેશની આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતા માટે હવામાન વિજ્ઞાન મહત્ત્વપૂર્ણ છે.” શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, કુદરતી આપત્તિઓની અસરને લઘુતમ કરવા માટે હવામાન વિજ્ઞાનની કાર્યદક્ષતા મહત્તમ કરવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત સતત મહત્ત્વને સમજે છે અને હવે એક સમયે અનિવાર્ય ગણાતી આપત્તિઓની અસરોને ઓછી કરવા સક્ષમ છે. કંડલા, કચ્છમાં વર્ષ 1998માં આવેલા ચક્રવાતી તોફાન અને 1999માં ઓડિશામાં સુપર સાયક્લોનને કારણે થયેલી તબાહીને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જોકે, તાજેતરના વર્ષોમાં અસંખ્ય મોટા ચક્રવાત અને આપત્તિઓ છતાં ભારતે મોટા ભાગના કિસ્સાઓમાં જાનહાનિને ઓછામાં ઓછી કરી છે કે નાબૂદ કરી છે. તેમણે સફળતાઓમાં હવામાન વિભાગની નોંધપાત્ર ભૂમિકાને શ્રેય આપ્યો. તેમણે નોંધ્યું હતું કે, વિજ્ઞાન અને સજ્જતાનાં સંકલનથી અબજો રૂપિયાનું આર્થિક નુકસાન પણ ઓછું થયું છે, જેનાથી અર્થતંત્રમાં સ્થિતિસ્થાપકતાનું સર્જન થયું છે અને રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વિજ્ઞાનમાં પ્રગતિ અને તેનો સંપૂર્ણ ઉપયોગ દેશની વૈશ્વિક છબી માટે ચાવીરૂપ છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતની હવામાન વિજ્ઞાનની પ્રગતિએ તેની આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાને મજબૂત કરી છે, જેનો લાભ સમગ્ર વિશ્વને મળ્યો છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારતની ફ્લેશ ફ્લડ ગાઇડન્સ સિસ્ટમ નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાને માહિતી પ્રદાન કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, ‘વિશ્વ બંધુતરીકે ભારત કુદરતી આપત્તિઓમાં અન્ય દેશોને મદદ કરવા હંમેશા પ્રથમ ક્રમે આવે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, તેનાથી ભારતની વૈશ્વિક છબીમાં વધારો થયો છે. તેમણે સિદ્ધિમાં નોંધપાત્ર પ્રદાન કરવા બદલ આઇએમડી વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી.

આઇએમડીની 150મી વર્ષગાંઠના પ્રસંગે હવામાનશાસ્ત્રની કુશળતાના ભારતના સમૃદ્ધ ઇતિહાસનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, હવામાન માનવ ઉત્ક્રાંતિને અસર કરતું પ્રાથમિક પરિબળ રહ્યું છે અને સમગ્ર ઇતિહાસમાં દુનિયાભરનાં લોકોએ સતત હવામાન અને પર્યાવરણને સમજવાનો પ્રયાસ કર્યો છે. વેદો, સંહિતાઓ અને સૂર્ય સિદ્ધાંત જેવા પ્રાચીન ગ્રંથોમાં પરંપરાગત જ્ઞાનનું દસ્તાવેજીકરણ, શુદ્ધિકરણ અને ઊંડો અભ્યાસ કરવામાં આવ્યો છે વાત પર ભાર મૂકતા શ્રી મોદીએ હવામાનશાસ્ત્રની કુશળતાના ભારતના સમૃદ્ધ ઇતિહાસની ચર્ચા કરતાં કહ્યું હતું કે, તમિલનાડુનું સંગમ સાહિત્ય અને ઉત્તરમાં ઘાઘ ભદરીના લોકસાહિત્યમાં હવામાનશાસ્ત્રની વિસ્તૃત માહિતી છે. તેમણે નોંધ્યું હતું કે હવામાનશાસ્ત્રને અલગ શાખા માનવામાં આવતી નથી, પરંતુ તે ખગોળશાસ્ત્રીય ગણતરીઓ, આબોહવા અભ્યાસ, પ્રાણીઓની વર્તણૂક અને સામાજિક અનુભવો સાથે સંકલિત છે. પ્રધાનમંત્રીએ કૃષિ પરાશર અને બૃહત સંહિતા જેવા મહત્ત્વપૂર્ણ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં વાદળોની રચના અને પ્રકારો તથા ગ્રહોની સ્થિતિ પર ગાણિતિક કામગીરીનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. કૃષિ પરાશરને ટાંકીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, વાતાવરણમાં ઊંચું કે નીચું દબાણ અને તાપમાન વાદળની લાક્ષણિકતાઓ અને વરસાદને અસર કરે છે. તેમણે પ્રાચીન વિદ્વાનોએ આધુનિક મશીનરી વિના કરેલા વિસ્તૃત સંશોધન પર ટિપ્પણી કરી હતી, તેમના ગહન જ્ઞાન અને સમર્પણ પર ભાર મૂક્યો હતો. તેમણે સાબિત થયેલા પરંપરાગત જ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે જોડવાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને દિશામાં વધુ સંશોધન કરવાનો આગ્રહ કર્યો હતો. પ્રધાનમંત્રીએ થોડાં વર્ષો અગાઉ તેમણે લોંચ કરેલા પુસ્તકપ્રિમોડર્ન કચ્છી નેવિગેશન ટેકનિક્સ એન્ડ વોયેજનો ઉલ્લેખ કર્યો હતો, જે ગુજરાતનાં ખલાસીઓનાં સદીઓ જૂનાં દરિયાઈ જ્ઞાનનું દસ્તાવેજીકરણ કરે છે. તેમણે ભારતના આદિવાસી સમુદાયોની અંદર જ્ઞાનના સમૃદ્ધ વારસાને પણ સ્વીકાર્યો હતો, જેમાં પ્રકૃતિ અને પ્રાણીઓના વર્તનની ઊંડી સમજનો સમાવેશ થાય છે. તેમણે સમકાલીન વૈજ્ઞાનિક પદ્ધતિઓ સાથે જ્ઞાનના વધુ સંશોધન અને સંકલન માટે હાકલ કરી હતી.

આઇએમડીની હવામાન વિભાગની આગાહી જેમ જેમ વધુ સચોટ બનશે, તેમ તેમ તેનું મહત્ત્વ વધશે વાત પર ભાર મૂકતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આઇએમડીનાં ડેટાની માગ વિવિધ ક્ષેત્રો, ઉદ્યોગો અને રોજિંદા જીવનમાં પણ વધશે. પ્રધાનમંત્રીએ ધરતીકંપ જેવી કુદરતી આપત્તિઓ માટે ચેતવણીની વ્યવસ્થા વિકસાવવા સહિત ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે વૈજ્ઞાનિકો, સંશોધન વિદ્વાનો અને આઇએમડી જેવી સંસ્થાઓને નવી સફળતાઓ માટે કામ કરવા પ્રોત્સાહન આપ્યું હતું. પોતાનાં સંબોધનનું સમાપન કરતાં શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારત વૈશ્વિક સેવા અને સુરક્ષામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. તેમણે આઇએમડી અને હવામાન વિજ્ઞાન સાથે સંકળાયેલા તમામ લોકોને તેમની 150 વર્ષની યાત્રા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમમાં કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) ડો.જિતેન્દ્ર સિંહ, વિશ્વ હવામાન સંગઠન (ડબ્લ્યુએમઓ)ના મહાસચિવ પ્રોફેસર સેલેસ્ટે સૌલો ઉપસ્થિત રહ્યા હતા.

પાશ્વ ભાગ

પ્રધાનમંત્રીએ આપણા દેશનેહવામાન માટે તૈયાર અને આબોહવાસ્માર્ટરાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ સાથેમિશન મૌસમનો શુભારંભ કરાવ્યો હતો. મિશનનો ઉદ્દેશ અત્યાધુનિક હવામાન દેખરેખ તકનીકો અને પ્રણાલીઓ વિકસિત કરીને, હાઈરિઝોલ્યુશન વાતાવરણીય અવલોકનો, આગામી પેઢીના રડાર અને ઉપગ્રહો અને ઉચ્ચકાર્યક્ષમતા ધરાવતા કમ્પ્યુટર્સનો અમલ કરીને લક્ષ્યાંક હાંસલ કરવાનો છે. તે હવામાન અને આબોહવા પ્રક્રિયાઓની સમજણમાં સુધારો કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે, હવા ગુણવત્તા ડેટા પ્રદાન કરશે જે લાંબા ગાળે હવામાન વ્યવસ્થાપન અને હસ્તક્ષેપની વ્યૂહરચના બનાવવામાં મદદ કરશે.

પ્રધાનમંત્રીએ હવામાન સંબંધિત સ્થિતિસ્થાપકતા અને આબોહવામાં ફેરફારનાં અનુકૂલન માટે આઇએમડી વિઝન – 2047 દસ્તાવેજ પણ જાહેર કર્યો હતો. તેમાં હવામાનની આગાહી, હવામાન વ્યવસ્થાપન અને આબોહવા પરિવર્તનના શમન માટેની યોજનાઓનો સમાવેશ થાય છે.

આઇએમડીનાં 150માં સ્થાપના દિવસની ઉજવણી કરવા માટે છેલ્લાં 150 વર્ષ દરમિયાન આઇએમડીની સિદ્ધિઓ, ભારતને આબોહવાને અનુકૂળ બનાવવામાં તેની ભૂમિકાને પ્રદર્શિત કરવા તથા વિવિધ હવામાન અને આબોહવા સેવાઓ પ્રદાન કરવામાં સરકારી સંસ્થાઓએ ભજવેલી ભૂમિકાને પ્રદર્શિત કરવા શ્રેણીબદ્ધ કાર્યક્રમો, પ્રવૃત્તિઓ અને કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com