Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદઘાટન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદઘાટન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 અને જયપુરમાં જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (જેઇસીસી) ખાતે રાજસ્થાન ગ્લોબલ બિઝનેસ એક્સ્પોનું ઉદઘાટન કર્યું હતું. પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજનો દિવસ રાજસ્થાનની સફળતાની સફરનો વધુ એક વિશેષ દિવસ છે. તેમણે પિંક સિટીજયપુર ખાતે રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 માટે તમામ ઉદ્યોગ અને વ્યાવસાયિક અગ્રણીઓ, રોકાણકારો, પ્રતિનિધિઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે રાજસ્થાન સરકારને પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારતમાં વ્યાવસાયિક વાતાવરણને કારણે વ્યાવસાયિક નિષ્ણાતો અને રોકાણકારો ઉત્સાહિત છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, પર્ફોર્મ, ટ્રાન્સફોર્મ અને રિફોર્મનાં મંત્ર સાથે ભારતે જે પ્રગતિ જોઈ છે, તે દરેક ક્ષેત્રમાં દેખાય છે. શ્રી મોદીએ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, આઝાદીનાં 7 દાયકા પછી ભારત દુનિયામાં 11મા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર ઊભું કરી શક્યું છે, પણ છેલ્લાં દાયકામાં ભારત દુનિયામાં પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “છેલ્લાં 10 વર્ષમાં ભારતનું અર્થતંત્ર અને નિકાસ લગભગ બમણી થઈ ગઈ છે.” તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2014 અગાઉનાં દાયકાની સરખામણીમાં છેલ્લાં દાયકામાં પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં પણ બે ગણો વધારો થયો છે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે ભારતનો માળખાગત ખર્ચ લગભગ 2 ટ્રિલિયન રૂપિયાથી વધીને 11 ટ્રિલિયન રૂપિયા થઈ ગયો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારતની સફળતા લોકશાહી, વસતિ, ડિજિટલ ડેટા અને ડિલિવરીની સાચી શક્તિ પ્રદર્શિત કરે છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારત જેવા વૈવિધ્યપૂર્ણ દેશમાં લોકશાહીની સફળતા અને સશક્તિકરણ પોતાનામાં એક મોટી સિદ્ધિ છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, એક લોકશાહી રાષ્ટ્ર હોવા છતાં માનવતાનું કલ્યાણ ભારતની ફિલસૂફીનું હાર્દ છે. તેમણે કહ્યું હતું કે, તે ભારતનું મૂળ પાત્ર છે. તેમણે લોકશાહી અધિકારોનો ઉપયોગ કરવા અને ભારતમાં સ્થિર સરકાર સુનિશ્ચિત કરવા બદલ ભારતનાં લોકોની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ ભારતની પ્રાચીન પરંપરાઓને આગળ વધારવા માટે યુવા શક્તિ સમાન જનસંખ્યાની પ્રશંસા કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, ભારત આગામી ઘણાં વર્ષો સુધી દુનિયામાં સૌથી યુવા દેશોમાં સ્થાન ધરાવશે અને ભારતમાં યુવાનોનો સૌથી મોટો સમુદાય હશે તેમજ સૌથી મોટું કૌશલ્ય ધરાવતું યુવા જૂથ પણ હશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર દિશામાં અનેક હકારાત્મક પગલાં લઈ રહી છે.

શ્રી મોદીએ નોંધ્યું હતું કે, છેલ્લાં દાયકામાં ભારતની યુવાશક્તિએ આપણી તાકાતમાં વધુ એક પરિમાણ ઉમેર્યું છે અને નવું પરિમાણ ભારતની ટેક પાવર અને ડેટા પાવર છે. દુનિયામાં દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી અને ડેટાના મહત્વ પર ભાર મૂકતા શ્રી મોદીએ કહ્યું હતું કે, “ સદી ટેકનોલોજી આધારિત અને ડેટા આધારિત છે.” તેમણે નોંધ્યું હતું કે, છેલ્લાં એક દાયકામાં ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારાઓની સંખ્યામાં આશરે 4 ગણો વધારો થયો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં નવા રેકોર્ડ બની રહ્યા છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત દુનિયામાં લોકશાહીની તેની વાસ્તવિક શક્તિ, વસતિ અને ડેટા પ્રદર્શિત કરી રહ્યું છે. “ભારતે દર્શાવ્યું છે કે ડિજિટલ ટેકનોલોજીના લોકશાહીકરણથી દરેક ક્ષેત્ર અને સમુદાયને કેવી રીતે લાભ થાય છે.” યુપીઆઈ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સિસ્ટમ, ગવર્મેન્ટ માર્કેટપ્લેસ (જીઇએમ), ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ઓએનડીવીસી) જેવી ભારતની વિવિધ ડિજિટલ પહેલોનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે, પ્રકારનાં ઘણાં પ્લેટફોર્મ છે, જે ડિજિટલ ઇકોસિસ્ટમની શક્તિનું પ્રદર્શન કરે છે. તેમણે ઉમેર્યું કે તેમની વિશાળ અસર રાજસ્થાનમાં પણ સ્પષ્ટ થશે. શ્રી મોદીએ દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, દેશનો વિકાસ રાજ્યનાં વિકાસ મારફતે થયો છે અને જ્યારે રાજસ્થાન વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે, ત્યારે દેશ પણ નવી ઊંચાઈએ પહોંચશે.

વિસ્તારની દ્રષ્ટિએ રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાજ્ય છે વાતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ રાજસ્થાનનાં લોકોની પ્રશંસા કરી હતી, જેમણે તેમનાં વિશાળ હૃદય, કઠોર પરિશ્રમ, પ્રામાણિકતા, મુશ્કેલમાં મુશ્કેલ લક્ષ્યાંકો હાંસલ કરવાની ઇચ્છાશક્તિ, પ્રથમ રાષ્ટ્રમાં તેમની શ્રદ્ધા, દેશ માટે કંઈ પણ કરવાની તેમની પ્રેરણા માટે પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આઝાદી પછીની સરકારોની પ્રાથમિકતા તો દેશનો વિકાસ છે કે તો દેશનો વારસો અને તો રાજસ્થાનનો વારસો તેનો ભોગ બન્યો છે. તેમણે વધુમાં ખાતરી આપી હતી કે તેમની સરકાર વિકાસ તેમજ વારસાના મંત્ર પર કામ કરી રહી છે જેનાથી રાજસ્થાનને મોટો ફાયદો થશે.

રાજસ્થાન માત્ર ઊભરતું રાજ્ય નથી, પણ વિશ્વસનિય રાજ્ય છે બાબત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાજસ્થાન ગ્રહણશીલ છે અને સમયની સાથે પોતાની જાતને કેવી રીતે સુધારવી તે જાણે છે. તેમણે ઉમેર્યું કે રાજસ્થાન પણ પડકારોનો સામનો કરવા અને નવી તકો ઉભી કરવા માટેનું બીજું નામ છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, રાજસ્થાનનાં લોકો દ્વારા ચૂંટાયેલી જવાબદાર અને સુધારાવાદી સરકાર રાજસ્થાનનાં આરફેક્ટરમાં નવું પાસું ઉમેરવામાં આવ્યું છે. તેમણે રાજસ્થાનના મુખ્યમંત્રીની પ્રશંસા કરી હતી અને તેમની આખી ટીમે ટૂંકા ગાળામાં એક મહાન કાર્ય કર્યું હતું. રાજ્ય સરકાર થોડાં દિવસોમાં પોતાનું પ્રથમ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે વાતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ ગરીબો અને ખેડૂતોનું કલ્યાણ, યુવાનો માટે નવી તકોનું સર્જન, માર્ગ, વીજળી, વોટર વર્કસ જેવા વિકાસલક્ષી કાર્યો જેવા વિવિધ ક્ષેત્રોમાં રાજસ્થાનનાં ઝડપી વિકાસમાં તેમની કાર્યદક્ષતા અને પ્રતિબદ્ધતા માટે મુખ્યમંત્રીની પ્રશંસા કરી હતી. તેમણે એમ પણ ઉમેર્યું કે ગુના અને ભ્રષ્ટાચારને કાબૂમાં લેવામાં સરકારની ત્વરિતતાએ નાગરિકો અને રોકાણકારોમાં નવો ઉત્સાહ લાવ્યો છે.

રાજસ્થાનની વાસ્તવિક સંભવિતતાને સમજવી મહત્ત્વપૂર્ણ છે વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, રાજસ્થાન કુદરતી સંસાધનોનો ભંડાર, સમૃદ્ધ વારસાની સાથે આધુનિક જોડાણનું નેટવર્ક, ખૂબ મોટું ભૂભાગ અને અતિ સક્ષમ યુવા બળ ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજસ્થાન પાસે માર્ગોથી માંડીને રેલવે સુધી, આતિથ્યસત્કારથી માંડીને હસ્તકળા સુધી, ખેતરોથી માંડીને કિલ્લાઓ સુધી ઘણું બધું છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, રાજસ્થાનની સંભવિતતા રાજ્યને રોકાણ માટે અતિ આકર્ષક સ્થળ બનાવે છે. રાજસ્થાનમાં ભણતરની ગુણવત્તા છે અને તેની સંભવિતતામાં વધારો કરવાની ગુણવત્તા છે એમ જણાવતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, એટલે હવે અહીં રેતાળ ટેકરાઓમાં પણ વૃક્ષો ફળોથી ભરેલાં છે અને જૈતુન અને જેટ્રોફાની ખેતી વધી રહી છે. તેમણે જયપુરના વાદળી માટીકામ, પ્રતાપગઢના થેવા ઝવેરાત અને ભીલવાડાના ટેક્સટાઇલ ઇનોવેશનનો એક અલગ મહિમા છે, જ્યારે મકરાણા આરસપહાણ અને કોટા ડોરિયા સમગ્ર વિશ્વમાં જાણીતા છે. તેમણે ઉમેર્યું હતું કે, નાગૌરની પાન મેથીની સુગંધ પણ અનોખી છે અને રાજ્ય સરકાર દરેક જિલ્લાની સંભવિતતાને ઓળખવા માટે કામ કરી રહી છે.

ભારતના ખનિજ ભંડારોનો મોટો હિસ્સો રાજસ્થાનમાં ઝીંક, સીસુ, તાંબુ, આરસપહાણ, ચૂનાના પથ્થરો, ગ્રેનાઇટ, પોટાશ જેવા ખનિજ ભંડારોનો મોટો હિસ્સો છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભંડાર આત્મનિર્ભર ભારતનો મજબૂત પાયો છે અને રાજસ્થાન ભારતની ઊર્જા સુરક્ષામાં મોટું પ્રદાન કરે છે. ભારતે દાયકાના અંત સુધીમાં 500 ગિગાવોટની પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા ઊભી કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે બાબતને યાદ કરીને શ્રી મોદીએ કહ્યું હતું કે, રાજસ્થાન તેમાં પણ મોટી ભૂમિકા ભજવી રહ્યું છે અને અહીં ભારતનાં ઘણાં સૌથી મોટા સૌર પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે.

રાજસ્થાને અર્થતંત્રનાં બે મોટાં કેન્દ્રો, દિલ્હી અને મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાતનાં બંદરોને ઉત્તર ભારત સાથે જોડ્યા હોવાનું જણાવતાં શ્રી મોદીએ નોંધ્યું હતું કે, દિલ્હીમુંબઈ ઔદ્યોગિક કોરિડોરનો 250 કિલોમીટરનો વિસ્તાર રાજસ્થાનમાં છે. તેમણે ઉમેર્યું હતું કે, તેનાથી અલવર, ભરતપુર, દૌસા, સવાઈ માધોપુર, ટોંક, બુંદી અને કોટા જિલ્લાઓને રાજસ્થાનનાં મોટા પાયે લાભ થશે. ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર જેવા 300 કિલોમીટરના આધુનિક રેલવે નેટવર્કનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ કહ્યું હતું કે, કોરિડોર જયપુર, અજમેર, સીકર, નાગૌર અને અલવર જિલ્લાઓમાંથી પસાર થાય છે. આવા મોટા કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનું કેન્દ્ર રાજસ્થાન છે બાબત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રોકાણ માટે ઉત્કૃષ્ટ સ્થળ છે, જેમાં ખાસ કરીને શુષ્ક બંદરો અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે અપાર સંભાવનાઓ છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ પાર્ક્સ વિકસાવી રહી છે, આશરે બે ડઝન સેક્ટર સ્પેસિફિક ઔદ્યોગિક પાર્ક્સ વિકસાવી રહી છે અને બે એર કાર્ગો કોમ્પ્લેક્સનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આનાથી ઔદ્યોગિક કનેક્ટિવિટીમાં વધુ સુધારો થવાની સાથે રાજસ્થાનમાં ઉદ્યોગોની સ્થાપના કરવાનું સરળ બનશે.

ભારતનાં સમૃદ્ધ ભવિષ્યમાં પ્રવાસનની પ્રચૂર સંભવિતતા પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતમાં પ્રકૃતિ, સંસ્કૃતિ, સાહસ, સંમેલન, ડેસ્ટિનેશન વેડિંગ અને હેરિટેજ ટૂરિઝમ માટે પુષ્કળ તકો રહેલી છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજસ્થાન ભારતના પ્રવાસન નકશા પરનું મુખ્ય કેન્દ્ર છે અને તેની પાસે ઇતિહાસ, વારસો, વિશાળ રણ અને વિવિધ સંગીત અને વાનગીઓ સાથે સુંદર સરોવરો છે, જે ટૂર, ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સેક્ટરની જરૂરિયાતોને પર્યાપ્ત કરશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજસ્થાન વિશ્વની એવી પસંદગીની જગ્યાઓમાંથી એક છે જ્યાં લોકો લગ્નપ્રસંગ માટે આવવા અને જીવનની પળોને યાદગાર બનાવવા માગે છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, રાજસ્થાનમાં વન્યજીવ પ્રવાસનને પુષ્કળ અવકાશ છે તથા તેમણે રણથંભોર, સરિસ્કા, મુકુંદરા હિલ્સ, કેઓલાડેઓ અને પ્રકારનાં ઘણાં સ્થળોનો ઉલ્લેખ કર્યો હતો, જે વન્યજીવ ઉત્સાહીઓ માટે એક ટ્રીટ છે. પ્રધાનમંત્રીને વાતની ખુશી હતી કે, રાજસ્થાન સરકાર પોતાનાં પર્યટન સ્થળો અને હેરિટેજ સેન્ટરોને વધારે સારી કનેક્ટિવિટી સાથે જોડી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારત સરકારે વિવિધ થીમ સર્કિટને લગતી યોજનાઓ પણ શરૂ કરી હતી અને નોંધ્યું હતું કે, વર્ષ 2004થી 2014 વચ્ચે આશરે 5 કરોડ વિદેશી પ્રવાસીઓ ભારતમાં આવ્યાં હતાં, જ્યારે વર્ષ 2014થી 2024 વચ્ચે 7 કરોડથી વધારે વિદેશી પ્રવાસીઓ ત્રણથી ચાર વર્ષ સુધી કોવિડ અસરગ્રસ્ત સમયગાળા છતાં ભારતમાં આવ્યાં છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોવિડ રોગચાળાનાં સમયગાળા દરમિયાન પ્રવાસન થંભી ગયું હોવા છતાં ભારતમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે નોંધ્યું હતું કે, ભારતમાં વિઝાની સુવિધા અનેક દેશોના પ્રવાસીઓ સુધી વિસ્તરેલી છે, જેનાથી વિદેશી મહેમાનોને ઘણી મદદ મળી છે. આજે ભારતમાં સ્થાનિક પ્રવાસન પણ નવા વિક્રમો સર્જી રહ્યું છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઉડાન યોજના, વંદે ભારત ટ્રેન, પ્રસાદ યોજના જેવી યોજનાઓથી રાજસ્થાનને લાભ થયો છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારત સરકારનાં વાઇબ્રન્ટ વિલેજ જેવા કાર્યક્રમોથી રાજસ્થાનને પણ લાભ થયો છે. શ્રી મોદીએ નાગરિકોને ભારતમાં લગ્ન કરવા અપીલ કરી હતી, જેનો રાજસ્થાનને પણ લાભ થશે. તેમણે જણાવ્યું હતું કે, રાજસ્થાનનાં હેરિટેજ ટૂરિઝમ, ફિલ્મ ટૂરિઝમ, ઇકોટૂરિઝમ, ગ્રામીણ પ્રવાસન, સરહદી વિસ્તારનાં પ્રવાસનનાં વિસ્તરણની અપાર સંભાવનાઓ રહેલી છે. પ્રધાનમંત્રીએ રોકાણકારોને વિનંતી કરી હતી કે, ક્ષેત્રોમાં તેમનું રોકાણ રાજસ્થાનનાં પ્રવાસન ક્ષેત્રને મજબૂત કરશે અને તેમનો વ્યવસાય વધારવામાં પણ મદદરૂપ થશે.

વૈશ્વિક પુરવઠા અને મૂલ્ય સાંકળ સાથે સંબંધિત વર્તમાન પડકારોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે દુનિયાને એવી વ્યવસ્થાની જરૂર છે, જે સૌથી મોટી કટોકટી દરમિયાન પણ અવરોધ વિના અને અવિરતપણે કામ કરે. તેમણે ઉમેર્યું હતું કે, માટે ભારતમાં મોટા પાયે ઉત્પાદનનો આધાર હોવો જરૂરી છે, જે માત્ર ભારત માટે નહીં, પણ વૈશ્વિક અર્થતંત્ર માટે પણ જરૂરી છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, ભારતે જવાબદારી સમજીને ઉત્પાદનમાં સ્વનિર્ભરતા જાળવવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારત તેના મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ ઓછા ખર્ચે ઉત્પાદન પર ભાર મૂકી રહ્યું છે અને ભારતનાં પેટ્રોલિયમ ઉત્પાદનો, દવાઓ અને રસીઓ, ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓ અને રેકોર્ડ ઉત્પાદનથી દુનિયાને ઘણો લાભ થયો છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, છેલ્લાં એક વર્ષમાં રાજસ્થાનમાંથી આશરે 84,000 કરોડ રૂપિયાની નિકાસ થઈ છે, જેમાં એન્જિનીયરિંગની ચીજવસ્તુઓ, જેમ્સ એન્ડ જ્વેલરી, ટેક્સટાઇલ, હસ્તકળા, એગ્રો ફૂડ ઉત્પાદનો સામેલ છે.

ભારતમાં ઉત્પાદન વધારવામાં પીએલઆઈ યોજનાની સતત વધતી ભૂમિકા પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે ઇલેક્ટ્રોનિક્સ, સ્પેશિયાલિટી સ્ટીલ, ઓટોમોબાઇલ્સ અને ઓટો કોમ્પોનેન્ટ્સ, સોલર પીવી, ફાર્માસ્યુટિકલ ડ્રગ્સ જેવા ક્ષેત્રોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, પીએલઆઈ યોજનાથી આશરે રૂ. 1.25 લાખ કરોડનું રોકાણ થયું છે, આશરે રૂ. 11 લાખ કરોડનાં ઉત્પાદનો થયાં છે અને નિકાસમાં રૂ. 4 લાખ કરોડનો વધારો થયો છે. તેમણે નોંધ્યું હતું કે, લાખો યુવાનોને નવી રોજગારી મળી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજસ્થાને પણ ઓટોમોટિવ અને ઓટો કોમ્પોનન્ટ ઉદ્યોગ માટે સારો પાયો તૈયાર કર્યો છે, જેમાં ઇલેક્ટ્રિક વાહનોનાં ઉત્પાદનની ઘણી સંભવિતતા છે. તેમણે ઉમેર્યું કે, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટે જરૂરી માળખાગત સુવિધાઓ રાજસ્થાનમાં પણ ઉપલબ્ધ છે. શ્રી મોદીએ રોકાણકારોને રાજસ્થાનની ઉત્પાદન ક્ષમતાને ચોક્કસપણે ચકાસવા વિનંતી કરી હતી.

રાઇઝિંગ રાજસ્થાન એક મોટી તાકાત હોવાનું જણાવતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એમએસએમઇની દ્રષ્ટિએ રાજસ્થાન ભારતનાં ટોચનાં 5 રાજ્યોમાંનું એક છે. તેમણે ઉમેર્યું હતું કે, ચાલુ સમિટમાં એમએસએમઇ પર એક અલગ કોન્ક્લેવ પણ યોજાવા જઇ રહી છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, રાજસ્થાનમાં 27 લાખથી વધારે લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગો છે, જેમાં 50 લાખથી વધારે લોકો લઘુ ઉદ્યોગોમાં કામ કરે છે. તેમણે ઉમેર્યું કે આમાં રાજસ્થાનનું ભાગ્ય બદલવાની સંભાવના છે. શ્રી મોદીને વાતની ખુશી હતી કે સરકારે ટૂંકા ગાળામાં નવી એમએસએમઇ નીતિ પ્રસ્તુત કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારત સરકાર પણ તેની નીતિઓ અને નિર્ણયો મારફતે એમએસએમઇને સતત મજબૂત કરી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારતનાં એમએસએમઇ ભારતીય અર્થતંત્રને મજબૂત કરવાની સાથે વૈશ્વિક પુરવઠા અને મૂલ્ય શ્રુંખલાને સશક્ત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવી રહ્યાં છે.” કોવિડ રોગચાળા દરમિયાન ફાર્માસંબંધિત સપ્લાય ચેઇન કટોકટીને યાદ કરીને શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતના ફાર્મા ક્ષેત્રએ તેના મજબૂત આધારને કારણે વિશ્વને મદદ કરી છે. રીતે, તેમણે ભારતને અન્ય ઉત્પાદનોના ઉત્પાદન માટે મજબૂત આધાર બનાવવાની વિનંતી કરી અને કહ્યું કે અમારા એમએસએમઇ તેમાં મુખ્ય ભૂમિકા ભજવશે.

એમએસએમઇની વ્યાખ્યામાં ફેરફાર કરવા માટે સરકારનાં પ્રયાસોનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે આશરે 5 કરોડ એમએસએમઇને ઔપચારિક અર્થતંત્ર સાથે જોડ્યાં છે, જેનાથી તેમની ધિરાણની પહોંચ સરળ થઈ છે.

સરકારે ક્રેડિટ લિન્ક્ડ ગેરન્ટી યોજના પણ શરૂ કરી હોવાનું જણાવતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, યોજના હેઠળ લઘુ ઉદ્યોગોને આશરે રૂ. 7 લાખ કરોડની સહાય આપવામાં આવી હતી. છેલ્લાં એક દાયકામાં એમએસએમઇ માટે ધિરાણનો પ્રવાહ બમણાથી વધારે થઈ ગયો છે વાત પર ભાર મૂકીને શ્રી મોદીએ કહ્યું હતું કે, વર્ષ 2014માં તે આશરે રૂ. 10 લાખ કરોડ હતો, પણ અત્યારે તે રૂ. 22 લાખ કરોડથી વધારે છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજસ્થાનને પણ તેનો મોટો લાભ થયો છે અને એમએસએમઇની વધતી જતી તાકાત રાજસ્થાનનાં વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અમે આત્મનિર્ભર ભારતની નવી યાત્રા શરૂ કરી છે.” તેમણે ઉમેર્યું હતું કે, ભારત અભિયાનનું વિઝન વૈશ્વિક હતું અને તેની અસર વૈશ્વિક પણ હતી. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ સરકારી સ્તરે સંપૂર્ણ સરકારી અભિગમ સાથે આગળ વધી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર ઔદ્યોગિક અને ઉત્પાદન વૃદ્ધિ માટે દરેક ક્ષેત્ર અને દરેક પરિબળને પ્રોત્સાહન આપી રહી છે. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સબ કા પ્રયાસની ભાવના એક વિકસિત રાજસ્થાન અને વિકસિત ભારતનું નિર્માણ કરશે.

પોતાનાં સંબોધનનું સમાપન કરતાં શ્રી મોદીએ તમામ રોકાણકારોને રાઇઝિંગ રાજસ્થાનનો ઠરાવ હાથ ધરવા અપીલ કરી હતી. તેમણે દુનિયાભરના પ્રતિનિધિઓને રાજસ્થાન અને ભારતની મુલાકાત લેવા પણ વિનંતી કરી હતી, જે તેમના માટે અવિસ્મરણીય અનુભવ બની રહેશે.

કાર્યક્રમમાં રાજસ્થાનના રાજ્યપાલ શ્રી હરિભાઉ કિસાનરાવ બાગડે, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા, મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

વર્ષે 9થી 11 ડિસેમ્બર સુધી યોજાનાર રોકાણ સમિટની થીમરેપ્લીટ, રિસ્પોન્સિબલ, રેડીરાખવામાં આવી છે. શિખર સંમેલનમાં જળ સુરક્ષા, સ્થાયી ખનન, સ્થાયી ધિરાણ, સર્વસમાવેશક પ્રવાસન, કૃષિવ્યવસાયમાં નવીનતાઓ અને મહિલાઓની આગેવાની હેઠળનાં સ્ટાર્ટઅપ્સ જેવા વિષયો પર 12 ક્ષેત્રીય વિષયો પર વિષયો પર 12 વિષયો પર ચર્ચા થશે. શિખર સંમેલન દરમિયાનલિવેબલ સિટીઝ માટે વોટર મેનેજમેન્ટ‘, ‘ઉદ્યોગોની વૈવિધ્યતાઉત્પાદન અને તેનાથી આગળઅનેવેપાર અને પર્યટનજેવા વિષયો પર ભાગ લેનારા દેશો સાથે આઠ કન્ટ્રી સેશનનું પણ આયોજન કરવામાં આવશે.

પ્રવાસી રાજસ્થાની કોન્ક્લેવ અને એમએસએમઇ કોન્ક્લેવ પણ ત્રણ દિવસમાં યોજાશે. રાજસ્થાન ગ્લોબલ બિઝનેસ એક્સ્પોમાં રાજસ્થાન પેવેલિયન, કન્ટ્રી પેવેલિયન, સ્ટાર્ટઅપ પેવેલિયન જેવા થિમેટિક પેવેલિયન સામેલ હશે. સમિટમાં 16 ભાગીદાર દેશો અને 20 આંતરરાષ્ટ્રીય સંગઠનો સહિત 32થી વધુ દેશો ભાગ લેશે.

       

AP/IJ/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com