Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડનાં ટાટાનગરમાં 660 કરોડ રૂપિયાથી વધારે મૂલ્યનાં રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડનાં ટાટાનગરમાં 660 કરોડ રૂપિયાથી વધારે મૂલ્યનાં રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ઝારખંડના ટાટાનગરમાં 660 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ રેલવે પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના –ગ્રામીણ (પીએમએવાય-જી)ના 32,000 લાભાર્થીઓને મંજૂરીપત્રોનું વિતરણ પણ કર્યું હતું. દિવસની શરૂઆતમાં શ્રી મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ટાટાનગર જંકશન રેલવે સ્ટેશન પર છ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી હતી.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત બાબા બૈદ્યનાથ, બાબા બાસુકીનાથ અને ભગવાન બિરસા મુંડાની ભૂમિને નમન કરીને કરી હતી. તેમણે ઝારખંડમાં કર્મપર્વના શુભ પ્રસંગની નોંધ લીધી હતી, જે પ્રકૃતિની ઉપાસનાને સમર્પિત છે અને આજે રાંચી એરપોર્ટ પર તેમના સ્વાગત પર પ્રકાશ પાડ્યો હતો, જ્યાં એક મહિલા દ્વારા તેમને કર્મ પર્વનું પ્રતીક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મહિલાઓ કર્મ પર્વના ભાગરૂપે તેમના ભાઈઓ માટે સમૃદ્ધ જીવનની ઇચ્છા રાખે છે. તેમણે આ શુભ પ્રસંગે શુભેચ્છાપાઠવી હતી અને કહ્યું હતું કે, ઝારખંડને આજે છ નવી વંદે ભારત ટ્રેન, 600 કરોડ રૂપિયાથી વધારેનાં મૂલ્યનાં વિકાસલક્ષી પ્રોજેક્ટ અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજ્યનાં લોકો માટે પાકાં મકાનો મળ્યાં છે. શ્રી મોદીએ ઝારખંડના લોકોને આજની અને અન્ય રાજ્યોની પરિયોજનાઓ માટે અભિનંદન પાઠવ્યા હતા, જેમને આજે વંદે ભારત કનેક્ટિવિટી મળી છે.

જ્યારે આધુનિક વિકાસ ફક્ત થોડાં રાજ્યો અને શહેરો અને ઝારખંડ જેવા રાજ્યો પાછળ રહી ગયા હતા તે સમયને યાદ કરીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘સબ કા સાથ સબ કા વિકાસ’ના મંત્રએ દેશની વિચારસરણી અને પ્રાથમિકતાઓને બદલી નાખી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “રાષ્ટ્રની પ્રાથમિકતાઓ ગરીબો, આદિવાસીઓ, દલિતો, વંચિતો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો છે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે દરેક શહેર અને દરેક રાજ્ય કનેક્ટિવિટી વધારવા વંદે ભારત ટ્રેન ઇચ્છે છે. તેમણે થોડાં દિવસો અગાઉ ભારતનાં ઉત્તર અને દક્ષિણમાં રાજ્યો માટે ત્રણ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપવાની યાદ અપાવી હતી તથા આજે છ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપવાનો ઉલ્લેખ કર્યો હતો, જેણે તેમની યાત્રા શરૂ કરી દીધી છે. પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પૂર્વ ભારતમાં રેલવે કનેક્ટિવિટીનાં વિસ્તરણથી આ ક્ષેત્રનાં અર્થતંત્રને મજબૂત થશે અને તેનાથી વેપાર-વાણિજ્ય, વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓને મોટો લાભ થશે. છ નવી વંદે ભારત ટ્રેનોના પરિણામે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વધારો થવા વિશે પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ભારત અને દુનિયામાંથી કાશીની મુલાકાત લેનારા મોટી સંખ્યામાં યાત્રાળુઓને હવે વારાણસી-દેવઘર વંદે ભારત શરૂ થવાની સાથે દેવઘરમાં બાબા બૈદ્યનાથની મુલાકાત લેવાની તક મળશે. તેમણે કહ્યું હતું કે, તેનાથી આ વિસ્તારમાં પર્યટનને વેગ મળશે અને ટાટાનગરનાં ઔદ્યોગિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે, જેથી યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. શ્રી મોદીએ કહ્યું હતું કે, “ઝડપી ગતિથી વિકાસ કરવા માટે આધુનિક રેલવે માળખું અનિવાર્ય છે.” તેમણે આજની વિવિધ વિકાસ પરિયોજનાઓ પર ધ્યાન દોર્યું હતું. તેમણે દેવઘર જિલ્લામાં મધુપુર બાય પાસ લાઇનનો શિલાન્યાસ કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો, જે હાવડા-દિલ્હી મેઇનલાઇન પર ટ્રેનોની અટકાયત ટાળવામાં સુવિધા આપશે તથા ગિરિડીહ અને જસિદીહ વચ્ચે મુસાફરીનો સમય ઘટાડવામાં પણ મદદરૂપ થશે. તેમણે હઝારીબાગ જિલ્લામાં હઝારીબાગ ટાઉન કોચિંગ ડેપોનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે આ સ્ટેશન પર કોચિંગ સ્ટોકની જાળવણીમાં મદદ કરશે. તેમણે કહ્યું હતું કે, કુર્કુરા-કનારોન લાઇનને બમણી કરવાથી ઝારખંડમાં રેલવે કનેક્ટિવિટીમાં વધારો થશે અને સ્ટીલ ઉદ્યોગ સાથે જોડાણ મજબૂત થશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ઝારખંડમાં તેની સંપૂર્ણ પ્રગતિ અને વિકાસને સુનિશ્ચિત કરવા માટે રોકાણને વેગ આપવાની સાથે-સાથે વિકાસ કાર્યોની ગતિમાં વધારો કર્યો છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, આ વર્ષનાં બજેટમાં ઝારખંડને રાજ્યનાં રેલવે માળખાને મજબૂત કરવા માટે રૂ. 7,000 કરોડથી વધારે રકમ આપવામાં આવી હતી, જે 10 વર્ષ અગાઉ ફાળવવામાં આવેલા બજેટની સરખામણીમાં 16 ગણી વધારે હતી.  તેમણે વધુમાં રેલવે બજેટ વધારવાના ફાયદાઓ વિશે લોકોને ધ્યાન દોર્યું હતું – નવી લાઇનોનો વિકાસ હોય કે લાઇનોનું ઇલેક્ટ્રિફિકેશન હોય કે લાઇનોનું ડબલિંગ હોય કે સ્ટેશનોમાં નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ હોય, કામ ઝડપથી ચાલી રહ્યું છે. શ્રી મોદીએ જે રાજ્યોમાં રેલવે લાઈનોનું 100 ટકા વિદ્યુતીકરણ થયું છે તેમાં સામેલ થવા બદલ ઝારખંડની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત ઝારખંડમાં 50થી વધારે રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ થઈ રહ્યો છે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ (પીએમએવાય-જી)નો પ્રથમ હપ્તો આજે શરૂ થઈ રહ્યો છે, જે હજારો લાભાર્થીઓને પાકા મકાનો સુનિશ્ચિત કરશે. તેમણે ઉમેર્યું હતું કે, પીએમએવાય-જીની સાથે શૌચાલય, પીવાનું પાણી, વીજળી, ગેસ કનેક્શનની અન્ય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. શ્રી મોદીએ ધ્યાન દોર્યું હતું કે, જ્યારે કોઈ પરિવારને પોતાનું ઘર મળે છે, ત્યારે તેમનો આત્મવિશ્વાસ વધે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેમના વર્તમાનને સ્થિર કરવાની સાથે તેઓ તેમના વધુ સારા ભવિષ્ય માટે વિચારવાનું શરૂ કરે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના મારફતે પુક્કા મકાનોની સાથે-સાથે ઝારખંડનાં લોકો માટે ગામડાઓ અને શહેરોમાં પણ હજારો રોજગારીનું સર્જન થયું છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્ષ 2014થી અત્યાર સુધીમાં દેશનાં ગરીબ, દલિત, વંચિત અને આદિવાસી પરિવારોને સશક્ત બનાવવા માટે ઘણાં મહત્ત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યાં છે. તેમણે પ્રધાનમંત્રી જનમાન યોજના વિશે વાત કરી હતી, જે ઝારખંડ સહિત સમગ્ર દેશમાં આદિવાસી સમુદાય માટે ચલાવવામાં આવી રહી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ યોજના મારફતે અતિ પછાત આદિવાસીઓ સુધી પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને અધિકારીઓ પોતે પણ આવા પરિવારો સુધી પહોંચીને તેમને ઘર, માર્ગ, વીજળી, પાણી અને શિક્ષણ પ્રદાન કરે છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારનાં પ્રયાસો વિકસિત ઝારખંડ માટે સરકારનાં ઠરાવોનો એક ભાગ છે. સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ સંકલ્પો ચોક્કસપણે પૂર્ણ થશે અને ઝારખંડનાં સ્વપ્નો લોકોનાં આશીર્વાદથી સાકાર થશે. તેમણે ઝારખંડના લોકો સમક્ષ વિનમ્ર ક્ષમાયાચના પણ કરી હતી, કારણ કે ખરાબ હવામાનની સ્થિતિને કારણે તેઓ આ સ્થળે હાજર રહી શક્યા ન હતા, જેના કારણે તેમના હેલિકોપ્ટરની અવરજવર મર્યાદિત થઈ ગઈ હતી અને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે તેમને આજના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવાની અને શિલાન્યાસ કરવાની ફરજ પડી હતી.

આ પ્રસંગે ઝારખંડનાં રાજ્યપાલ શ્રી સંતોષ ગંગવાર અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યાં હતાં.

પાશ્વ ભાગ

પ્રધાનમંત્રીએ 660 કરોડ રૂપિયાથી વધારેનાં મૂલ્યનાં વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં દેવઘર જિલ્લામાં માધુપુર બાય પાસ લાઇન અને ઝારખંડના હઝારીબાગ જિલ્લામાં હઝારીબાગ ટાઉન કોચિંગ ડેપોનો શિલાન્યાસ સામેલ છે. આ કામ પૂર્ણ થયા પછી, માધુપુર બાયપાસ લાઇન હાવડા-દિલ્હી મેઇનલાઇન પર ટ્રેનોની અટકાયત ટાળવામાં સુવિધા આપશે અને ગિરિડીહ અને જસિદીહ વચ્ચે મુસાફરીનો સમય ઘટાડવામાં પણ મદદ કરશે અને હઝારીબાગ ટાઉન કોચિંગ ડેપો આ સ્ટેશન પર કોચિંગ સ્ટોકની જાળવણીની સુવિધામાં મદદ કરશે.

પ્રધાનમંત્રીએ કુરકુરા-કનારોન ડબલિંગ, બોદામુંડા-રાંચી સિંગલ લાઇન સેક્શનનો એક ભાગ અને રાંચી, મુરી અને ચંદ્રપુરા સ્ટેશનો થઈને રાઉરકેલા-ગોમોહ રૂટનો એક ભાગ દેશને સમર્પિત કર્યો હતો. આ પ્રોજેક્ટ ચીજવસ્તુઓ અને પેસેન્જર ટ્રાફિકની ગતિશીલતામાં નોંધપાત્ર વધારો કરવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત 04 રોડ અંડર બ્રિજ (આરયુબી)ને પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા હતા, જેથી સામાન્ય લોકોની સુરક્ષા વધારી શકાય.

તમામ માટે મકાનની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રીએ ઝારખંડનાં પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ (પીએમએવાય-જી)નાં 32,000 લાભાર્થીઓને મંજૂરીનાં પત્રોનું વિતરણ કર્યું હતું. તેમણે લાભાર્થીઓને સહાયનો પહેલો હપ્તો જાહેર કર્યો હતો. વડા પ્રધાને ૪૬ હજાર લાભાર્થીઓના ગૃહ પ્રવેશની ઉજવણીમાં પણ ભાગ લીધો હતો.

 

*****

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com