મહામહિમ, દક્ષિણ આફ્રિકાના ગણરાજ્યના રાષ્ટ્રપતિ, શ્રી જેકોબ ઝુમા
મિત્રો,
ધન્યવાદ, મહામહિમ, તમારા હૃદયપૂર્વકના સ્વાગત અને તમારા ઉદાર આતિથ્ય-સત્કાર બદલ આભાર. હું આ મહાન રાષ્ટ્રની પ્રથમ વખત મુલાકાત લઈ રહ્યો છું, તેમ છતાં મને અને મારા પ્રતિનિધિમંડળને આ સપ્તરંગી, વિવિધતામાં એકતા ધરાવતા આ રાષ્ટ્રમાં અમારા દેશમાં હોય તેવી જ લાગણી થાય છે. મહામહિમ, આ માટે અમે તમારો હૃદયપૂર્વક આભારી છીએ. મારા માટે અંગત રીતે આ મુલાકાત આ ધરતી પર થઈ ગયેલા બે મહાન આત્માઓને શ્રદ્ધાંજલિ આપવાની તક. એક, ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે અને બીજા મહાન આત્મા, નેલ્સન મંડેલા છે, જેમણે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને તમારા દેશને આઝાદી અપાવી હતી.
મિત્રો,
સદીઓથી ભારત અને દક્ષિણ આફ્રિકાના લોકોએ મજબૂત સંબંધોનું નિર્માણ કર્યું છે. આપણે જાતિભેદના અન્યાય અને સંસ્થાનવાદ સામેની આપણી લડાઈમાં એકબીજાની પડખે અડીખમ ઊભા રહ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં જ ગાંધીજીએ સત્યાગ્રહની શરૂઆત કરી હતી. તેમના પર જેટલો અધિકાર ભારતનો છે, તેટલો જ અધિકાર દક્ષિણ આફ્રિકાનો છે.
મિત્રો,
આપણા સહિયારા મૂલ્યો, આપણી વેદના અને આપણા સંઘર્ષે આપણા વ્યૂહાત્મક સંબધનો મજબૂત પાયો નાંખ્યો હતો. તેની સફળતા તમામ ક્ષેત્રોમાં જોવા મળે છે. આજે અમારી ચર્ચામાં રાષ્ટ્રપતિ ઝુમા અને મેં આપણા સંબંધોની સંપૂર્ણ અને વિસ્તૃત સમીક્ષા કરી હતી. અમે સંમત થયા હતા કે છેલ્લા બે દાયકામાં આપણા પારસ્પરિક સંબંધોએ જબરદસ્ત પ્રગતિ, વિકાસ કર્યો છે અને નક્કર સિદ્ધિઓ મેળવી છે. છેલ્લા 10 વર્ષમાં દ્વિપક્ષીય વેપારમાં 300 ટકાથી વધારે વૃદ્ધિ થઈ છે. ભારતીય કંપનીઓ દક્ષિણ આફ્રિકામાં મજબૂત વ્યાવસાયિક હિતો ધરાવે છે. આફ્રિકામાં અમારા કુલ રોકાણનો 25 ટકા હિસ્સો આ દેશમાં છે.
અને, આપણા વ્યાવસાયિક અને રોકાણ સંબંધોની ગાંઠ વધારે મજબૂત થવાની ઘણી શક્યતાઓ છે, ખાસ કરીને આ ક્ષેત્રોમાં:
• ખનીજ અને ખાણ;
• રસાયણો અને ફાર્માસ્યુટિકલ્સ;
• હાઈ-ટેકનોલોજી ઉત્પાદન; અને
• માહિતી અને કમ્યુનિકેશન ટેકનોલોજી.
હું સહમત છું કે ઉદ્યોગો વચ્ચેના સંબંધથી અર્થતંત્રો જ સમૃદ્ધ થતા નથી, પણ આપણા બંને દેશના સમાજને પણ લાભ થાય છે. તેઓ આપણી ભાગીદારીને નવી દિશા આપી શકે છે, નવી ઊંચાઈ પહોંચાડી શકે છે. અને આ પ્રક્રિયામાં ભારત અને દક્ષિણ આફ્રિકા, બંને દેશોને પ્રાદેશિક અને વૈશ્વિક ફલક પર વધારે મજબૂત ભૂમિકા ભજવવામાં પણ મદદ મળે છે. આજે મોડેથી રાષ્ટ્રપતિ અને હું બંને દેશોના અગ્રણી વ્યાવસાયિકો સાથે બેઠક યોજીશું અને આપણી ભાગીદારીમાં સહયોગને વધારવા માટેના ક્ષેત્રોની ઓળખ કરીશું.
મિત્રો,
આપણા વિકાસશીલ અર્થતંત્રોમાં એવી જરૂરિયાત પણ જોવા મળે છે કે આપણી ભાગીદારીએ આપણી માનવીય મૂડીને સુધારવા પર પણ ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. રોજગારલક્ષી, ટેકનિકલ અને વ્યાવસાયિક શિક્ષણના ક્ષેત્રોમાં આપણી ક્ષમતાઓ અને જરૂરિયાતો એકબીજાની પૂરક છે અને તેનાથી આપણા બંને દેશની જનતા તેનો લાભ થઈ શકે છે. દક્ષિણ આફ્રિકામાં લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો અને વ્યવસાયો વિકસાવવા માટે ભારત પોતાનો અનુભવ અને કુશળતા વહેંચવા પણ તૈયાર છે. આર્થિક સંબંધો તથા વેપાર, વાણિજ્ય અને રોકાણના જોડાણો ઉપરાંત આપણે સુરક્ષા અને સંરક્ષણના ક્ષેત્રમાં પણ ભાગીદારી કરી શકીએ. આપણે ઔદ્યોગિક તથા આપણી વ્યૂહાત્મક અને સંરક્ષાત્મક ક્ષેત્રોની જરૂરિયાતો એમ બંને સ્તરે આપણા સંબંધોને વધારે મજબૂત કરી શકીએ. ભારતમાં આ એક એવું ક્ષેત્ર છે, જેની સંપૂર્ણપણે કાયાપલટ થઈ રહી છે. તે સંરક્ષણના વેપારમાં નવી તકો ઓફર કરે છે. અમારી કંપનીઓ સંરક્ષણ ઉપકરણો અને પ્લેટફોર્મ સંયુક્તપણે વિકસાવવા કે તેનું ઉત્પાદન કરવા પોતાની ક્ષમતાઓ પણ પ્રદાન કરી શકે છે. તે આપણી સંરક્ષણ ક્ષેત્રની જરૂરિયાતો જ નહીં, પણ પ્રાદેશિક અને વૈશ્વિક જરૂરિયાતો પૂર્ણ કરવા પણ સક્ષમ છે.
મિત્રો,
રાષ્ટ્રપતિ ઝુમા અને હું આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અને વૈશ્વિક ક્ષેત્રે ઊભા થયેલા નવા પડકારોનો સામનો કરવા ખભેખભો મિલાવીને કામ કરવાની જરૂરિયાત હોવાનું માનીએ છીએ. ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)માં ભારતના સભ્યપદને સમર્થન આપવા બદલ હું દક્ષિણ આફ્રિકા અને રાષ્ટ્રપતિનો આભારી છું. આપણે જાણીએ છીએ કે અમે દક્ષિણ આફ્રિકા જેવા અમારા મિત્રોના સક્રિય સાથસહકાર પર ભરોસો રાખી શકીએ છીએ. આબોહવામાં ફેરફાર અને તેની દુનિયા પર અસર આપણી સામાન્ય ચિંતા છે. અમે સંમત થયા હતા કે આ પડકારનો સામનો કરવા મોટા પાયે પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદન પર પ્રયાસો હાથ ધરવાની અને ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. તે બાબતને ધ્યાનમાં રાખીને ભારતે પેરિસમાં યોજાયેલી સીઓપી 21 બેઠકમાં ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન)ની રચના કરવાના પ્રયાસોની આગેવાની લીધી હતી. મારું માનવું છે કે તે સૌર ઊર્જાની જાણકારી, ટેકનોલોજી અને તેને પ્રોત્સાહન આપવા ધિરાણની સુલભતા માટે સૌથી વધુ અસરકારક પ્લેટફોર્મ બની શકશે. હું આ ગઠબંધનમાં દક્ષિણ આફ્રિકાની ભાગીદારી માટે રાષ્ટ્રપતિ ઝુમાનો આભાર માનું છું. આ ગઠબંધનને 120 દેશોનું સમર્થન મળ્યું છે. ઉપરાંત આતંકવાદ અન્ય એક ખતરો છે, જે આપણી જનતાની સલામતી અને સુરક્ષાને જોખમમાં મૂકી દીધી છે. તે આપણા સમાજના પાયા પર હુમલો કરે છે. રાષ્ટ્રપતિ અને હું સંમત થયા હતા કે આપણા બંને દેશોને આપણા પ્રદેશ અને દુનિયામાં આતંકવાદનો સામનો કરવા સતર્ક રહેવાની અને સક્રિયપણે સાથસહકાર આપવાની જરૂર છે.
મિત્રો,
હિંદ સમુદ્ર આપણી સામાન્ય દરિયાઈ હદો છે. અને ઇન્ડિયન ઓશન રિમ એસોશિએસન હિંદ સમુદ્ર દ્વારા જોડાયેલા દરિયાઈ પડોશી દેશો માટે સંબંધો વિકસાવવા માટેનું ચાવીરૂપ પ્લેટફોર્મ બન્યું છે. 2017-19 માટે આ સંસ્થાની ચેરમેનશિપ દક્ષિણ આફ્રિકાને મળવાની છે અને હું તેને આવકારું છું. ભારત અને દક્ષિણ આફ્રિકા આઇબીએસએ [ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા] અને બ્રિક્સ મારફતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રાથમિકતા ધરાવતા કાર્યોને તૈયાર કરવા સંયુક્તપણે કામ કરી રહ્યા છે. ચાલુ વર્ષેના અંતે, ઓક્ટોબર મહિનામાં બ્રિક્સ સમિટ ગોવામાં યોજાશે. તેમાં હું રાષ્ટ્રપતિ ઝુમાનું સ્વાગત કરવા આતુર છું.
મિત્રો,
અંતે, મારે તમને કહેવું છે કેઃ
• ગાંધીના સત્યાગ્રહથી મેડિબાની માફી;
• ગુજરાતના બંદરોથી ડરબરના કિનાર સુધી;
• આપણા સહિયારા મૂલ્યો અને સામાન્ય સંઘર્ષો દ્વારા એકતાંતણે બંધાયેલા;
• આપણા દરિયા અને અર્થતંત્રોની પુષ્કળ તકોમાં; અને
• વસુધૈવ કુટુંબ્કમ અને યુબટુની ભાવના મારફતે.
આપણા સંબંધ સમાધાન, દ્રઢ સંકલ્પ, ન્યાય, સમાનતા અને માનવીય પ્રયાસની ઉત્કૃષ્ટતાનું પ્રતીક છે. આપણા સંબંધોની ગાંઠ ખરેખર અપવાદરૂપ છે અને અન્ય કોઈ પણ સંબંધથી વિશિષ્ટ છે.
થેન્ક યૂ,
તમારો ખૂબ આભાર.
AP/TR/GP
This visit is an opportunity to pay homage to two greatest human souls- Mahatma Gandhi & Nelson Mandela: PM @narendramodi @NelsonMandela
— PMO India (@PMOIndia) July 8, 2016
Stood together in our common fight against colonialism and racial subjugation: PM @narendramodi on India-SA ties @PresidencyZA @SAPresident
— PMO India (@PMOIndia) July 8, 2016
In last the two decades our ties are a story of strong advances and concrete achievements: PM @narendramodi at the joint press meet
— PMO India (@PMOIndia) July 8, 2016
The Prime Minister is talking about increasing economic and trade ties between India and South Africa. Watch. https://t.co/J4IwYA96cJ
— PMO India (@PMOIndia) July 8, 2016
Thank President Zuma for South Africa's support to India's membership in the Nuclear Suppliers Group: PM @narendramodi @PresidencyZA
— PMO India (@PMOIndia) July 8, 2016