Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના જૂન, 2024ના એપિસોડ માટે વિચારો અને ઇનપુટ્સ આમંત્રિત કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણીના કારણે ટૂંકા વિરામ બાદ ઓલ ઈન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમના આગામી એપિસોડ વિશે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે માહિતી આપી હતી કે આ મહિનાનો મન કી બાત કાર્યક્રમ 30 જૂન, રવિવારના રોજ નક્કી કરવામાં આવ્યો છે.

શ્રી મોદીએ લોકોને MyGov ઓપન ફોરમ, નમો એપ પર લખીને અથવા 1800 11 7800 પર સંદેશ રેકોર્ડ કરીને મન કી બાતના 111મા એપિસોડ માટે તેમના વિચારો અને ઇનપુટ્સ શેર કરવા વિનંતી કરી.

શ્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું:

ચૂંટણીના કારણે થોડા મહિનાના અંતરાલ પછી, #MannKiBaat પાછી આવી છે તે જણાવતા આનંદ થાય છે! આ મહિનાનો કાર્યક્રમ 30મી જૂન, રવિવારના રોજ થશે. હું તમને બધાને તેના માટે તમારા વિચારો અને ઇનપુટ્સ શેર કરવા માટે આહ્વાન કરું છું. MyGov ઓપન ફોરમ, NaMo એપ પર લખો અથવા તમારો સંદેશ 1800 11 7800 પર રેકોર્ડ કરો.”

AP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com