પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈરાનના ઈસ્લામિક રિપબ્લિકના રાષ્ટ્રપતિ મહામહિમ ડો. સૈયદ ઈબ્રાહીમ રાયસી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.
બંને નેતાઓએ પશ્ચિમ એશિયા ક્ષેત્રની મુશ્કેલ પરિસ્થિતિ અને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અંગે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ આતંકવાદી ઘટનાઓ, હિંસા અને નાગરિકોના જાન પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દે ભારતની લાંબા સમયથી અને સાતત્યપૂર્ણ સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો હતો.
રાષ્ટ્રપતિ રાયસીએ પરિસ્થિતિનું પોતાનું મૂલ્યાંકન શેર કર્યું.
બંને નેતાઓએ ઉગ્રતા અટકાવવા, સતત માનવતાવાદી સહાય સુનિશ્ચિત કરવા અને શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
નેતાઓએ બહુપક્ષીય દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી અને સકારાત્મક મૂલ્યાંકન પણ કર્યું. તેઓએ પ્રાદેશિક કનેક્ટિવિટી સુધારવા માટે ઈરાનના ચાબહાર બંદરને આપવામાં આવેલ ધ્યાન અને અગ્રતાનું સ્વાગત કર્યું.
બંને પક્ષો પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતામાં સહિયારા હિતોને ધ્યાનમાં રાખીને સંપર્કમાં રહેવા સંમત થયા હતા.
CB/GP/JD
Good exchange of perspectives with President @raisi_com of Iran on the difficult situation in West Asia and the Israel-Hamas conflict. Terrorist incidents, violence and loss of civilian lives are serious concerns. Preventing escalation, ensuring continued humanitarian aid and…
— Narendra Modi (@narendramodi) November 6, 2023