પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી 77મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રને સંબોધન કરતાં કહ્યું હતું કે, સરકારે સરહદી ગામડાઓ માટે વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ શરૂ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, અગાઉ આ ગામડાઓને દેશનાં છેવાડાનાં ગામડાંઓ ગણવામાં આવતાં હતાં, પણ એ ધારણામાં પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે આ ગામો છેલ્લા ગામો નથી પરંતુ સરહદ પરના અગ્રિમ ગામો છે. તેમણે કહ્યું કે જ્યારે સૂર્ય પૂર્વમાં ઉગે છે, ત્યારે સૂર્યનું પ્રથમ કિરણ સરહદી ગામને સ્પર્શે છે અને જ્યારે સૂર્ય આથમે છે, ત્યારે આ બાજુના ગામને તેના છેલ્લા કિરણનો લાભ મળે છે.
પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી કે, આશરે 600 પ્રધાનો સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના સાક્ષી બનવા માટે સરહદી ગામોને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, આ વિશેષ અતિથિઓ નવા દ્રઢ નિશ્ચય અને તાકાત સાથે પ્રથમ વખત આટલે સુધી આવ્યા છે.
CB/GP/JD