Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાથે વાત કરી


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ ​​મહામહિમ શ્રી મેટેમેલા સિરિલ રામાફોસા સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી, જે ઐતિહાસિક અને મજબૂત લોકો-થી-લોકો સંબંધોમાં જોડાયેલ છે. પ્રધાનમંત્રીએ આ વર્ષની શરૂઆતમાં 12 ચિત્તાઓને ભારતમાં સ્થાનાંતરિત કરવા બદલ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો.

તેઓએ આ વર્ષે દક્ષિણ આફ્રિકાની અધ્યક્ષતાના સંદર્ભમાં બ્રિક્સમાં સહકાર સહિત પરસ્પર હિતના સંખ્યાબંધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.

રાષ્ટ્રપતિ રામાફોસાએ પીએમને આફ્રિકન નેતાઓની શાંતિ પહેલ વિશે જાણકારી આપી. યુક્રેનમાં ટકાઉ શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાના હેતુથી કરવામાં આવેલી તમામ પહેલોને ભારત સમર્થન આપે છે તે નોંધીને, પીએમએ આગળના માર્ગ તરીકે સંવાદ અને મુત્સદ્દીગીરી માટે ભારતના સતત આહવાનનો પુનરોચ્ચાર કર્યો.
રાષ્ટ્રપતિ રામાફોસાએ તેની ચાલી રહેલી G20 પ્રેસિડેન્સીના ભાગ રૂપે ભારતની પહેલોને તેમનો સંપૂર્ણ ટેકો આપ્યો હતો અને તેઓ તેમની ભારત મુલાકાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

YP/GP/JD