Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પીએમ સાથે ટેલિફોન પર વાતચીત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ક્રાઉન પ્રિન્સ અને સાઉદી અરેબિયાના પીએમ, મહામહિમ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના સંખ્યાબંધ મુદ્દાઓની સમીક્ષા કરી અને પરસ્પર હિતના વિવિધ બહુપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું.

પ્રધાનમંત્રીએ એપ્રિલ 2023માં સુદાનથી ભારતીય નાગરિકોને જેદ્દાહ થઈને બહાર કાઢવા દરમિયાન સાઉદી અરેબિયાના ઉત્કૃષ્ટ સમર્થન માટે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો આભાર માન્યો હતો. તેમણે આગામી હજ યાત્રા માટે તેમની શુભેચ્છાઓ પણ વ્યક્ત કરી હતી.

ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ચાલી રહેલી G20 પ્રેસિડેન્સીના ભાગ રૂપે ભારતની પહેલોને તેમનો સંપૂર્ણ ટેકો આપ્યો હતો અને તે ભારતની તેમની મુલાકાતની રાહ જોઈ રહ્યા છે.

બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

YP/GP/JD