Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જાપાનના પ્રધાનમંત્રીની સાથે નવી દિલ્હીમાં આપવામાં આવેલું મીડિયા સંબોધન (12 ડિસેમ્બર, 2015)

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જાપાનના પ્રધાનમંત્રીની સાથે નવી દિલ્હીમાં આપવામાં આવેલું મીડિયા સંબોધન (12 ડિસેમ્બર, 2015)

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જાપાનના પ્રધાનમંત્રીની સાથે નવી દિલ્હીમાં આપવામાં આવેલું મીડિયા સંબોધન (12 ડિસેમ્બર, 2015)

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જાપાનના પ્રધાનમંત્રીની સાથે નવી દિલ્હીમાં આપવામાં આવેલું મીડિયા સંબોધન (12 ડિસેમ્બર, 2015)

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જાપાનના પ્રધાનમંત્રીની સાથે નવી દિલ્હીમાં આપવામાં આવેલું મીડિયા સંબોધન (12 ડિસેમ્બર, 2015)


મહામહિમ, પ્રધાનમંત્રી શ્રી આબે અને મીડિયાના સદસ્યો.

પ્રધાનમંત્રી શ્રી આબેનું ભારતમાં સ્વાગત કરતા મને ખૂબ પ્રસન્નતાનો અનુભવ થઇ રહ્યો છે.

એક અંગત મિત્ર અને ભારત – જાપાન ભાગીદારીના મહાન સંબંધોની યજમાનગીરી કરતી વખતે હું ખૂબ ખુશ થઇ રહ્યો છું.

કોઇ અન્ય ભાગીદાર દ્વારા ભારતના આર્થિક બદલાવમાં આવી નિર્ણાયક ભૂમિકા નહીં ભજવવામાં આવી હશે જેવી જાપાને નિભાવી છે.

ભારતના આર્થિક સપનાંઓને સાકાર કરવા માટે કોઇ પણ મિત્ર જાપાનથી વધારે મહત્વપુર્ણ નહીં રહ્યું હોય.

હું કોઇ પણ પ્રકારની એવી વ્યૂહાત્મક ભાગીદારી અંગે વિચારી નથી શકતો કે જે એશિયા અને અમારી પરસ્પરની સાથે સંકળાયેલા મહાસાગર ક્ષેત્રોની પ્રગતિને આકાર આપવા માટેની અમારી અપેક્ષા અનુસાર અધિક અસરકારક પ્રભાવ પાડવા માટે કાર્ય કરી શકે તેમ છે.

એ જ કારણ છે કે આપણે પોતાની વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને હૃદયના ઉંડાણથી મહત્વપૂર્ણ માની રહ્યાં છીએ. તેને ભારતમાં અજોડ જન સદભાવના અને રાજકીય સામાન્ય સંમતિ મળી હોય. જે આપણી જનતાની મોટી આશાઓ અને ભારે જવાબદારીઓનું પણ નિર્વહન કરે છે.

પાછલા એક વર્ષ દરમિયાન આના પર નિર્ભર રહેવા માટે અમે ખૂબ કામ કર્યું છે.

અમે આર્થિક સહયોગની સાથે સાથે પોતાની ક્ષેત્રીય ભાગીદારી અને સુરક્ષા સહયોગમાં પણ ભારે પ્રગતિ કરી છે.

પ્રધાનમંત્રી શ્રી આબે આપણા આર્થિક પ્રસ્તાવો અંગે, જેમાંથી અનેક હવે ભારત માટે વિશિષ્ટ બની ગયા છે, હંમેશાં તત્પર અને સકારાત્મક રહ્યાં છે. આજે જાપાનના ખાનગી મૂડીરોકાણમાં પણ ઝડપથી વધારો થઇ રહ્યો છે.

આજે આપણે પોતાની સંયુક્ત યાત્રામાં નવી ઉંચાઈઓને હાંસલ કરી લીધી છે. બિનસૈનિક પરમાણુ ઉર્જા સહયોગ અંગે અમે જે પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે તે વાણિજ્ય અને સ્વચ્છ ઉર્જા માટે કરવામાં આવેલી સમજૂતિની સરખામણીએ ખૂબ મહત્વપૂર્ણ છે.

આ શાંતિપૂર્ણ અને સુરક્ષિત વિશ્વના ઉદ્દેશ્ય માટે પરસ્પર વિશ્વાસ અને રણનીતિવાળી ભાગીદારીના નવા સ્તરનું ઝળહળી રહેલું પ્રતીક છે.

હું જાપાન માટેના આ નિર્ણયના મહત્વને જાણું છું. હું આપને વિશ્વાસ અપાવું છું કે ભારત આ નિર્ણયની ગંભીરતાનું સન્માન કરે છે અને અમે આપણી સંયુક્ત પ્રતિબદ્ધતાઓનું પણ સન્માન કરીશું.

જાપાનની શિંકનસેનના માધ્યમથી મુંબઈ- અમદાવાદ સેક્ટર ખાતે હાઈસ્પીડ રેલવે શરૂ કરવાનો નિર્ણય કોઇ ઐતિહાસિક ઘટનાથી ઓછું નથી. શિંકનસેન ગતિ, વિશ્વસનિયતા અને સુરક્ષા માટે ઓળખાય છે.

અમે આ પરિયોજના માટે પ્રધાનમંત્રી શ્રી આબે દ્વારા સરળ શરતોના આધારે આપવામાં આવેલા લગભગ 12 બિલિયન અમેરિકન ડોલરના અસાધારણ પેકેજ અને તકનીકી સહાયતા બદલ આભાર વ્યક્ત કરીએ છીએ.

આ ઉદ્યમ નજીકના ભવિષ્યમાં ભારતીય રેલવે અને ભારતની યાત્રાને ગતિ પ્રદાન કરવા માટેની એક ક્રાંતિની શરુઆત કરશે.

આ ભારતમાં આર્થિક બદલાવનું વાહક બની રહેશે.

અમે જાપાની દ્વિપક્ષિય સહાયતા કાર્યક્રમમાં થયેલી ઝડપી વધારા અને મેક ઇન ઇન્ડિયા મિશન માટેની સાર્વજનિક અને ખાનગી જાપાની પ્રબદ્ધતાની મજબૂતિની પણ પ્રશંસા કરીએ છીએ.

સપ્ટેમ્બર, 2014માં ટોક્યોમાં પ્રધાનમંત્રી શ્રી આબેએ ભારતને પાંચ વર્ષ દરમિયાન 35 બિલિયન અમેરિકન ડોલરની જાપાનની આર્થિક અને મૂડીરોકાણની વાત કરી હતી.

આ એક મહત્વાકાંક્ષી વાત હતી અમે એક સાથે મળીને જલ્દીથી તેને વાસ્તવિકતામાં બદલી રહ્યાં છીએ.

ક્લાયમેન્ટ ચેન્જનો સામનો કરવા માટે આપણી સંયુક્ત પ્રતિબદ્ધતા પણ સમાનરૂપથી ખૂબ મજબૂત છે.

આપણે સ્વચ્છ ઉર્જા અને ઉર્જા દક્ષતા પ્રાદ્યોગિકીઓમાં વ્યાપક સહયોગ માટે કામ કરી રહ્યાં છીએ અને વિશ્વમાં અન્ય દેશોના લાભ માટે પણ સમાધાનોને શોધીશું.

અન્ય સમજૂતિઓ આજે અમારા સહયોગની ઉંડાઈઓ અને ગંભીરતા અને વિવિધતાને દર્શાવે છે.

આજે આપણે પોતાના સુરક્ષા સહયોગમાં બે અન્ય નિર્ણાયક પગલાં ભર્યાં છે. આ બે સમજૂતિ આપણા રક્ષા સંબંધોને મજબૂત કરવાની સાથે સાથે ભારતમાં રક્ષા વિનિર્માણને પણ પ્રોત્સાહન આપશે.

તે સશસ્ત્ર દળોના ત્રણેય અંગોના સ્ટાફની વાર્તાને વિસ્તારવા માટેના અમારા નિર્ણયને મજબૂતી પૂરી પાડશે અને જાપાનને માલાબાર નૌકાદળ અભ્યાસમાં પણ એક ભાગીદાર બનાવશે.

અમે એક વર્ષ દરમિયાન પોતાની ક્ષેત્રીય ભાગીદારીને પણ ખૂબ આગળ સુધી વિસ્તારી છે. અમે સંયુક્ત રાષ્ટ્રની સાથે ત્રિપક્ષીય વાતચીતનું સ્તર ઉઠાવ્યું છે અને ઓસ્ટ્રેલિયાની સાથે પણ એક નવી શરુઆત કરી છે.

અમે આ ક્ષેત્રમાં એક સમગ્ર, સંતુલિત અને ખુલ્લી ક્ષેત્રીય વાસ્તુકલા અને દરિયાઈ સુરક્ષાને વધારવા માટે પ્રોત્સાહન આપવા માટે પૂર્વ એશિયા સંમેલનમાં એક સાથે મળીને કામ કરવાના છીએ.

અમે નેવિગેશન, ઓવર-ફ્લાઇટ અને દરિયાઈ વાણિજ્યમાં સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે મજબૂતિથી ઉભા છીએ અને અમને વિશ્વાસ છે કે દરેક વિવાદોનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવો જોઇએ અને દરેક દેશોને દરિયાઈ મુદ્દાઓ અંગે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને માપદંડોનું પાલન કરવું જોઇએ.

હું ઓપેકમાં ભારતની સદસ્યતા માટે પ્રધાનમંત્રી આબેના સમર્થનના વખાણ કરું છું.

અમે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અમારા ઉચિત સ્થાન માટે પણ પૂરો પ્રયાસ કરીશું.

સંસ્કૃતિ અને લોકો કોઇ સંબંધોમાં જીવનનો સમાવેશ કરે છે.

અમારા વિશિષ્ટ સંબંધોમાં અદભૂત માનવીય સ્પર્શની અનુભૂતિ છે.

ક્યોટો વારાણસી ભાગીદારી મજબૂત પ્રતીકોમાંથી એક છે.

પાછલા વર્ષે પ્રધાનમંત્રી આબે ક્યોટોમાં મારા યજમાન બન્યા હતા.

આજે હું તેમને વારાણસીના પ્રાચીન વારસા અને તેના આધુનિક ભવિષ્યની યોજનાઓ અંગે પરિચિત કરાવીશ.

અંતમાં હું બન્ને દેશો વચ્ચેના વિશેષ સંબંધોને માન્યતા આપવાની સાથે ભારત 1 માર્ચ, 2016 વેપારી ઉદ્દેશ્યો સહિત જાપાની નાગરિકોના આગમન પર વિઝાની સુવિધા (વિઝા ઓન અરાઇવલ) પૂરી પાડશે. આ સુવિધા વિશ્વસ્તર પર વિસ્તારમાં આવી રહેલી ઇલેક્ટ્રોનિક વિઝા સુવિધાથી અલગ હશે.

મહામહિમ, વ્યાપક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમવાળા વિશ્વમાં કેટલીક યાત્રાઓ વાસ્તવમાં ઐતિહાસિક હોય છે જે સંબંધોમાં પરિવર્તન લાવે છે. આપની યાત્રા પણ એવી જ યાત્રા છે.

અલબત્ત, અમે ભારત જાપાન સંબંધોના વિઝન 2015ને સાકાર કરવા માટે કાર્ય કરી રહ્યાં છીએ, એટલા માટે અમે પોતાના લોકોની સમૃદ્ધિમાં વધારો કરીશું અને આપણા વિઝન અને મૂલ્યોમાં એક એશિયાઈ સદીને આકાર આપીશું.

ધન્યવાદ

J.Khunt/GP