પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે 7 લોક કલ્યાણ માર્ગ પર દેશભરના અગ્રણી શીખ બૌદ્ધિક વ્યક્તિઓના પ્રતિનિધિમંડળને મળ્યા હતા.
આ બેઠકમાં ખેડૂત કલ્યાણ, યુવા સશક્તીકરણ, ડ્રગ મુક્ત સમાજ, રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ, કૌશલ્ય, રોજગાર, ટેકનોલોજી અને પંજાબના સર્વાંગી વિકાસના માર્ગ જેવા વિવિધ વિષયો પર પ્રતિનિધિમંડળ સાથે પ્રધાનમંત્રી દ્વારા ફ્રી વ્હીલિંગ વાર્તાલાપ જોવા મળ્યો હતો.
પ્રધાનમંત્રીએ પ્રતિનિધિમંડળને મળવા પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે બૌદ્ધિકો સમાજના અભિપ્રાય નિર્માતા છે. પ્રતિનિધિમંડળના સભ્યોને જનતાને જોડવા અને શિક્ષિત કરવા અને નાગરિકોને યોગ્ય રીતે માહિતગાર કરવા માટે કામ કરવા વિનંતી કરતા, તેમણે એકતાની ભાવનાના મહત્વ પર ભાર મૂક્યો જે આપણા દેશની વિશાળ અને સુંદર વિવિધતા વચ્ચે કેન્દ્રિય સ્તંભ તરીકે કાર્ય કરે છે.
પ્રધાનમંત્રીએ માતૃભાષામાં શિક્ષણના મહત્વ વિશે વાત કરી. તેમણે કહ્યું કે ભારતીય ભાષાઓમાં વ્યાવસાયિક અભ્યાસક્રમો વિકસાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી કરીને માતૃભાષામાં ઉચ્ચ શિક્ષણ વાસ્તવિકતા બને.
પ્રતિનિધિમંડળે આમંત્રણ માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તેઓએ ક્યારેય કલ્પના કરી ન હતી કે દેશના પ્રધાનમંત્રી તેમની સાથે આટલા અનૌપચારિક માહોલમાં જોડાશે. તેઓએ શીખ સમુદાયની સુધારણા માટે પ્રધાનમંત્રી દ્વારા લેવામાં આવેલા સતત અને બહુવિધ પગલાઓની પણ પ્રશંસા કરી.
SD/GP/JD
Had a productive meeting with members of the Sikh community. We had extensive discussions on various subjects. https://t.co/3uXeVRUugS
— Narendra Modi (@narendramodi) March 24, 2022