Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીને ગ્રીસના રાષ્ટ્રપતિએ ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ ઓર્ડર ઑફ ઓનરથી નવાજ્યા

પ્રધાનમંત્રી શ્રીને ગ્રીસના રાષ્ટ્રપતિએ ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ ઓર્ડર ઑફ ઓનરથી નવાજ્યા


ગ્રીસના રાષ્ટ્રપતિ, કેટરીના સાકેલારોપોઉલોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ધ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનરથી નવાજ્યા હતા.
ઓર્ડર ઓફ ઓનરની સ્થાપના ૧૯૭૫માં કરવામાં આવી હતી. જેમાં દેવી એથેનાના મસ્તકને સિતારાની આગળની બાજુએ ફક્ત યોગ્યતમનું સન્માન થવું જોઈએશિલાલેખ સાથે દર્શાવવામાં આવ્યું છે.
ગ્રીસના રાષ્ટ્રપતિ દ્વારા ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર પ્રધાનમંત્રીઓ અને પ્રતિષ્ઠિત હસ્તીઓને એનાયત કરવામાં આવે છે, જેમણે તેમના વિશિષ્ટ હોદ્દાને કારણે ગ્રીસનું કદ વધારવામાં યોગદાન આપ્યું છે.
પ્રશસ્તિપત્રમાં કહેવામાં આવ્યું છે– “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વમાં, ભારતના મૈત્રીપૂર્ણ લોકોને સન્માન આપવામાં આવે છે.”
તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, “આ મુલાકાતના પ્રસંગે, ગ્રીક રાજ્ય ભારતના પ્રધાનમંત્રીનું સન્માન કરે છે, એક રાજનેતા કે જેમણે તેમના દેશની વૈશ્વિક પહોંચને અવિરતપણે પ્રોત્સાહન આપ્યું છે અને જે ભારતની આર્થિક પ્રગતિ અને સમૃદ્ધિ માટે વ્યવસ્થિત રીતે કાર્ય કરે છે, હિંમતવાન સુધારાઓ લાવે છે. એક રાજનેતા, જેમણે પર્યાવરણીય સંરક્ષણ અને જળવાયુ પરિવર્તનને આંતરરાષ્ટ્રીય ગતિવિધિઓની ટોચની પ્રાથમિકતાઓમાં સ્થાન અપાવ્યું છે.”
પરસ્પર હિતના ક્ષેત્રોમાં ગ્રીકભારતીય મિત્રતાને વ્યૂહાત્મક પ્રોત્સાહન આપવામાં પીએમ મોદીના નિર્ણાયક યોગદાનને પણ માન્યતા આપવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ ગ્રીસના રાષ્ટ્રપતિ સુશ્રી કેટરીના સાકેલારોપોઉલો, સરકાર અને ગ્રીસના લોકોનો આભાર માન્યો હતો અને X પર પોસ્ટ મૂકી હતી.

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com