Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીનગરમાં: દેશને કિશનગંગા હાયડ્રોપાવર સ્ટેશન અર્પણ કર્યું

પ્રધાનમંત્રી શ્રીનગરમાં: દેશને કિશનગંગા હાયડ્રોપાવર સ્ટેશન અર્પણ કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીનગર ખાતે એક કાર્યક્રમમાં કિશનગંગા હાયડ્રોપાવર સ્ટેશન દેશને અર્પણ કર્યું.

તેમણે શ્રીનગર રીંગ રોડનો શિલાન્યાસ પણ કર્યો.

જનમેદનીને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ છેલ્લા ચાર વર્ષમાં એવા વિવિધ પ્રસંગોને યાદ કર્યા જયારે તેમણે જમ્મુ અને કાશ્મીર રાજ્યની મુલાકાત લીધી હતી.

તેમણે કહ્યું કે રમઝાનનો મહિનો એ મહમ્મદ પયગંબરની શિક્ષાઓને અને સંદેશને યાદ કરવાનો સમય છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 330 મેગાવોટનો કિશનગંગા હાયડ્રોપાવર પ્રોજેક્ટ એ રાજ્યની વીજળીની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે લાંબા ગાળે ઘણો મહત્વનો સાબિત થશે.

તેમણે રાજ્યના તમામ ત્રણેય પ્રદેશો – કાશ્મીર, જમ્મુ અને લદ્દાખના સંતુલિત વિકાસની જરૂરીયાત ઉપર ભાર મુક્યો હતો.

RP