Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ હૃદયનાથ મંગેશકરના ટ્વીટનો આભાર માન્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં લતા મંગેશકર ચોકના ઉદ્ઘાટન પ્રસંગે સ્વ. લતા મંગેશકરના નાના ભાઈ હૃદયનાથ મંગેશકર તરફથી કરાયેલા ટ્વીટનો આભાર માન્યો છે. પ્રધાનમંત્રી શ્રીએ ટિપ્પણી કરી હતી કે લતા દીદી ભગવાન શ્રી રામના પ્રખર ભક્ત હતા અને પવિત્ર શહેર અયોધ્યામાં તેમના નામે એક ચોક હોય તે જ યોગ્ય છે.

હૃદયનાથ મંગેશકરના ટ્વીટને ટાંકીને, પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

“લતા દીદી ભગવાન શ્રી રામના પ્રખર ભક્ત હતા અને પવિત્ર શહેર અયોધ્યામાં તેમના નામે એક ચોક હોય તે જ યોગ્ય છે.”

YP/GP/JD