Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ ભારતના પ્રથમ સૌર મિશન, આદિત્ય -L1ના સફળ પ્રક્ષેપણ માટે ISROના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ સૌર મિશન, આદિત્ય -L1ના સફળ પ્રક્ષેપણ બદલ ઈસરોના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન પાઠવ્યા છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“ચંદ્રયાન-3ની સફળતા પછી, ભારત તેની અવકાશ યાત્રા ચાલુ રાખે છે. ભારતના પ્રથમ સૌર મિશન, આદિત્ય -L1ના સફળ પ્રક્ષેપણ બદલ @isro પર આપણા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન. સમગ્ર માનવતાના કલ્યાણ માટે બ્રહ્માંડની વધુ સારી સમજ વિકસાવવા માટે આપણા અથાક વૈજ્ઞાનિક પ્રયાસો ચાલુ રહેશે.”

CB/GP/JD