પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79માં સત્રની સાથે સાથે નેપાળના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી કે પી શર્મા ઓલી સાથે મુલાકાત કરી હતી.
બંને નેતાઓએ ભારત અને નેપાળ વચ્ચે વિશિષ્ટ અને ગાઢ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી તથા વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જેમાં વિકાસલક્ષી ભાગીદારી, જળવિદ્યુત સહકાર, લોકો વચ્ચેનાં સંબંધો અને કનેક્ટિવિટી વધારવા – ભૌતિક, ડિજિટલ અને ઊર્જાનાં ક્ષેત્રમાં થઈ રહેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ નેપાળને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઇએસએ)માં સંપૂર્ણ સભ્ય તરીકે જોડાનાર 101મો દેશ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને આબોહવામાં ફેરફારના પડકાર સામે પ્રાદેશિક પ્રતિભાવ આપવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
નેપાળ તેની પડોશી પ્રથમ નીતિ હેઠળ ભારતનું પ્રાથમિકતાનું ભાગીદાર છે. આ બેઠક આપણી પડોશી પ્રથમ નીતિને આગળ વધારવા માટે ભારત અને નેપાળ વચ્ચે નિયમિતપણે ઉચ્ચ–સ્તરીય આદાનપ્રદાનની પરંપરાને જાળવી રાખે છે.
AP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
PM @narendramodi held a fruitful meeting with PM @kpsharmaoli of Nepal in New York. The leaders discussed ways to enhance India-Nepal cooperation in sectors such as energy, trade and more. pic.twitter.com/HrXmyEF91X
— PMO India (@PMOIndia) September 23, 2024
Had a very good meeting with Prime Minister KP Oli in New York. The India-Nepal friendship is very robust and we look forward to adding even more momentum to our ties. Our talks focused on issues such as energy, technology and trade. @kpsharmaoli pic.twitter.com/WGrSrL8mEO
— Narendra Modi (@narendramodi) September 23, 2024