Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ જાપાનના ભૂતપૂર્વ PM આબે શિન્ઝોના દુઃખદ અવસાન પર શોક અને દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રીએ જાપાનના પૂર્વ પીએમ આબે શિન્ઝોના દુ:ખદ અવસાન પર શોક અને દુખ વ્યક્ત કર્યું છે. શ્રી મોદીએ શ્રી આબે સાથેના તેમના જોડાણ અને મિત્રતા પર પણ ભાર મૂક્યો અને ભારત-જાપાન સંબંધોને વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના સ્તરે ઉન્નત કરવામાં તેમણે આપેલા અમૂલ્ય યોગદાન પર ટિપ્પણી કરી. શ્રી મોદીએ 9 જુલાઈ 2022ના રોજ આબે શિન્ઝો પ્રત્યેના ઊંડા આદરના ચિહ્ન તરીકે એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીએ ટોક્યોમાં તેમની તાજેતરની બેઠકનો એક ફોટોગ્રાફ પણ શેર કર્યો હતો.

શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

 “મારા સૌથી પ્રિય મિત્ર શિન્ઝો આબેના દુ:ખદ અવસાનથી હું શબ્દોથી પર આઘાતમાં અને દુઃખી છું. તેઓ એક જબરદસ્ત વૈશ્વિક રાજનેતા, ઉત્કૃષ્ટ નેતા અને નોંધપાત્ર વહીવટકર્તા હતા. તેમણે પોતાનું જીવન જાપાન અને વિશ્વને વધુ સારી જગ્યા બનાવવા માટે સમર્પિત કર્યું હતું.

 “શ્રી આબે સાથેનો મારો સંબંધ ઘણા વર્ષો જૂનો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના મારા કાર્યકાળ દરમિયાનથી હું તેમને ઓળખતો હતો અને હું PM બન્યા પછી અમારી મિત્રતા ચાલુ રહી. અર્થતંત્ર અને વૈશ્વિક બાબતો અંગેની તેમની તીક્ષ્ણ આંતરદૃષ્ટિએ હંમેશા મારા પર ઊંડી છાપ છોડી છે.

 “મારી તાજેતરની જાપાનની મુલાકાત દરમિયાન, મને શ્રી આબેને ફરીથી મળવાની અને ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક મળી. તેઓ હંમેશની જેમ જ વિનોદી અને સમજદાર હતા. મને ખબર ન હતી કે આ અમારી છેલ્લી મુલાકાત હશે. તેમના પરિવાર અને જાપાની લોકો પ્રત્યે મારી દિલથી સંવેદના.

 “શ્રીમાન આબેએ ભારત-જાપાન સંબંધોને વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના સ્તરે ઉન્નત કરવા માટે ઘણું યોગદાન આપ્યું છે. આજે આખું ભારત જાપાન સાથે શોક વ્યક્ત કરે છે અને આ મુશ્કેલ ઘડીમાં અમે અમારા જાપાની ભાઈ-બહેનો સાથે એક થઈને ઊભા છીએ.”

 “ભૂતપૂર્વ વડા પ્રધાન આબે શિન્ઝો માટે અમારા ઊંડા આદરના ચિહ્ન તરીકે, 9 જુલાઈ 2022 ના રોજ એક દિવસનો રાષ્ટ્રીય શોક મનાવવામાં આવશે.”

 “ટોક્યોમાં મારા પ્રિય મિત્ર શિન્ઝો આબે સાથેની મારી સૌથી તાજેતરની મીટિંગમાંથી એક તસવીર શેર કરી રહ્યો છું. ભારત-જાપાન સંબંધોને મજબૂત કરવા માટે હંમેશા ઉત્સાહી, તેમણે જાપાન-ભારત એસોસિએશનના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી છે.

 

SD/GP/JD