Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ કંબોડિયાના રાજા મહામહિમ નોરોદોમ સિહામોની સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી શ્રીએ કંબોડિયાના રાજા મહામહિમ નોરોદોમ સિહામોની સાથે મુલાકાત કરી


ગાઢ સાંસ્કૃતિક સંબંધો અને વિકાસ ભાગીદારી પર વિચારોનું આદાનપ્રદાન કર્યું

મહામહિમે G 20ના ભારતના પ્રમુખપદની પ્રશંસા કરીઅને તેમની શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાષ્ટ્રપતિ ભવન ખાતે 29-31 મે 2023 દરમિયાન ભારતની તેમની પ્રથમ સરકારી મુલાકાતે આવેલા કંબોડિયાના રાજા મહામહિમ નોરોદોમ સિહામોની સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી અને મહામહિમ, રાજા સિહામોનીએ બંને દેશો વચ્ચે ગાઢ સાંસ્કૃતિક સંબંધો, મજબૂત સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના જોડાણ પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ ક્ષમતા નિર્માણ સહિત વિવિધ ક્ષેત્રોમાં કંબોડિયા સાથે દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવાના ભારતના સંકલ્પની ખાતરી આપી હતી. મહામહેનતે વિકાસ સહકારમાં ભારતની ચાલી રહેલી પહેલો માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો અને G-20ના ભારતના પ્રમુખપદ માટે તેમની પ્રશંસા અને શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.