Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ એશા સિંહને 25 મીટર પિસ્તોલ વુમન શૂટિંગ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ બિરદાવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં 25 મીટર પિસ્તોલ મહિલા શૂટિંગ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ એશા સિંહની પ્રશંસા કરી છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

@singhesha10 દ્વારા “એક અદભૂત સિલ્વર!

25 મીટર પિસ્તોલ મહિલા શૂટિંગ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ એશા સિંહ પર ગર્વ છે. તેણીની અદ્ભુત પ્રતિભા, સખત મહેનત અને સમર્પણએ આપણને ગૌરવ અપાવ્યું છે.

તેના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છાઓ.”

CB/GP/JD