Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ અભિનેતા વિક્રમ ગોખલેના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અભિનેતા વિક્રમ ગોખલેના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

શ્રી મોદીએ ટ્વીટ કર્યું:

વિક્રમ ગોખલેજી સર્જનાત્મક અને બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા હતા. તેમની લાંબી અભિનય કારકિર્દીમાં તેમને ઘણી રસપ્રદ ભૂમિકાઓ માટે યાદ કરવામાં આવશે. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

YP/GP/JD