Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી વારાણસીમાં

પ્રધાનમંત્રી વારાણસીમાં

પ્રધાનમંત્રી વારાણસીમાં


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીની મુલાકાત લીધી હતી.

તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં પંડિત મદન મોહન માલવિયા કેન્સર સેન્ટર અને સેન્ટેનરી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું શિલારોપાણ કર્યું હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તબીબી વિજ્ઞાનમાં ટેકનોલોજીની ભૂમિકા વધી રહી છે અને કેન્દ્ર સરકાર ભારતમાં શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ પ્રદાન કરવા અગ્રેસર છે.

તેમણે જણાવ્યું હતું કે અત્યારે ભારતના લોકોને, ખાસ કરીને ગરીબોને ગુણવત્તાયુક્ત અને વાજબી હેલ્થકેર પ્રદાન કરવાની તાતી જરૂર છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમને 125 કરોડ ભારતીયોની તાકાતમાં વિશ્વાસ છે. તેમણે કહ્યું હતું કે, ભારતના લોકો નિઃસ્વાર્થી છે અને લોકોના આશીર્વાદ ઈશ્વરના આશીર્વાદ સમાન છે.

તેમણે યુવાનોને ઓનલાઇન બેન્કિંગ તરફ અગ્રેસર થવા વિનંતી કરી હતી.

પ્રધાનમંત્રીએ વારાણસીમાં કબીર નગર વિસ્તારની મુલાકાત લીધી હતી તથા આઇપીડીએસ અને હૃદય સ્કીમ હેઠળ અંડરગ્રાઉન્ડ કેબલિંગ અને હેરિટેજ લાઇટિંગમાં પ્રગતિ ચકાસી હતી. તેમણે ત્યાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.

ત્યારબાદ ડીએલડબલ્યુ ગ્રાઉન્ડ પર પ્રધાનમંત્રીએ ઇએસઆઇસી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે શિલારોપાણ કર્યું હતું. તમણે નવા વેપારી સુવિધા કેન્દ્ર અને ક્રાફ્ટ્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

AP/TR/GP