પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પ્રખ્યાત પોડકાસ્ટર અને AI સંશોધક લેક્સ ફ્રિડમેન સાથે રસપ્રદ અને વિચારપ્રેરક વાતચીત કરી હતી. ત્રણ કલાક ચાલેલી આ ચર્ચામાં પ્રધાનમંત્રી મોદીનું બાળપણ, હિમાલયમાં વિતાવેલા તેમના શરૂઆતના વર્ષો અને જાહેર જીવનની તેમની સફર સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રખ્યાત AI સંશોધક અને પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેનો આ બહુપ્રતિક્ષિત ત્રણ કલાકનો પોડકાસ્ટ આવતીકાલે, 16 માર્ચ, 2025ના રોજ રિલીઝ થવાનો છે. લેક્સ ફ્રિડમેનએ આ વાતચીતને તેમના જીવનની “સૌથી શક્તિશાળી વાતચીતોમાંની એક” ગણાવી હતી.
આગામી પોડકાસ્ટ વિશે લેક્સ ફ્રિડમેનની X પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ X પર લખ્યું;
“તે ખરેખર @lexfridman સાથે એક રસપ્રદ વાતચીત હતી, જેમાં મારા બાળપણ, હિમાલયમાં વિતાવેલા વર્ષો અને જાહેર જીવનની સફરની યાદ અપાવવા સહિત વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા હતા.
ટ્યુન ઇન કરો અને આ સંવાદનો ભાગ બનો!”
It was indeed a fascinating conversation with @lexfridman, covering diverse topics including reminiscing about my childhood, the years in the Himalayas and the journey in public life.
Do tune in and be a part of this dialogue! https://t.co/QaJ04qi1TD
— Narendra Modi (@narendramodi) March 15, 2025
Podcast should be published tomorrow (Sunday) around 8am EST / 5:30pm IST.
— Lex Fridman (@lexfridman) March 15, 2025
AP/IJ/GP/JD