Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી લાલ કિલ્લા ખાતે સુભાષ ચંદ્ર બોઝ મ્યુઝિયમનું ઉદ્દઘાટન કરશે


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે તા.23 જાન્યુઆરી, 2019ના રોજ સુભાષ ચંદ્ર બોઝ મ્યુઝિયમનું ઉદ્દઘાટન કરશે.

તે નેતાજી સુભાષચંદ્ર બોઝ અને ઈન્ડિયન નેશનલ આર્મીની તક્તીનું અનાવરણ કરીને મ્યુઝિયમનું ઉદ્દઘાટન કરશે. પ્રધાન મંત્રી મ્યુઝિયમની મુલાકાત પણ લેશે.

પ્રધાનમંત્રી યાદ-એ-જલિયાન મ્યુઝિયમ (જલિયાવાલા બાગ અને પ્રથમ વિશ્વયુધ્ધ અંગેના મ્યુઝિયમ) ની મુલાકાત લેશે.

તેઓ લાલ કિલ્લા, નવી દિલ્હી ખાતે 1857ભારતની આઝાદીની પ્રથમ લડત  પરના મ્યુઝિયમ તથા ભારતીય દ્રશ્યકલા પરના મ્યુઝિયમની પણ મુલાકાત લેશે.

નેતાજી  સુભાષચંદ્ર બોઝ અને ઈન્ડિયન નેશનલ આર્મી અંગેનું મ્યુઝિયમ સુભાષચંદ્ર બોઝ અને ઈન્ડિયન નેશનલ આર્મીના ઈતિહાસની વિગતવાર માહિતી પૂરી પાડે છે. આ મ્યુઝિયમમાં સુભાષચંદ્ર બોઝ અને આઈએનએ અંગેની કેટલીક સ્મૃતિઓ દર્શાવાયેલી છે. આ સ્મૃતિઓમાં નેતાજી જેનો ઉપયોગ કરતા હતા તે લાકડાની ખુરશી, મેડલ્સ, બેઝીઝ, ગણવેશ તથા આઈએનએ અંગેની અન્ય સ્મૃતિઓનો સમાવેશ થાય છે.

ઐતિહાસિક સ્થળોના ઉદ્દઘાટનની પરંપરા પ્રમાણે પ્રધાનમંત્રી મોદીએ અહિં પણ શિલારોપણ વિધિ કરી હતી. પ્રધાન મંત્રીશ્રીએ તા.21 ઓક્ટોબર, 2018ના રોજ મ્યુઝિયમની શિલારોપણ વિધિ કરી હતી. એ દિવસે નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા સ્થાપિત આઝાદ હિંદ સરકારની 75મી વર્ષગાંઠ મનાવાઈ હતી. આઝાદીનું મૂલ્ય સમજાવતાં પ્રધાનમંત્રીશ્રીએ લાલ કિલ્લા ખાતે આ ઉજવણી પ્રસંગે રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો.

આફત સમયે બચાવ કામગીરી કરનારાઓના સન્માન માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝના નામે એવોર્ડની જાહેરાત કરી હતી. 21 ઓક્ટોબર, 2018ના રોજ રાષ્ટ્રને નેશનલ પોલિસ મેમોરિયલ સમર્પિત કરવાના અવસરે તેમણે આ જાહેરાત કરી હતી.

નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને આઈએનએના મૂલ્યો અને વિચારોને ફરી એક વાર પ્રધાનમંત્રીશ્રીની આંદામાન અને નિકોબાર ટાપુની તા.30 ડિસેમ્બર, 2018ની મુલાકાત દરમિયાન યાદ કરવામાં આવ્યા હતા. તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા ભારતની ભૂમિ પર તિરંગો લહેવારવાની 75મી વર્ષગાંઠ પ્રસંગે તેમની સ્મૃતિમાં એક ટપાલ ટિકિટ,  સિક્કો અને ફર્સ્ટ ડે કવર બહાર પાડ્યા હતા. તેમણે યાદ કર્યું હતું કે નેતાજીના અનુરોધથી આંદામાનના ઘણાં યુવકોએ દેશની આઝાદી માટે પોતાની જાત સમર્પિત કરી દીધી હતી. 1943માં જે દિવસે નેતાજીએ તિરંગો ફરકાવ્યો તેની યાદમાં 150 ફૂટ ઉંચા દંડ પર ઝંડો લહેરાવાયા હતો અને નેતાજીના સન્માન તરીકે રોઝ આઈલેન્ડને નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વીપ નામ આપવામાં આવ્યું હતું.

આ અગાઉ ઓક્ટોબર 2015માં નેતાજી સુભાષચંદ્ર બોઝના પરિવારના સભ્યો પ્રધાનમંત્રીશ્રીને મળ્યા હતા અને ભારત સરકાર પાસે પડેલી નેતાજી અંગેની ફાઈલોનું ડીક્લાસીફિકેશન કરવા વિનંતી કરી હતી. પ્રધાનમંત્રીએ નેશનલ આર્કાઈવ્ઝ ઓફ ઈન્ડિયા ખાતે જાહેર નિરીક્ષણ માટે જાન્યુઆરી, 2018માં નેતાજી અંગેની 100 ફાઈલોની ડીજીટલ નકલો બહાર પાડી હતી.

યાદ-એ-જલિયાન મ્યુઝિયમ તા.13 એપ્રિલ, 1919ના રોજ થયેલા જલિયાવાલા બાગ હત્યાકાંડનો અધિકૃત ચિતાર પૂરો પાડે છે. આ મ્યુઝિયમમાં પ્રથમ વિશ્વયુધ્ધ દરમિયાન ભારતીય સૈનિકોએ દર્શાવેલ વીરતા, શૌર્ય અને ત્યાગની ઝાંખી કરાવાઈ છે. 

ભારતની આઝાદી માટે લડાયેલી પ્રથમ લડત 1857 અંગેનું આ મ્યુઝિયમ 1857ની કથા વર્ણવે છે અને એ ગાળા દરમિયાન ભારતીય સૈનિકોએ દાખવેલી વીરતા અને શૌર્યનું નિદર્શન કરે છે.

ભારતીય કલા અંગેનુ પ્રદર્શન દ્રશ્યકલા મ્યુઝિયમમાં 16મી સદીથી માંડીને ભારતની આઝાદી સુધીની કલા કૃતિઓ દર્શાવવામાં આવી છે.

પ્રજાસત્તાક દિન પૂર્વે પ્રધાનમંત્રીશ્રીની આ મ્યુઝિયમોની મુલાકાત એ આપણી આઝાદીના બહાદુર લડવૈયાઓ કે જેમણે રાષ્ટ્ર માટે જાન સમર્પિત કરી દીધી તેમને અપાયેલી અંજલિ છે.

 

NP/J.Khunt/GP