Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી મોદી આવતીકાલે અરૂણાચલ પ્રદેશની મુલાકાત લેશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અરૂણાચલ પ્રદેશની મુલાકાત લેશે. અરૂણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેઓ દોરજી ખાંડુ સ્ટેટ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. આ કન્વેન્શન સેન્ટર એક ઓડિટોરિયમ, પરિષદ હોલ અને પ્રદર્શન હોલ ધરાવે છે. તે ઇટાનગરનું મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન બનશે એવી અપેક્ષા છે.

પ્રધાનમંત્રી દેશને રાજ્ય નાગરીક સચિવાલય ભવન પણ અર્પણ કરશે અને ટોમો રિબા સ્વાસ્થ્ય અને મેડિકલ સંસ્થાનનાં શૈક્ષણિક બ્લોકનું ખાતમુહૂર્ત કરશે.

પ્રધાનમંત્રી અરૂણાચલ પ્રદેશથી ત્રિપુરાની બિનસત્તાવાર મુલાકાત લેશે.

RP