Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી કોસ્ટાએ વિશિષ્ટ સ્ટાર્ટ-અપ પોર્ટલ લોન્ચ કરી

પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી કોસ્ટાએ વિશિષ્ટ સ્ટાર્ટ-અપ પોર્ટલ લોન્ચ કરી


પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી કોસ્ટાએ આજે લિસ્બનમાં વિશિષ્ટ સ્ટાર્ટઅપ પોર્ટલ ઇન્ડિયા-પોર્ટુગલ ઇન્ટરનેશનલ સ્ટાર્ટઅપ હબ (આઇપીઆઇએસએચ) લોન્ચ કરી હતી.

 

આ પ્લેટફોર્મની શરૂઆત સ્ટાર્ટઅપ ઇન્ડિયા દ્વારા થઈ છે. તેને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તથા સ્ટાર્ટઅપ પોર્ટુગલનો સાથસહકાર પ્રાપ્ત છે, જેનો ઉદ્દેશ ઉદ્યોગસાહસિક ભાગીદારીને પારસ્પરિક સહકાર આપવાનો છે.

 

આઇપીઆઇએસએચ પર અનેક ટૂલ્સ છે અને તે બેંગલોર, દિલ્હી અને લિસ્બનમાં સ્ટાર્ટ-અપ હોટસ્પોટ્સ પર માહિતી પ્રદાન કરશે. વળી તે નીતિ, કરવેરા અને વિઝાના વિકલ્પો જેવા સંબંધિત વિષયો પર જાણકારી પણ આપશે. તે સ્ટાર્ટ-અપ્સને ટેકો આપવા ગો-ટૂ-માર્કેટ ગાઇડ પણ વિકસાવશે.

 

આઇપીઆઇએસએચ પારસ્પરિક ક્ષમતા નિર્માણમાં મદદ કરશે તથા પ્રસ્તુત ક્ષેત્રોમાં સ્ટાર્ટ-અપ્સ, રોકાણકારો અને ઇન્ક્યુબેટર્સ વચ્ચે જોડાણ સક્ષમ બનાવશે તેવી અપેક્ષા છે. તે બંને દેશોમાંથી સ્ટાર્ટ-અપ્સને માર્ગદર્શન આપવા ભારત અને પોર્ટુગલમાં માનદ રાજદૂતો આધારિત નેટવર્ક સ્થાપિત કરશે તેવી પણ અપેક્ષા છે.

પૃષ્ઠભૂમિ: 

સ્ટાર્ટ-અપ સેક્ટરમાં ભારત અને પોર્ટુગલ વચ્ચે સારી એવી પૂરકતા જોવા મળે છે. પોર્ટુગલ યુરોપમાં વ્યવસાયનું સર્જન કરવામાં ઊંચો દર ધરાવતા દેશમાંનો એક છે તથા ઉદ્યોગસાહસિકતા માટે સૌથી વધુ વાઇબ્રન્ટ યુરોપિયન ઇકો-સિસ્ટમ્સ ધરાવતા દેશ તરીકે બહાર આવ્યો છે. લિસ્બન વર્ષ 2016થી 3 વર્ષ માટે મુખ્ય વાર્ષિક આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી કોન્ફરન્સ વેબ સમિટનું આયોજન કરે છે. છેલ્લી વેબ સમિટમાં ભારતમાંથી 700 સહભાગીઓ સામેલ થયા હતા અને ચાલુ વર્ષે આ સંખ્યામાં વધારો થવાની અપેક્ષા છે. ભારત અને પોર્ટુગલ એમ બંને દેશોની સરકારો સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન આપવા ધ્યાન કેન્દ્રીત કરે છે. 

TR