Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી મોદીની યુએનઆઈ સાથે મુલાકાત


પ્રધાનમંત્રી મોદીની યુનાઆઈટેડ ન્યુઝ ઓફ ઈન્ડીયા (યુએનઆઈ)/ યુનિવાર્તા સાથે મુલાકાતનો મૂળપાઠ

  • એનડીએ સરકારના પ્રથમ વર્ષની કામગીરીનું તમે વ્યક્તિગત આકલન કેવી રીતે કરો છો? તેની સૌથી મોટી સિધ્ધિ શું છે?

 

હું ખૂબ જ સંતુષ્ઠ છું. આ વર્ષનો સૌથી સંતોષજનક હિસ્સો એ છે કે અમે અમારાં વચન પાળી બતાવ્યાં છે કે અમારો ઈરાદો સ્પષ્ટ છે અને અમારી કામગીરી રાષ્ટ્રના લાંબા ગાળાના હિતને આધારે કરવામાં આવી છે. તમે એક વર્ષ પહેલાંની પરિસ્થિતિ યાદ કરો. સરકારમાં વિવિધ સ્તરે મોટાપાયે ભ્રષ્ટાચારને કારણે નિયમિત કૌભાંડો બહાર આવતાં હતાં. આપણાં કીંમતી કુદરતી સ્ત્રોતો  કેટલાક પસંદગીના લોકોના હાથમાં જઈ રહયા હતા. આથી વિરૂધ્ધ મારી સરકારની વિરૂધ્ધ ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી કે કોઈ કૌભાંડ બહાર આવ્યુ નથી. અમે એક સ્વચ્છ, પારદર્શક અને  કાર્યક્ષમ સરકાર આપી છે. મીડિયાએ પ્રસિધ્ધ કરેલા કેટલાક સર્વેનાં તારણો દર્શાવે છે કે લોકોએ અમે પ્રથમ વર્ષની  અમારી કામગીરીની મહદ્દ અંશે કદર કરી છે. આ બાબત અમને વધુ બહેતર ગતિશીલતા સાથે આગળ ધપવા માટે વિશ્વાસ પૂરો પાડે છે.

 

556c62ffcc1ab [ PM India 359KB ]

  • તમારા વિરોધીઓનો એવો આરોપ છે કે તમારી સરકાર કોર્પોરેટ તરફી, ખેડૂત વિરોધી અને ગરીબ વિરોધી છે?

 

જેમણે કોલસા અને સ્પેક્ટ્રમ જેવી કિંમતી કુદરતી સંપત્તિઓ પોતાના મનપસંદ ઉદ્યોગપતિઓને આપી દીધી છે તે લોકોને આવું કહેવાનો કોઈ અધિકાર નથી. દરેક વ્યક્તિ જાણે છે કે આઝાદીના 60 વર્ષના કોંગ્રેસ શાસન પછી દેશ ક્યાં ઉભો છે. આ લોકો ગરીબોના નામે રાજકારણ કરીને ટકી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં તેમણે શું કર્યું છે. દેશમાં હજુ વ્યાપક ગરીબી પ્રવર્તે છે. તમારે તેમને પૂછવું જોઈએ કે જો તમે ગરીબ તરફી હોવ તો ભારતમાં હજુ ગરીબી કેમ અસ્તિત્વ ધરાવે છે. માત્ર એક વર્ષના ગાળામાં અમે શક્ય તમામ મોરચે પગલાં લીધા છે કે જેથી લોકો ગરીબીના વિષચક્રમાંથી બહાર આવે. નાણાંકિય સમાવેશિતા માટે અમે જનધન યોજના અમલમાં મૂકી છે અને બેંકના 14 કરોડથી વધુ ખાતા ખૂલ્યા છે. લોકોને પોતાના ખાતામાંથી વીમાના આવરણની સાથે સાથે ઓવરડ્રાફ્ટની સુવિધા પ્રાપ્ત થઈ છે. કામદારો માટે અમે યુનિવર્સિલ એકાઉન્ટ નંબર સહિત સંખ્યાબંધ યોજનાઓ રજૂ કરી છે કે જેથી તેમને ઈપીએફના લાભ મળે. આ ઉપરાંત અમે તેમના માટે રૂ.1000ની પેન્શન સ્કીમ રજૂ કરી છે. 6 કરોડ નાના ફેરિયાઓ અને બિઝનેસ કરનાર વર્ગ માટે અમે મુદ્રા બેંકનો પ્રારંભ કર્યો છે અને તેમના 61 ટકા લોકો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી અને લઘુમતિઓ છે. અમે તમામ શાળાઓમાં ટોયલેટ પૂરાં પાડવાની કામગીરી કરી છે. આ કામગીરી આગામી થોડાંક મહિનાઓમાં જ પૂરી થશે. ગરીબોના બાળકો પબ્લિક સ્કૂલ્સમાં અભ્યાસ કરતા નથી. કહેવાતા ગરીબ તરફી લોકો સબસીડીમાં લીકેજ છે એવી વાતનું વારંવાર પુનરાવર્તન કર્યા કરે છે. લક્ષિત વ્યક્તિને એલપીજી સબસીડી અને સ્કોલરશીપ સીધી મળી જાય તે માટે અમે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. અમે મોટાપાયે કૌશલ્ય વિકાસની કામગીરી હાથ ધરી રહ્યા છીએ કે જેથી યુવાનોની રોજગાર પાત્રતામાં વધારો થાય. અમે ‘મેક ઈન ઈન્ડિયા’ જેવા પ્રયાસો મારફતે યુવાનોને નોકરીઓ પૂરી પાડવા માટે કટિબધ્ધ છીએ. પોલિસ દળ અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અમે મહિલાઓ માટે અનામત દાખલ કરી છે. કોલસા માટે અમે હરાજીની પ્રથા દાખલ કરી છે. ભારતના ગરીબ રાજ્યો માટે રૂ.3 લાખ કરોડથી વધુ રકમ પૂરી પાડવામાં આવી છે. આરોગ્ય અને સ્વચ્છતાનો મુદ્દો ગરીબો અને કામદારોની કામ કરવાની ક્ષમતા તથા આઉટપુટને અસર કરે નહીં તે જોવા માટે સ્વચ્છ ભારત મિશન શરૂ કરવામાં આવ્યું છે. આ તો માત્ર કેટલાંક ઉદાહરણો જ છે. છેલ્લા 60 વર્ષમાં આવા કામો અસરકારક રીતે કરવા બાબતે તેમને કોણ રોકતું હતું?

 

  • સરકાર અને પક્ષ વચ્ચે મતભેદ પ્રવર્તે છે તેવું તમે સ્વીકારો છો?

પક્ષ અને સરકાર વચ્ચે બિલકુલ મતભેદ નથી. અમે પક્ષ સાથે તેમજ દેશના લોકો સાથે સંપૂર્ણ સંવાદિતા સાથે કામ કરીએ છીએ.

 

  • વિવાદાસ્પદ જમીન વિધેયક અંગે ઝૂંબેશ ચલાવવામાં વિરોધ પક્ષ મહદ્દ અંશે સફળ થયો છે? વિપક્ષના આરોપોનો તમને કઈ રીતે સામનો કરશો?

આ દેશમાં જમીન સંપાદન ધારો આશરે 120 વર્ષ જૂનો છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળની સરકારોએ આઝાદી પછી આ જ કાયદાનો ઉપયોગ કર્યો હતો. ઓચિંતા સંસદની છેલ્લી ચૂંટણી પહેલાં કોંગ્રેસે એવો કાયદો ઘડીને આત્યંતિક બની રહી કે જેમાં ખેડૂતો અથવા દેશના વિકાસનું કોઈ હિત નથી. સાથે સાથે, અમે એવું વિચારીને આ બિલને સમર્થન આપ્યું કે જો ખેડૂતોને લાભ થતો હોય તો અમે વચ્ચે નહીં આવીએ. આમ છતાં એમાં કેટલીક મર્યાદાઓ છે. અમે સત્તા સંભાળી તે પછી ઘણી રાજ્ય સરકારો, મુખ્યમંત્રીઓ અને પ્રજાના પ્રતિનિધિઓએ 2013ના કાયદાની વિવિધ જોગવાઈઓના વિરોધમાં રજૂઆતો કરી હતી. તમે જ મને કહો કે એક ફેડરલ પધ્ધતિમાં અમે રાજ્ય સરકારોની નિસ્બતનો વિરોધ કરી શકીએ? આમ છતાં, અમારા સુધારા વડે અમે રાજ્ય સરકારોએ જે તરફ નિર્દેશ કર્યો હતો તેવી લાલ ફીતાશાહીમાં સુધારો થાય તેવી વિસંગતતાઓને કરવાનો પ્રયાસ કર્યો હતો. આવું કરવા જતાં અમે ખેડૂતોને ચૂકવવા પાત્ર વળતરની સુરક્ષા કરી છે. અમારા વિધેયકનો વિરોધ કરતાં જે ટીકા કરવામાં આવી રહી છે તે રાજકિય હેતુ ધરાવે છે. હકીકતમાં, અગાઉના કાયદામાં રહેલી ગંભીર બાબતો સુધારીને અમે કેટલાક ફેરફાર કર્યા છે. અમારૂં વિધેયક ખેડૂતોને લાભ કરવામાં તથા રાષ્ટ્રના લાંબાગાળાના હિત માટે ધ્યાન કેન્દ્રિત કરે છે. દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. ખેડૂતોને પણ સિંચાઈ માટે નહેરોની જરૂર છે. પોતાના ઉત્પાદનોની  હેરફેર માટે ખેતરથી બજારો સુધી રસ્તાઓની જરૂર છે. તેમને હોસ્પિટલ્સ, શાળાઓ અને મકાનોની જરૂર છે. ખેડૂતોને પોતાની નજીકમાં જ ઔપચારિક ક્ષેત્રોમાં નોકરીઓ અને આધુનિક સગવડો પ્રાપ્ત થાય તેવી તેમની ઈચ્છા છે. આ વિધેયક ખેડૂતોના હિતોનું રક્ષણ કરીને આ બધુ કરવાની નેમ ધરાવે છે. આમ છતાં અમે તમામ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરવા માટે ખુલ્લું મન ધરાવીએ છીએ અને મુખ્ય ઉદ્દેશો હલ થાય તે રીતે તેમના સૂચનોને પણ આવકારીએ છીએ. રાષ્ટ્રીય મહત્વ ધરાવતા આ મુદ્દે અમને તેમનો સહયોગ અને સમર્થન પ્રાપ્ત થશે તેવી મને આશા છે.

 

  • કોમવાદી વલણ દાખવીને ધિક્કારની લાગણી ફેલાવતાં તત્વોને તમે કઈ રીતે નિયંત્રણમાં લેશો?

કેટલાક કમનસીબ નિવેદનો કરવામાં આવ્યા છે, જે સંપૂર્ણપણે બિનજરૂરી છે. આપણું બંધારણ દરેક નાગરિકને ધાર્મિક આઝાદીની ગેરંટી આપે છે. આ બાબતે કોઈ બાંધછોડ થઈ શકે તેમ નથી. હું આ અંગે અગાઉ વાત કરી ચૂક્યો છું અને ફરીથી કહેવા માંગુ છું કે- કોઈપણ કોમ સાથે હિંસા અને ભેદભાવની નીતિ સહન કરવામાં આવશે નહીં. આ મુદ્દે મારૂં વલણ બિલકુલ સ્પષ્ટ છેઃ સબ કા સાથ, સબ કા વિકાસ. નાતજાતને ધ્યાનમાં લીધા વગર અમે 1.25 અબજ ભારતીયોની સાથે ઉભા છીએ અને તેમાંની દરેક વ્યક્તિની પ્રગતિ માટે અમે કામ કરીશું. આપણાં દેશના દરેક ધર્મને સમાન હક્કો છે. કાયદો થયો તે પહેલાં સમાજમાં સમાન હક્કો હતા. મારી સરકાર શાસન અને વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અમારૂં કેન્દ્ર બિંદુ સ્પષ્ટપણે વિકાસ, વિકાસ, વિકાસ, નોકરીઓ નોકરીઓ અને નોકરીઓ છે.

 

  • પ્રધાનમંત્રીની જનધન યોજનાની સાથે સાથે ત્રણ વીમા યોજનાઓ અને પેન્શન યોજનાને સારો આવકાર મળ્યો છે. આમાંની એક દુનિયામાં સૌથી મોટી નાણાકીય સમાવેશિતાનો પ્રોગ્રામ ધરાવે છે. 14 કરોડ ખાતાઓને સક્રિય રાખવા તે મોટો પડકાર છે. શું આપણી બેંકીંગ વ્યવસ્થા ઓછા વોલ્યુમ અને નીચી કિંમતોના આર્થિક વ્યવહારો માટે તૈયાર અને સજ્જ છે? શું આ મુદ્દે વિવિધ હિત જાળવી શકાશે?

દબાણ હેઠળની એસેટસ અને એનપીએ બાબતે બેંકો મોટો પડકાર અનુભવે છે. બેંકો માટે એનપીએની સમસ્યા નવી નથી. ચોક્કસપણે આ સમસ્યા જનધન ખાતાઓના કારણે ઊભી થઈ નથી. જનધન યોજના રજૂ કરાઈ તે પહેલાં પણ આ સમસ્યા હતી. હકિકતમાં મારો અનુભવ એવો છે કે ગરીબ વ્યક્તિ ક્યારેય બેંકનું ધિરાણ ચૂકવવામાં નાદારી કરતો નથી. બેંકો માટે આ મેનેજમેન્ટની કાર્યક્ષમતાનો સવાલ છે. મેં તે બાબતે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મેં બેંકો સાથે વ્યક્તિગત વાત કરી છે અને અમે તેમને કામગીરીમાં સંપૂર્ણ કાર્યક્ષમતા આપવા માટે કટિબધ્ધ છીએ. જનધન ખાતાઓને “હાઈ વોલ્યુમ, લૉ વેલ્યુ”નું લેબલ આપવું તે સાચુ નથી. હકિકતમાં જનધન યોજના રૂ.15 હજાર કરોડની થાપણો ધરાવે છે. આ ખાતાઓ મારફતે અમે તમામ સરકારી ચૂકવણીઓને ચેનલાઈઝ કરી રહ્યા છીએ. આથી તે સાચા અર્થમાં ઓપરેશનલ બની શકશે. અમે એ માટે એલપીજી સબસીડી, શિષ્યવૃત્તિઓ અને મનરેગા મારફતે શરૂઆત કરી છે.

 

  • કૃષિ અર્થતંત્ર બાબતે પણ કેટલીક સમસ્યાઓ છે. ખેતી ક્ષેત્ર કટોકટીમાં છે અને તમારી સરકાર અંગે એવી ટીકા થઈ રહી છે કે અર્થતંત્રના મહત્વના સેક્ટર તરફ તેને આપવું જોઈએ તેટલું ધ્યાન અપાતું નથી અથવા તો કોર્પોરેટ ક્ષેત્રને અપાય છે તેટલું ધ્યાન અપાતું નથી. આ બાબતે તમારો શું પ્રતિભાવ છે?

આ વાત સાચી નથી. ખેતીલક્ષી કટોકટી અંગે અમે ત્વરિત પ્રતિભાવ આપ્યો છે. અમે જમીની સ્તરે અને નીતિ વિષયક સુધારા વડે આ બાબત હાથ ધરી છે. કેન્દ્ર સરકારે 50 ટકા પાકનો નાશ થાય તે સામે રાહતના ધોરણોમાં સુધારો કર્યો છે. વળતર આપવા માટે પાકને ઓછામાં ઓછા નુકશાનની મર્યાદા 50 ટકાથી ઘટાડીને 33 ટકા કરવામાં આવી છે. એમએસપીના દરથી અનાજ એકત્ર કરવા માટે નિયમોમાં છૂટછાટ આપી છે. કૃષિ ધિરાણ અંગેનું લક્ષ્યાંક પણ એક પછી એક એમ બે અંદાજપત્રમાં બદલવામાં આવ્યો છે. ખેતીની આ સમસ્યાને સ્થાનિક અને દાયકાઓના ગેરવહિવટ સમાન ગણી છે અને તે કારણે જ વર્તમાન સ્થિતિ ઊભી થઈ છે. અમે ખેતી ક્ષેત્ર માટે લાંબાગાળાના પગલાં ભરવાનું શરૂ કર્યું છે. અગાઉની સરકારોથી વિપરીતપણે અમે ડબલ્યુપીઓમાં ખેડૂતોના હિતોનું રક્ષણ કરવામાં સફળ નિવડ્યા છીએ. દરેક ખેતરને સિંચાઈ પ્રાપ્ત થાય અને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે માટે અમે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) શરૂ કરી છે.  અમે સોઈલ હેલ્થકાર્ડ યોજના શરૂ કરી છે. પ્રાઈસ સ્ટેબીલાઈઝેશન ફંડના ભંડોળમાં રૂ.500 કરોડની જોગવી કરીને નાશવંત જણસો માટે વ્યવસ્થા ઊભી કરવા પ્રયાસ કર્યો છે. અમે કૃષિ ક્ષેત્ર માટે પ્રમાણિક અને સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે. ખેડૂતોને સમયસર માહિતી અને ઈનપુટ તેમજ બજાર મળી શકે તે માટે અમે કિસાન ચેનલની શરૂઆત કરી છે. મારા માટે ખેતી, ઉદ્યોગ અને સર્વિસ ક્ષેત્ર એક સરખું મહત્વ ધરાવે છે.

 

  • તમારી તાજેતરની ચીનની મુલાકાત દરમ્યાન સરહદી વિવાદના ઠરાવ અંગે ચીનના મગજમાં શું ચાલે છે તે અંગે તમારી શું સમજ છે?

અમે ભારતનો દ્રષ્ટિકોણ ખૂબ જ સ્પષ્ટપણે જણાવ્યો છે. ભારત અને ચીન બંને વિકાસ માટેની ક્ષમતા ધરાવે છે. આપણે સાથે મળીને ગરીબીની સમસ્યા હલ કરી શકીએ. હું અને પ્રેસિડેન્ટ જીપીંગ બંને વ્યક્તિગત રીતે ગરીબીની સમસ્યા હલ કરવા માટે કટિબધ્ધ છીએ. અમે સહકાર અને શાંતિની પ્રક્રિયા આગળ ધપાવવા માંગીએ છીએ.

 

  • ભાવ અને ફૂગાવો વધતો રોકવા માટે ચૂંટણી દરમ્યાન તમે મુખ્ય વચન આપ્યું હતું. લોકો પરેશાન છે અને પૂછતા થયા છે કે અચ્છે દિન ક્યારે આવશે?

આ દેશ રોજેરોજ કેવા ખરાબ તબક્કામાંથી પસાર થયો હતો કે જ્યારે દરરોજ એક નવું કૌભાંડ બહાર આવતું હતું. સરકાર ચોંકી ઉઠી હતી. દેશ ભયભીત અને હતાશ છે. તમે તે ખરાબ તબક્કા અને ખોટા કૃત્યોને યાદ કરશો તો તમને જણાશે કે દેશ ‘બુરે દિન’ માંથી બહાર આવ્યો છે. હવે હું દેશને ખરાબ તબક્કામાંથી બહાર લાવવામાં કેટલી સફળતા મળી છે તેનો નિર્ણય તમારી ઉપર છોડું છું. જ્યાં સુધી ભાવ વધારાને સંબંધ છે ત્યાં સુધી ફૂગાવાના આંકડા પરિસ્થિતિની છણાવટ કરવા માટે પૂરતા છે. મે- 2014માં ફૂગાવો 8.2 ટકાના ઉચ્ચ સ્તરે હતો, જેને એપ્રિલ- 2015માં 4.9 ટકાના નીચલા સ્તરે લાવવામાં આવ્યો છે. તાજેતરમાં હાથ ધરાયેલા સ્વતંત્ર પબ્લિક સર્વેક્ષણ પણ તમારી સામે જ છે. સરકારના કડક માપદંડોનું આકલન કરવામાં લોકોએ અમને ઘણાં ઉંચા માર્કસ આપ્યા છે. તમે કલ્પના પણ નહીં કરી શકો કે આ સરકારે સત્તા સંભાળ્યા પછી ભાવ વધારા અને ભ્રષ્ટાચારનું સ્તર કેવું છે. વિપરીત હવામાનની સ્થિતિમાં પણ ભાવ નીચા આવ્યા છે. ‘અચ્છે દિન’ની શરૂઆત થઈ ચૂકી છે. હવે દેશને ખરાબ તબક્કામાંથી બહાર લાવવામાં કેટલી સફળતા પ્રાપ્ત થઈ છે તે નક્કી કરવાનું હું તમારી ઉપર છોડું છું? કેટલાક લોકો અમારી કામગીરીને ઓછી અથવા તો નીચી દેખાડવા માટે પ્રયાસ કરી રહ્યા છે. અમે આગામી 5 થી 7 વર્ષમાં આ કામગીરીમાં આગળ ધપીશું અને પરિસ્થિતિમાં સંપૂર્ણ પરિવર્તન લાવીશું. આ સ્થિતિ તેમની રાતો નિંદરવિહોણી બનાવી રહી છે અને તેથી જ તે લોકો અવરોધ ઉભો કરવા પ્રયાસ કરે છે અને અમારી કામગીરીમાં નડતર ઉભા કરે છે. અમને ગરીબ વિરોધી અને ખેડૂત વિરોધી દર્શાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. અમે આ પ્રયાસોને હકારાત્મક અને સારા ઈરાદાથી લઈએ છીએ. આમ છતાં, ગરીબો અને ખેડૂતોને અમારા ઈરાદા, કટિબધ્ધતા અને સ્થિતિ અંગેની સમજમાં વિશ્વાસ છે. અમે ગરીબો અને ખેડૂતોની આવક વધારવાના અને યુવાનો માટે રોજગાર નિર્માણ વધારવાના પ્રયાસ કરી રહ્યા છીએ. જ્યાં સુધી વિપક્ષને સંબંધ છે ત્યાં સુધી હું તેમની પાસેથી જાણવા માંગુ છું કે તે ગરીબોના ખરેખર મિત્ર અને હિતેચ્છુ હોય તો શા માટે દેશમાં ગરીબી હજુ પ્રવર્તી રહી છે. તેમને ગરીબી નાબૂદ કરતાં કોણ રોકતું હતું. મને વિશ્વાસ છે કે લોકો અમારી પડખે ઉભા રહેશે. શા માટે કેટલાક લોકો ઘર વગરના છે? કોની પાસે ઘર નથી? માત્ર ગરીબો પાસે જ ઘર નથી! ખેતીની ઉત્પાદકતા શા માટે ઓછી થઈ છે? જમીનો ઉપલબ્ધ છે અને હવામાનની પરિસ્થિતિ પણ સારી છે. શા માટે બેરોજગારી પ્રવર્તે છે, શા માટે યુવાનો દિશાવિહીન છે? આપણાં દેશની તુલનામાં કદની દ્રષ્ટિએ ઘણાં નાના દેશ પ્રગતિમાં આગળ નિકળી ગયા છે. આપણી એવી કેવી ઊણપો છે કે જેના કારણે સિંગાપુર, મલેશિયા અને કોરિયા જેવા આપણાં એક રાજ્ય કે કેટલાક મોટા શહેરો કરતાં ઓછુ કદ ધરાવતા દેશથી ભારત પાછળ રહે છે. શા માટે 54 કરોડ લોકો બેંકમાં ખાતાની સુવિધાથી વંચિત રહ્યા હતા અને 6 થી 7 કરોડ નાના વેપારીઓને બેંકીંગની સુવિધા મળતી ન હતી. અમે આ બધા પડકારો સ્વીકારી લીધા છે અને લોકોના લાભ માટે પ્રયાસો કરવાનું શરૂ કર્યું છે. તેનાથી આપણાં મોટા ગરીબ સમુદાયને લાભ થશે કે નહીં? દેશને જ નક્કી કરવા દો કે ગરીબવિરોધી કોણ છે? અમારી વ્યૂહરચના ગરીબી સામેનું યુધ્ધ લડી લેવાની છે. અમે માનીએ છીએ કે આ ગરીબ લોકો અત્યંત શક્તિશાળી માધ્યમ બની શકે છે અને અમે આ યુધ્ધ જીતવા તરફ આગળ વધી રહ્યા છીએ.

 

  1. પ્રથમ દિવસથી જ આપણે પડોશી દેશો સાથે સંબંધો સુધારવાના પ્રયાસ હાથ ધર્યા છે, પરંતુ તમે હજુ સુધી પાકિસ્તાનની મુલાકાત લીધી નથી. આ માટેનું શું કારણ છે અને નજીકના ભવિષ્યમાં બે દેશો વચ્ચેની મડાંગાંઠ ઉકેલી શકાશે?

પાકિસ્તાન પાસેથી આપણને એકમાત્ર અપેક્ષા છે કે તે રાષ્ટ્ર શાંતિ અને અહિંસાના માર્ગને અનુસરે તે પછી કોઈ મુદ્દો રહેતો નથી. હિંસા તેમના દેશ કે આપણાં માટે લાભદાયી નથી. આ મડાંગાંઠનો અંત આવવો જોઈએ.

 

  1. 11. તમારી વિદેશની મુલાકાત દરમ્યાન તમને લોકોનો સારો પ્રતિભાવ મળે છે, પરંતુ તમે ત્યાં કરેલા નિવેદનોની દેશમાં આકરી ટીકા થાય છે. તમે આ બાબતને કઈ રીતે જુઓ છો?

કોંગ્રેસ એવું માને છે કે તેમના કૌભાંડો દેશની બહાર જાણીતા નથી. તેમણે તેમના કૌભાંડો અંગે શરમ અનુભવવી જોઈએ અને આપણને ખ્યાલ છે કે 21મી સદીમાં સમગ્ર દુનિયા ભારત પાસેથી મોટી અપેક્ષાઓ રાખી રહ્યું છે. આમ છતાં, છેલ્લા એક દાયકાથી ભારત અંગે હતાશાનું વાતાવરણ પ્રવર્તે છે. 21મી સદીની શરૂઆતમાં બ્રિક્સનો કન્સેપ્ટ ઉભરી આવ્યો અને એવું માનવામાં આવતું હતું કે વર્તમાન સદીને આ રાષ્ટ્રો વેગ આપશે. થોડાંક જ સમયમાં એવી છાપ ઊભી થવા માંડી કે બ્રીક્સમાં ભારત નબળું છે અને આ સમગ્ર ધારણાથી બ્રિક્સ હતાશ થયું. આ પરિસ્થિતિમાં મારી સરકાર ઉપર જવાબદારી આવી પડી. હું પડકારોના મહત્વ અને અસર અંગે જાગૃત હતો. મારા માટે દુનિયા નવી હતી અને હું દુનિયા માટે નવો હતો. ભારત અંગેની ઈમેજ અને દ્રષ્ટિકોણ બદલવાની ફરજ થઈ પડી હતી. મેં આ પડકાર ઉપાડી લીધો. હું મારી જાતે સંવાદ યોજીશ અને દુનિયાને અસરકારક રીતે ભારત તેની ક્ષમતા અને તેના ભાવિ અંગે વાત કરીશ. આજે મને એ બાબતે સંતોષ છે કે ભારતના ભાવિ અને દેશની ઈમેજ અંગે મહત્વનો હકારાત્મક બદલાવ આવ્યો છે. આનો યશ નીતિઓ, વ્યૂહરચના અને સરકારના પ્રયાસોને તેમજ દેશમાં 30 વર્ષ પછી બહુમતિ ધરાવતી સરકાર માટે મતદાન કરનાર 125 કરોડ દેશવાસીઓને મળે છે. આનાથી નિર્ણાયક તેમજ આત્મવિશ્વાસ ધરાવતી સરકાર તરીકેની ઈમેજનો આનંદ લઉં છું. કોઈપણ ભારતીય માટે ગૌરવની બાબત એ છે કે ભારતે યુનો સમક્ષ ઈન્ટરનેશનલ ‘યોગા ડે’ ની દરખાસ્ત કરી અને આ દરખાસ્તને યુનોના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત 170 દેશનું સમર્થન પ્રાપ્ત થયું તથા આ ઠરાવને 100 દિવસની અંદર મંજૂરી આપવામાં આવી છે.

 

  1. 12. અગાઉ કાળા નાણાં પાછા લાવવા અંગે આશાવાદ ઉભો થયો હતો. સ્વચ્છ ભારત ઝૂંબેશ, મેક ઈન ઈન્ડિયા, ડિજીટલ ઈન્ડિયા પ્રોગ્રામની અસર ઓછી થઈ રહી છે. મૂડીરોકાણ આવતું નથી કે રોજગારીના દ્વાર ખૂલતા નથી. નિકાસમાં પણ ઘટાડો થયો છે. આવી પરિસ્થિતિ વચ્ચે દેશના યુવાનોને તમે કેવી ખાત્રી આપી શકો તેમ છો?

ભારતીય સંસદીય ઈતિહાસના 60 વર્ષમાં ગયુ વર્ષ અનોખું હતું. સંસદમાં કાળા નાણાં અંગે લાંબી ચર્ચા થઈ. લોકોએ આ દુષણ અંગે ચર્ચા કરવાનું શરૂ કર્યું. સંસદમાં કાળા નાણાં અંગે અમે આકરૂં બીલ લઈને આવ્યા. કુદરતી સ્રોતોની વાજબી હરાજી થઈ અને ભ્રષ્ટાચાર ઉપર નિયંત્રણ આવ્યું. વિવિધ ચેનલોએ આ ઝૂંબેશ ઉપાડી લીધી અને એવું કહેવાનું શરૂ કર્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું સપનું સાકાર કરવા માટે સ્વચ્છ ભારત ઝૂંબેશ એક તક છે અને વર્ષ 2019માં તેમની 150મી જન્મ જયંતિ પ્રસંગે આ તેમને સાચી શ્રધ્ધાંજલિ ગણાશે. દરેક ઘરમાં બાળકો વડિલોને જણાવી રહ્યા છે કે સ્વચ્છતાની શરૂઆત પોતાના ઘરેથી જ થવી જોઈએ. તમારા સવાલમાં પણ આ નિર્દેશ જોવા મળ્યો છે. હું દ્રઢપણે માનું છું કે દરેક નાગરિકે સ્વચ્છ ભારત મિશનમાં ભાગીદાર થવું જોઈએ. આવુ થશે તો સમગ્ર સમાજમાં સ્વચ્છતા આપમેળે પ્રસરશે. મેક ઈન ઈન્ડિયા ભારતના 80 કરોડ યુવા નાગરિકોની માનસિકતાનું પ્રતિબિંબ પાડે છે. દુનિયાએ પણ ટૂંકાગાળામાં આ બાબત સ્વિકારી છે. તાજેતરમાં હું ફ્રાન્સ, જર્મની, કેનેડા, ચીન અને કોરિયા ગયો હતો. ત્યાં મેં જ્યારે પણ મેક ઈન ઈન્ડિયા, ઉદ્યોગ અને ઉદ્યોગસાહસિકતાની વાત કરી ત્યારે એ દેશોના રાજકારણીઓએ આ બાબતે વધુ ઉષ્મા અને પ્રોત્સાહન આપતો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. ટૂંકા ગાળામાં ભારતમાં સીધા મૂડીરોકાણ (એફડીઆઈ)માં વધારો થયો છે. આ વર્ષે ગયા વર્ષની તુલનામાં આ રોકાણમાં 39 ટકા જેટલો વધારો નોંધાયો છે. આ બાબત આપણાં કાર્યક્રમો અંગે વિશ્વના દેશોનો પ્રતિભાવ દર્શાવે છે. છેલ્લા 10 વર્ષમાં ભારતીય કંપનીઓને તેમની શાખાઓ વિદેશમાં વિસ્તારવાની તાતી જરૂરિયાત જણાઈ. કેટલાક લોકો આ દિશામાં આગળ વધી રહ્યા છે. હાલમાં રાષ્ટ્રીય સ્તરે આ માનસિકતામાં ઘટાડો નોંધાયો છે. વધુમાં, ભારતની યુવા પ્રતિભાઓ દેશમાં પોતાની કારકીર્દિના અભાવના કારણે માટે વિદેશ જતા હતા તે હવે માતૃભૂમિની સેવામાં પરત આવવાના ઈચ્છા ધરાવે છે. આ રીતે મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ ભારતમાં મજબૂત થયો છે અને તેની અસર દુનિયામાં વ્યાપક બની છે. આ કાર્યક્રમ ભારત અને વિદેશ બંને સ્તરે અસરકારક જણાયો છે. જ્યાં સુધી ડિજિટલ પાવરને સંબંધ છે ત્યાં સુધી તે આપણાં રક્ત સમાન છે અને દુનિયા તેની અસર ભારતના દૂર દૂરના ગામડાંઓમાં જોઈ શકશે. તમે સ્વચ્છતા અંગે જે ચિંતા વ્યક્ત કરી છે તે સ્વચ્છ ભારતની સફળતાનો નિર્દેશ કરે છે. હું ઈચ્છા રાખું છું કે દરેક નાગરિક આ બાબતે ચિંતા વ્યક્ત કરે. એવુ થશે તો સ્વચ્છતા સર્વત્ર જોવા મળશે.