Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી મોદીની કોરિયન રાષ્ટ્રપતિ, ઇટાલીના પ્રધાનમંત્રી અને નોર્વેના પ્રધાનમંત્રી સાથે બેઠક


G-20 શિખર મંત્રણાની સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી. નરેન્દ્ર મોદી શનિવારે રિપબ્લિક ઓફ કોરિયાના રાષ્ટ્રપતિ શ્રી. મૂન જેઈ-ઇનને મળ્યા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મૂનના વિજય બદલ પ્રધાનમંત્રી મોદીએ તેમને રૂબરૂમાં અભિનંદન પાઠવ્યા હતા.રાષ્ટ્રપતિએ આ પ્રસંગે ભારતીય પ્રધાનમંત્રીના અભિનંદન આપતા ટેલિફોનિક અભિનંદન અને કોરિયન ભાષામાં કરેલી ટ્વિટને પણ યાદ કરીને તેનો ઉમળકાભેર સ્વિકાર કર્યો હતો. ભારત અને સાઉથ કોરિયા વચ્ચે મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા વગેરે જેવા વિવિધ કાર્યોમાં ભાગીદારી સહિત ભારત અને કોરિયા વચ્ચે વિશેષ સૈદ્ધાંતિક ભાગીદારીમાં વધુ વિકાસ પ્રત્યે બંને નેતાએ પ્રતિબદ્ધતા દર્શાવી હતી. પ્રધાનમંત્રી મોદીએ મૂનને વહેલી તકે ભારત આવવા માટે આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણનો સ્વિકાર કરવામાં આવ્યો હતો.

 

ઇટાલીના પ્રધાનમંત્રી શ્રી પાઓલો ગેન્ટોલિની સાથેની પ્રધાનમંત્રીની મંત્રણા દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવા પર કેન્દ્રીત હતી જેમાં ખાસ કરીને વેપાર અને રોકાણ અને લોકો વચ્ચેના સંપર્કનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ આ વર્ષે નવેમ્બરમાં ભારતમાં યોજાનારા ફૂડ પ્રોસેસિંગ અંગેના વર્લ્ડ ફૂટ ઇન્ડિયા પ્રદર્શનમાં ભાગ લેવા માટે ઇટાલીને આમંત્રણ આપ્યું હતું.  દ્વિપક્ષીય આર્થિક સહકારને મજબૂત બનાવવા બંને દેશના મધ્યમ એન્ટરપ્રાઇસ વચ્ચે વેગ વધારવાની બાબત પર બંને નેતાઓએ ભાર મૂક્યો હતો. ઇટાલીના પ્રધાનમંત્રીએ તેમના દેશમાં ભારતીય રોકાણને આવકાર્યું હતું જેમાં ઓદ્યોગિક ક્ષેત્રનો પણ સમાવેશ થતો હતો. આફ્રિકામાં વિકાસને પ્રોત્સાહન આપવા તથા હામાન પરિવર્તનને રોકવા માટેનો યોગ્ય ઉકેલ પૂરો પાડવા માટે સાથે મળીને કાર્ય કરવાના વિવિધ માર્ગો અંગે પણ બંને નેતાઓએ મંત્રણા કરી હતી.

પ્રધાનમંત્રી શ્રી મોદી અને નોર્વેના પ્રધાનમંત્રી સુશ્રી એર્ના સોલબર્ગે દ્વિપક્ષીય સંબંધો અને ખાસ કરીને આર્થિક સંબંધો મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી. નેશનલ ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્ફ્રસ્ટ્રાક્ચર ફંડમાં નોર્વેના પેન્શન ફંડની ભાગીદારી માટે પ્રધાનમંત્રીએ આમંત્રણ આપ્યું હતું. નોર્વેના પ્રધાનમંત્રીએ યુએનજીએની સાથે સાથે ઓસિયન કોન્ફરન્સ માટે ભારતને આમંત્રણ આપ્યું હતું. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG)ની પ્રાપ્તિ માટે સહકારને ચેષ્ટારૂપે પ્રધાનમંત્રી સોલબર્ગે ભારતીય પ્રધાનમંત્રી શ્રી. મોદીને એસડીજી કોતરેલું હોય તેવા ફૂટબોલની ભેટ આપી હતી.

 

TR