પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટેકનોલોજી પ્લેટફોર્મ ચેમ્પિયન્સનો પ્રારંભ કરાવ્યો. તેનું સંપૂર્ણ નામ છે C ક્રિયેશન અને H હાર્મોનિયસ A એપ્લીકેશન ઓફ M મોર્ડન P પ્રોસેસ ફોર I ઇન્ક્રીઝીંગ ધી O આઉટપુટ એન્ડ N નેશનલ S સ્ટ્રેન્થ.
આ પોર્ટલ તેના નામ અનુસાર જ નાના એકમોને તેમની ફરિયાદોનું નિવારણ કરીને, તેમને પ્રોત્સાહિત કરીને, સહાયતા કરીને, મદદ કરીને અને તેમનો હાથ પકડીને મોટા બનાવવા માટે છે. તે સુક્ષ્મ, લઘુ મધ્યમ કદના ઉદ્યોગો માટે વન સ્ટોપ સોલ્યુશન છે.
ICT આધારિત આ વ્યવસ્થા તંત્ર વર્તમાન મુશ્કેલ પરિસ્થતિની અંદર સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને મદદ કરવા માટે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિજેતાઓ બનાવવા માટે મદદ કરવા પણ બનાવવામાં આવ્યું છે.
ચેમ્પિયન્સના મુખ્ય ઉદ્દેશ્યો:
તે એક ટેકનોલોજીથી યુક્ત કંટ્રોલ રૂમ કમ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે. ICT સાધનો જેવા કે ટેલીફોન, ઈન્ટરનેટ અને વિડીયો કોન્ફરન્સ સહીત આ સિસ્ટમ કૃત્રિમ બુદ્ધિમત્તા, ડેટા એનાલીટીક્સ અને મશીન લર્નિંગથી સજ્જ છે. તે ભારત સરકારના મુખ્ય ફરિયાદ નિવારણ પોર્ટલ CPGRAMS સાથે અને એમએસએમઈ મંત્રાલયના પોતાના અન્ય વેબ આધારિત વ્યવસ્થાતંત્રની સાથે રીયલ ટાઈમના આધાર પર સંકળાયેલ છે. સંપૂર્ણ ICT માળખું એ કોઇપણ કિંમત વિના NICની મદદથી ઇન હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે. એ જ રીતે ભૌતિક માળખું એ ટૂંક સમયની અંદર કોઈ એક મંત્રાલયના ડમ્પિંગ રૂમમાં તૈયાર કરવામાં આવ્યું હતું.
વ્યવસ્થાતંત્રના ભાગરૂપે કંટ્રોલ રૂમનું એક નેટવર્ક હબ અને સ્પોક મોડલમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ હબ નવી દિલ્હીમાં સચિવ એમએસએમઈની કચેરીમાં આવેલું છે. તેના સ્પોક્સ જુદા જુદા રાજ્યોમાં એમએસએમઈ મંત્રાલયની અનેક કચેરીઓ અને સંસ્થાઓમાં આવેલા છે. અત્યાર સુધીમાં 66 રાજ્ય સ્તરીય નિયંત્રણ રૂમો તૈયાર અને કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. તેમને ચેમ્પિયન્સ પોર્ટલ ઉપરાંત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પણ જોડવામાં આવ્યા છે. એક વિસ્તૃત સ્ટેન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર (SOP) અધિકારીઓને જાહેર કરવામાં આવી છે અને તે માટે સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યો છે તેમજ તેમની માટે તાલીમ પણ આયોજિત કરવામાં આવી છે.
આ પ્રસંગે, એમએસએમઈ અને માર્ગ વાહનવ્યવહાર તથા ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી પણ ઉપસ્થિત રહ્યા હતા.
GP/DS
Launched the portal, https://t.co/ZdLkL1rwK5
— Narendra Modi (@narendramodi) June 1, 2020
This is a one stop place for MSME sector. The focus areas are support & hand-holding, grievance redressal, harnessing entrepreneurial talent and discovering new business opportunities. https://t.co/diLjzKeRY5 pic.twitter.com/d9t8XGJcxT