Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી મધ્ય પ્રદેશમાં સિહોર ખાતે કિસાન કલ્યાણ મેળાને સંબોધન કરશે; પ્રધાન મંત્રી ફસલ બીમા યોજનાની માર્ગદર્શિકા જાહેર કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્ય પ્રદેશમાં સિહોર ખાતે કિસાન કલ્યાણ મેળામાં ખેડૂતોને સંબોધન કરશે; અને કૃષિ ક્ષેત્રના વિકાસ તેમજ ખેડૂતોના કલ્યાણ માટે સરકારે હાથ ધરેલાં કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરશે.

પાક વીમા માટે નવો ચીલો ચાતરનારી પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના, જેને ગયા મહિને કેન્દ્રિય મંત્રીમંડળની મંજૂરી મળી હતી, તેના અમલીકરણની માર્ગદર્શિકાઓ પણ તેઓ જાહેર કરશે.

આ યોજના આગામી ખરીફ પાકની સીઝનથી અમલી બનશે. આ યોજના હેઠળ ખેડૂતોને ખરીફ પાક માટે માત્ર બે ટકા અને રવિ પાક માટે દોઢ ટકા જેટલું એકસરખું પ્રિમિયમ જ ચૂકવવું પડશે એમ વિચારાયું છે. વાર્ષિક વ્યાપારી અને બાગાયતી પાક માટે પાંચ ટકા પ્રિમિયમ રહેશે.

આ યોજના માટે સરકારની સબસીડીની કોઈ ટોચમર્યાદા નથી. પ્રિમિયમના દર પર કેપિંગ, જે અગાઉની યોજનાઓમાં હતું, અને જેના પરિણામે ખેડૂતોને ઓછા દાવાઓ ચૂકવવામાં આવ્યા, તે હટાવી લેવામાં આવ્યું છે. ખેડૂતોને જેટલી રકમનો વીમો હોય, તે સંપૂર્ણ રકમ સામે દાવો મળશે અને તેમાં કોઈ ઘટાડો નહીં કરવામાં આવે.

પ્રધાનમંત્રી સોઈલ હેલ્થ કાર્ડસ – માટીની ગુણવત્તા દર્શાવતા પત્રકો વહેંચશે અને પસંદ કરાયેલા ખેડૂત લાભાર્થીઓને પાક વીમા સમાધાન દાવાની રકમ આપશે.

AP/J.Khunt