પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22-23 માર્ચ 2024 સુધી ભૂતાનની રાજકીય યાત્રા અંતર્ગત આજે પારો પહોંચ્યા. આ મુલાકાત ભારત અને ભૂતાન વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાન-પ્રદાનની પરંપરા અને સરકારની નેબરહુડ ફર્સ્ટ પોલિસીને મહત્વ આપે છે.
મહામહિમ દ્વારા પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પારો એરપોર્ટ પર ભૂતાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબગેએ ઔપચારિક સ્વાગત કર્યું.
મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ભૂતાનના રાજા મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને ભૂતાનના ચોથા રાજા મહામહિમ જિગ્મે સિંગે વાંગચુક સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી ભૂતાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબગે સાથે પણ વાતચીત કરશે.
પ્રધાનમંત્રી થિમ્પુમાં ગ્યાલ્ટસુએન જેત્સુન પેમા મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે, જે થિમ્પુમાં ભારત સરકારની સહાયથી બનેલી અત્યાધુનિક હોસ્પિટલ છે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com