Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી ન્યૂયોર્ક શહેરમાં ભૂતાન, શ્રીલંકા, સ્વીડન અને સાઈપ્રસના નેતાઓ સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બર, 2015ના રોજ ન્યૂયોર્ક શહેરમાં ભૂતાનના પ્રધાનમંત્રી શ્રી શેરિંગ તોબગેની સાથે મુલાકાત કરી. શ્રી તોબગે સંયુક્ત રાષ્ટ્ર શિખર સંમેલનમાં પોસ્ટ-2015 વિકાસ એજન્ડા અપનાવવા માટે શ્રી મોદીના નિવેદનને દૂરદર્શી ગણાવતા પ્રધાનમંત્રીને શુભકામનાઓ પાઠવી. પ્રધાનમંત્રીએ ભૂતાનમાં જળ વિદ્યુત પરિયોજનાઓમાં થઈ રહેલી પ્રગતિની સરાહના કરી. શ્રી તોબગેએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરીષદમાં ભારતની સ્થાઈ સદસ્યતા માટે ભૂતાનના સમર્થનનો ફરીથી ઉલ્લેખ કર્યો.

પ્રધાનમંત્રીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી મૈત્રીપાલા સિરીસેના સાથે મુલાકાત કરી. તેમણે આ વર્ષે શ્રીલંકામાં સફળતાપૂર્વક આયોજીત કરાયેલી બે ચૂંટણી માટે શ્રીલંકાના રાષ્ટ્રપતિને શુભેચ્છા આપતાં કહ્યું કે, આ આપના દેશમાં લોકતંત્રની પરંપરાઓની ઉંડી જડોને દર્શાવે છે. મુલાકાત દરમિયાન મેળ-મિલાપ પ્રક્રિયા અને શ્રીલંકામાં વિભિન્ન પરિયોજનાઓમાં ભારતીય રોકાણના વિષયમાં પણ વિચાર-વિમર્શ કરાયા.

પ્રધાનમંત્રીએ સ્વીડનના પ્રધાનમંત્રી શ્રી સ્ટિફન લોફવેન સાથે પણ મુલાકાત કરી. રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીની હાલમાં જ થયેલી સ્વીડનની મહત્વપૂર્ણ અને ઉપયોગી યાત્રાના વિષયમાં સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો. ભારતે સ્વીડનને મેક ઈન ઈન્ડિયા સહિત વિભિન્ન પહેલોમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું.

પ્રધાનમંત્રીએ સાઈપ્રસના રાષ્ટ્રપતિ શ્રી નિકોસ એનસ્ટેસીએડેસ સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ સાયપ્રસ સાથે લાંબા સમયથી ચાલી રહેલા મૈત્રીપૂર્ણ સંબંધોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જો કે બંને દેશો વચ્ચે પ્રાકૃતિક રૂપથી ખૂબ અંતર છે પરંતુ ભાવનાત્મક રૂપે એકબીજાથી ખૂબ નજીક છે. સાઈપ્રસના રાષ્ટ્રપતિએ ભારતને સાઈપ્રસનું એક સૌથી મજબૂત મિત્ર ગણાવ્યું.

AP/J.Khunt/GP