Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી નાગપુરમાં

પ્રધાનમંત્રી નાગપુરમાં

પ્રધાનમંત્રી નાગપુરમાં

પ્રધાનમંત્રી નાગપુરમાં


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાગપુરમાં દીક્ષાભૂમિની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ડો. બાબસાહેબ આંબેડકરને તેમની જન્મજયંતીના પ્રસંગે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કોરાડી થર્મલ પાવર સ્ટેશનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ઉદ્ઘાટન તકતીનું અનાવરણ કર્યું હતું. તેમણે પાવર સ્ટેશનના ઓપરેશન કન્ટ્રોલ રૂમની મુલાકાત પણ લીધી હતી.

તેમણે મનકાપુર ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં નાગપુરમાં આઇઆઇઆઇટી, આઇઆઇએમ અને એમ્સ માટે શિલારોપણની ડિજિટલ તકતીનું અનાવરણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની દીક્ષાભૂમિ પર સ્મૃતિ સ્વરૂપે ટપાલ ટિકિટ જાહેર કરી હતી. તેમણે લકી ગ્રાહક યોજના અને ડિજિ-ધન વ્યાપર યોજનાના વિજેતાઓને એવોર્ડ એનાયત કર્યા હતા.

પ્રધાનમંત્રીએ અંગૂઠાની છાપની બાયોમેટ્રિક ઓળખ પર આધારિત કેશલેસ પેમેન્ટ પદ્ધતિ ભીમ આધાર પણ લોન્ચ કરી હતી.

આ પ્રસંગે શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, તેમને આંબેડકર જયંતી પર નાગપુરમાં હોવાની ખુશી છે. તેમણે કહ્યું હતું કે, દીક્ષાભૂમિ પર પ્રાર્થના કરવાની તક મળવા બદલ તેઓ સન્માનની લાગણી અનુભવે છે.

તેમણે કહ્યું હતું કે, આંબેડકર પોતાનામાં કડવાશ કે બદલવાની ભાવના ધરાવતા નહોતા. તેમણે ઉમેર્યું હતું કે, આ બાબાસાહેબ આંબેડકરની ખાસિયત હતી.

કોરાડી પાવર સ્ટેશનના સંદર્ભમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 21મી સદીમાં ઊર્જા ક્ષેત્ર અતિ મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર અક્ષય ઊર્જાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રયાસ કરવા પ્રતિબદ્ધ છે.

ભારતને આઝાદી અપનાવનાર લોકોની ત્યાગ અને બલિદાનની ભાવનાને યાદ કરીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તમામ ભારતીયોને પોતાનું ઘર હોવું જોઈએ, જેમાં વીજળી, પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓ હોવી જોઈએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભીમ એપથી સમગ્ર દેશમાં કેટલાક લોકોના જીવનમાં હકારાત્મક અસર થઈ છે. તેમણે કહ્યું હતું કે, ડિજિ-ધન આંદોલન ભ્રષ્ટાચારના વિષચક્ર સામે લડવાનું અભિયાન પણ છે.

TR